અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના ફોર્ટ લૉડરડેલના ચેઝ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇસ્ટર્ન કોન્ફરન્સ ટ્રોફીની ફાઇનલમાં લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં ઇન્ટર મિયામીની ટીમ ન્યૂયોર્ક સિટી FCને 5-1થી આસાન પરાજય આપીને પહેલીવાર MLS કપની ફાઇનલમાં પહોંચી છે. ઇન્ટર મિયામીનું આ ત્રીજું ટાઇટલ છે. હવે સ્ન્જી કપની ફાઇનલમાં તેનો મુકાબલો વેંકૂવર વ્હાઇટકેપ્સ સામે થશે.
ઇન્ટર મિયામીની જીતમાં મેસ્સીના હમવતન તાદેઓ અલેન્દેનું સૌથી મોટું યોગદાન રહ્યું. તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે હેટ્રિક સાથે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. મેચની 14મી મિનિટે પહેલા ગોલ સાથે ખાતું ખોલ્યું. તેની 10 મિનિટથી પણ ઓછા સમયમાં જોર્ડી અલ્બાના શાનદાર ક્રોસને ફ્લિક હેડરથી ગોલમાં ફેરવ્યો. 37મી મિનિટે જસ્ટિન હાકે મેક્સી મોરાલેજની ફ્રી કિક પર હેડર સાથે ન્યૂયોર્ક સિટી તરફથી એકમાત્ર ગોલ કર્યો. ઇન્ટર મિયામી તરફથી સિલ્વેટીએ પણ એક ગોલ કર્યો હતો. મેસ્સીએ પણ આ મુકાબલામાં મોટી સિદ્ધિ મેળવી.


