IPL 2026 મીની ઓક્શન 16 ડિસેમ્બર, 2025 ના રોજ અબુ ધાબીમાં યોજાશે, જેના માટે BCCI એ ખેલાડીઓની અંતિમ યાદી પણ જાહેર કરી છે, જેમાં કુલ 350 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ માટે દસ ફ્રેન્ચાઇઝી તેમના ખજાના ખોલશે. શરૂઆતમાં કુલ 1,390 ખેલાડીઓએ ઓક્શન માટે નોંધણી કરાવી હતી, પરંતુ ફક્ત 240 ભારતીય અને 110 વિદેશી ખેલાડીઓને જ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ 350 ખેલાડીઓમાં પાકિસ્તાની મૂળનો એક ક્રિકેટરનો સમાવેશ થાય છે.
IPL ઓક્શનમાં પાકિસ્તાની મૂળનો ખેલાડી
ન્યુઝીલેન્ડનો યુવા ઓલરાઉન્ડર મોહમ્મદ અબ્બાસ. 2.આ 22 વર્ષનો ખેલાડી ભલે ન્યુઝીલેન્ડની જર્સી પહેરે છે, પરંતુ તેનો જન્મ 29 નવેમ્બર, 2003 ના રોજ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેના પિતા અઝહર અબ્બાસ, ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર છે જેમણે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બંનેમાં સ્થાનિક ક્રિકેટ રમી હતી.
બ્યૂમાં જોરદાર પ્રદર્શન
16 વર્ષની ઉંમરે, ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેને તેના ટેલેન્ટ પાથવે પ્રોગ્રામ માટે પસંદ કર્યો, અને આ વર્ષે તેની મહેનત રંગ લાવી. 29 માર્ચ, 2025 ના રોજ, તેણે નેપિયરમાં પાકિસ્તાન સામેની ODI ડેબ્યૂમાં ધમાલ મચાવી. અગાઉ, આ રેકોર્ડ ભારતના કૃણાલ પંડ્યાના નામે હતો, જેણે 26 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. મોહમ્મદની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થતો હતો.
મોહમ્મદ અબ્બાસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
મોહમ્મદ અબ્બાસે અત્યાર સુધીમાં ન્યુઝીલેન્ડ માટે ત્રણ વનડે રમી છે, જેમાં તેણે 34.66 ની સરેરાશથી 104 રન બનાવ્યા છે અને બોલર તરીકે બે વિકેટ લીધી છે. તેણે પાકિસ્તાન સામે ત્રણેય મેચ રમી છે. તેણે 19 T20 મેચ પણ રમી છે, જેમાં 391 રન બનાવ્યા છે.


