વિરાટ કોહલીની તેજસ્વીતા પહેલા મેદાન પર જોવા મળી હતી.અને હવે આ અનુભવી ખેલાડી ICC રેન્કિંગમાં પણ ધૂમ મચાવી રહ્યો છે.દક્ષિણ આફ્રિકા સામેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ,વિરાટ કોહલી નવીનતમ ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે.તે બે અન્ય બેટ્સમેનોને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. જમણા હાથના બેટ્સમેન ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ અને અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરનને પાછળ છોડી ગયા છે.નોંધપાત્ર રીતે,રોહિત શર્મા નંબર 1 પર યથાવત છે.પરંતુ વિરાટ કોહલી તેના માટે ખતરો બની ગયો છે.
ICC રેન્કિંગમાં વિરાટ કોહલીની મોટી છલાંગ
વિરાટ કોહલી નવીનતમ ICC ODI રેન્કિંગમાં 773 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.તે રોહિત શર્માથી માત્ર 8 પોઈન્ટ પાછળ છે.781 પોઈન્ટ સાથે રોહિત ટોચના ODI બેટ્સમેન છે.જોકે વિરાટ હવે તેને પાછળ છોડી દેવાની ખૂબ નજીક છે.દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં કોહલી ઉત્તમ ફોર્મમાં હતો.ત્રણ મેચની ODI સીરિઝમાં તેણે 151ની સરેરાશથી 302 રન બનાવ્યા.તેણે રાંચી અને રાયપુર ODIમાં સતત બે સદી ફટકારી.અંતિમ મેચમાં તે 65 રન બનાવી અણનમ રહ્યો.
વિરાટ છેલ્લે ક્યારે ODI માં નંબર 1 બેટ્સમેન બન્યો હતો?
વિરાટ કોહલી છેલ્લે એપ્રિલ 2021માં ODIમાં નંબર 1 બેટ્સમેન બન્યો હતો.આ દિગ્ગજ ખેલાડી 1258 દિવસ સુધી નંબર 1 રેન્કિંગ પર રહ્યો હતો. તે 2017 થી એપ્રિલ 2021 સુધી નંબર 1 ODI બેટ્સમેન હતો. બાબર આઝમે 2021 માં તેને પાછળ છોડી દીધો. વિરાટ કોહલીને આવતા વર્ષે ફરીથી નંબર 1 બેટ્સમેન બનવાની તક મળશે. ટીમ ઈન્ડિયાની આગામી ODI સીરિઝન્યુઝીલેન્ડ સામે છે.આ સીરિઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે,જેની પહેલી મેચ વડોદરામાં રમાશે. જો રોહિતનું પ્રદર્શન આ ત્રણ મેચની ODI શ્રેણીમાં થોડું પણ ખરાબ રહે અને વિરાટ કોહલી નોંધપાત્ર રન બનાવે, તો તે રોહિતનું નંબર 1 સ્થાન હડપ કરી શકે છે.
આ પણ વાંચો – Vaibhav Suryavanshi પછી, નાની ઉંમરે આ યુવા ખેલાડીની હવે ઓક્શનમાં એન્ટ્રી!


