By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Flashback 2025 : ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Flashback 2025 : ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ?

AgraGujarat Rajkot
Last updated: 2025/12/12 at 7:07 AM
3 months ago
Share
Flashback 2025 : ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ?
SHARE

Contents
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ભારતે સીરિઝ ડ્રો કરવાની તક ગુમાવી  લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની શાનદાર જીત માન્ચેસ્ટરમાં ચોથી મેચ ડ્રો રહી ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા

ભારતે 2025માં કુલ 10 ટેસ્ટ મેચ રમી હતી,જેમાં ચાર જીતી હતી અને પાંચ હારનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં એક મેચ ડ્રો રહી હતી. આ વર્ષે ભારતે ઇંગ્લેન્ડના પ્રવાસ પર ઐતિહાસિક પ્રદર્શન કરતા સીરિઝ ડ્રો કરાવી હતી. વધુમાં તેઓએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો હતો. ચાલો આ વર્ષે ભારતના પ્રદર્શન પર તમામ સીરિઝ નજર કરીએ.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા

ભારતે વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચથી કરી હતી.નવેમ્બર-ડિસેમ્બર 2024માં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ચાર ટેસ્ટમાંથી બે હારી ગઈ હતી. સિડનીમાં રમાયેલી સીરિઝ ની પાંચમી મેચમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં ફક્ત 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા જવાબમાં ફક્ત 181 રન જ બનાવી શક્યું હતું.

ભારતે સીરિઝ ડ્રો કરવાની તક ગુમાવી

ભારતને પ્રથમ ઇનિંગમાં થોડી લીડ મળી હતી પરંતુ બીજી ઇનિંગમાં ફક્ત 157 રન જ બનાવી શક્યા હતા. સરળ લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી જીત મેળવી, પાંચ મેચની સીરિઝ માં 3-1થી જીત મેળવી હતી. ભારતે સીરિઝ ડ્રો કરવાની તક ગુમાવી દીધી હતી.

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ સીરિઝ ડ્રો રહી

ટીમ ઈન્ડિયા સામે ઇંગ્લેન્ડ: ટીમ ઇન્ડિયાએ જૂન અને ઓગસ્ટ વચ્ચે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે આ તેમની પહેલી સીરિઝ હતી અને ભારત 2-2 થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.ઇંગ્લેન્ડે લીડ્સમાં સીરિઝ ની પહેલી મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ બર્મિંગહામમાં યજમાન ટીમને 336 રનથી હરાવીને સીરિઝ 1-1 થી બરાબર કરી હતી.

 લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની શાનદાર જીત

સીરિઝની ત્રીજી મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી, જ્યાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 387 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગમાં એટલા જ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં ભારતને 192 રનનો આરામદાયક લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડે મુલાકાતીઓને ફક્ત 170 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા અને 22 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

માન્ચેસ્ટરમાં ચોથી મેચ ડ્રો રહી

માન્ચેસ્ટરમાં રમાયેલી સીરિઝની ચોથી મેચ ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ પહેલાથી જ સીરિઝમાં 2-1 ની લીડ મેળવી ચૂક્યું હતું. સીરિઝ બરાબર કરવા માટે ટીમ ઇન્ડિયાને કોઈપણ કિંમતે અંતિમ મેચ જીતવાની જરૂર હતી. ભારત પોતાના ઉદ્દેશ્યમાં સફળ રહ્યું. મુલાકાતીઓએ ઓવલ ખાતે રમાયેલી મેચ 6 રનના નાના માર્જિનથી જીતીને સીરિઝ નો અંત 2-2 થી ડ્રો કર્યો હતો.

ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ

ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0 થી ક્લીન સ્વીપ પૂર્ણ કર્યું, વર્ષની તેમની એકમાત્ર ટેસ્ટ સીરિઝ જીતી હતી. પ્રથમ મેચ અમદાવાદમાં રમાઈ હતી, જ્યાં ભારતે કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 104) ની સદીઓને કારણે એક ઇનિંગ્સ અને 140 રનથી જીત મેળવી હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી. સીરિઝ ની બીજી અને અંતિમ મેચ દિલ્હીમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી જીત મેળવી હતી.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા

ભારતીય ટીમે આ વર્ષે બીજી વખત ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ રમી હતી પરંતુ આ વખતે તેની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચેમ્પિયન હતી. કોલકાતામાં રમાયેલી સીરિઝ ની પહેલી મેચ અત્યંત રોમાંચક હતી. દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારત પ્રથમ ઇનિંગમાં ફક્ત 189 રન જ બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં 153 રન બનાવીને ભારતને જીત માટે 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયા 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 30 રનથી મેચ જીતી લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ 2-0થી સીરિઝ જીતી હતી

સીરિઝની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 489 રન બનાવીને ભારત પર દબાણ બનાવ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 201 રન જ બનાવી શકી હતી. જોકે, દક્ષિણ આફ્રિકાએ ફોલો-ઓન કર્યું ન હતું. મુલાકાતી ટીમે પોતાનો બીજો ઇનિંગ 260 રન પર ડિકલેર કર્યો અને ભારતને માત્ર 140 રનમાં ઓલઆઉટ કરીને 408 રનથી મેચ જીતી લીધી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ 2-0થી સીરિઝ જીતી હતી.

આ પણ  વાંચો -Flashback 2025 : સ્મૃતિ મંધાનાના લગ્નથી લઈને એશિયા કપ ટ્રોફી સુધી, આ 5 વિવાદો હેડલાઇન્સમાં રહ્યા

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
આંતરરાષ્ટ્રીય

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

Editor By Editor 6 days ago
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?