સૌરવ ગાંગુલીએ 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને હાલના ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ સૌરવના આ દાવાનું કનેકશન લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ સાથે છે. સૌરવ ગાંગુલીએ કોલકાતાના લાલબજારમાં ઉત્તમ સાહા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભૂતપૂર્વ ક્રિકેટરનો આક્ષેપ છે કે સાહા દ્વારા તેમને લેક સ્ટેડિયમની ઘટનામાં જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં અફરાતફરી સર્જાઈ હતી ત્યારે ગાંગુલી પણ ત્યાં હતા તેવું કહી તેમના વિરુદ્ધ દુષ્પ્રચાર કરાયો. આના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
ઉત્તમ સાહા પર ગાંગુલીનો ગંભીર આક્ષેપ
ગાંગુલીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉત્તમ સાહાએ વારંવાર તેમની સામે ખોટા અને બદનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા, જેનાથી માત્ર તેમના વ્યક્તિગત ગૌરવને જ નુકસાન થયું ન હતું પરંતુ જાહેરમાં તેમના ચારિત્ર્ય અને પ્રતિષ્ઠાને પણ બદનામ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ક્રિકટરે આક્ષેપ કર્યો કે ઉત્તમ સાહાએ આ બધું જાણી જોઈને અને હેતુપૂર્વક કર્યું હતું. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને સાહાને કાનૂની નોટિસ મોકલી છે અને હવે તેમણે ₹50 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. ગાંગુલીએ કહ્યું છે કે આ આરોપોનો કોઈ તથ્યપૂર્ણ આધાર નથી અને તેનો ખોટી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે.
સૌરવ ગાંગુલીએ કરી સ્પષ્ટતા
નોંંધનીય છે કે કોલકાતામાં લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધી ફેલાઈ હતી. મેસ્સી ભારત મુલાકાત હેઠળ પ્રથમ દિવસે સોલ્ટ લેક સ્ટેડિયમમાં હાજરી આપી હતી. ત્યારે અચાનક ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ કાર્યક્રમના આયોજક કર્તાની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના દરમિયાન સૌરવ ગાંગુલી ત્યાં હાજર હતો. આ મુદ્દે ભૂતપૂર્વ ક્રિકટરે સ્પષ્ટતા કરી કે ઘટનાના દિવસે તે સોલ્ટ લેક સ્ટેડિયમમાં હાજર હતો, પરંતુ તે એક અલગ વિસ્તારમાં હતો અને હંગામા વચ્ચે નિરાશ થઈને ચાલ્યો ગયો. ગાંગુલીએ એ પણ સ્પષ્ટતા કરી કે તે કાર્યક્રમમાં ફક્ત મહેમાન તરીકે હાજરી આપી હતી અને તેનો લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી.
આ પણ વાંચો : Jasprit Bumrah થયો લાલઘૂમ, એક ફેનનો ગુસ્સામાં મોબાઈલ છીનવીને ફેંકી દીધો, VIDEO VIRAL


