ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝ ની અંતિમ મેચ 30 રનથી જીતીને સીરિઝ 3-1થી પોતાના નામે કરી લીધી. ટોસ હાર્યા બાદ, ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને હાર્દિક પંડ્યા અને તિલક વર્માની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 232 રન બનાવવામાં સફળ રહ્યું. લક્ષ્યનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી પરંતુ વચ્ચેની ઓવરમાં વિકેટ ગુમાવી દીધી, 20 ઓવરમાં માત્ર 201 રન જ બનાવી શક્યું. આ ટીમ ઇન્ડિયાની આ ફોર્મેટમાં આઠમી દ્વિપક્ષીય સીરિઝ છે, જે તેમણે T20 વર્લ્ડ કપ 2024 પછી જીતી હતી.
વરુણ ચક્રવર્તી અને બુમરાહની શાનદાર બોલિંગ
વરુણ ચક્રવર્તી અને બુમરાહએ પોતાની બોલિંગ કુશળતા દર્શાવી. ભારત સામેની છેલ્લી T20Iમાં 232 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જોડી ક્વિન્ટન ડી કોક અને રીઝા હેન્ડ્રિક્સે ધમાકેદાર શરૂઆત આપી, જેનાથી ટીમનો સ્કોર પ્રથમ છ ઓવરમાં 67 રન પર પહોંચી ગયો. ભારતને પહેલી સફળતા ત્યારે મળી જ્યારે વરુણ ચક્રવર્તીએ રીઝા હેન્ડ્રિક્સને 13 રન પર આઉટ કર્યો. ત્યારબાદ, ડેવાલ્ડ બ્રેવિસે ક્વિન્ટન ડી કોક સાથે મળીને રન રેટ સ્થિર રાખ્યો, અને માત્ર 23 બોલમાં બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી. જસપ્રીત બુમરાહે ક્વિન્ટન ડી કોકને 65 રન પર આઉટ કરીને ભારત માટે આ ખતરનાક ભાગીદારી તોડી.
અર્શદીપ અને હાર્દિકે એક-એક વિકેટ લીધી
દક્ષિણ આફ્રિકાની ટીમની વિકેટો ઝડપથી પડવા લાગી, જેમાં અડધી ટીમ 135 રનના સ્કોરે પેવેલિયનમાં પાછી ફરી ગઈ. આમાં આફ્રિકન કેપ્ટન એડન માર્કરામની વિકેટ પણ શામેલ છે જે ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચમાં 20 ઓવરમાં ફક્ત 201 રનના સ્કોર સુધી પહોંચી શકી. બીજી તરફ, ટીમ ઈન્ડિયા તરફથી વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહની અદ્ભુત બોલિંગ જોવા મળી. ચક્રવર્તીએ 4 ઓવરમાં 53 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે બુમરાહે 4 ઓવરમાં ફક્ત 17 રન આપીને 2 વિકેટ લીધી. આ ઉપરાંત, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા.
” style=”text-align: justify; position: static; visibility: visible; width: 550px; height: 826px; display: block; flex-grow: 1;” data-tweet-id=”2002069216258896092″>
હાર્દિક અને તિલકનું શાનદાર પ્રદર્શન
આ મેચમાં ટીમ ઈન્ડિયાના તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું. ત્રીજા નંબરે બેટિંગ કરતા તિલક 42 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમ્યો, જ્યારે હાર્દિક પંડ્યાએ ખૂબ જ આક્રમક બેટિંગ શૈલી દર્શાવી, માત્ર 25 બોલમાં 63 રન બનાવ્યા. સંજુ સેમસનએ પણ 37 અને અભિષેક શર્માએ 34 રન બનાવ્યા.
આ પણ વાંચો –


