ભારતના સ્ટાર બોક્સર નિશાંત દેવે પ્રોફેશનલ બોક્સિંગમાં પોતાનો અણનમ જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે નિશાંત દેવે ઘાનામાં આયોજિત વર્ષના પાંચમા મુકાબલામાં તાંઝાનિયાના બોક્સરને હરાવ્યો છે. તે અગાઉ 2024 પેરિસ ઓલિમ્પિકમાં હેડલાઇન્સમાં ચમક્યો હતો.
અમેરિકાની બહાર આ પહેલો મુકાબલો
નિશાંતે ચોથા રાઉન્ડના નોકઆઉટ પંચથી તાંઝાનિયાના અલી મ્બુક્વાને હરાવ્યો છે. આ વર્ષે નિશાંતનો આ ત્રીજો નોકઆઉટ વિજય થયો છે. એકંદરે, તેણે અત્યાર સુધીના તમામ પાંચ મુકાબલા જીત્યા છે. તે તેની શ્રેણીના ટોચના બોક્સરોમાંનો એક છે. યુનાઇટેડ સ્ટેટ્સની બહાર આ નિશાંતનો પહેલો મુકાબલો હતો, અને ભારતીય બોક્સર સરળતાથી જીત સુધી પહોંચી ગયો હતો.
વિરોધીઓને ખાતું પણ ના ખોલવા દીધું
નિશાંત દેવ 2025 માં અપરાજિત રહ્યો છે. તેણે નોકઆઉટ દ્વારા ત્રણ મુકાબલા, અને જજની સર્વસંમતિથી બે મુકાબલા જીત્યા છે તેણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્લોરિડા, ટેક્સાસ, નેવાડા અને ન્યુ યોર્ક સિટીમાં તેના છેલ્લા ચાર મુકાબલા લડ્યા હતા. તેનું આ દમદાર પ્રદર્શન ઘાનામાં પણ ચાલુ રહ્યું હતું.
થોડા અંતરથી મેડલ ચૂકી ગયો
71 કિગ્રા વજન વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં મેક્સિકોના માર્કો વર્ડે સામે હાર્યા બાદ તે મેડલ મેળવવાથી થોડા અંતરે ચૂકી ગયો હતો. નલમાં વિવાદાસ્પદ અલીયલ ગુર્બાનાલીવનો સમાવેશ થતો હતો. તે 1-4થી મુકાબલો હારી ગયો.


