વિજય હજારે ટ્રોફી 2025-26 24 ડિસેમ્બરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓ રમતા જોવા મળશે. વિરાટ કોહલી 15 વર્ષ પછી વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા જોવા મળશે.
દિલ્હીની ટીમ આ ટુર્નામેન્ટમાં આંધ્રપ્રદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. આ મેચ 24 ડિસેમ્બરે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રમાશે. વિરાટ કોહલી પાસે આ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.
સચિનના ક્લબમાં જોડાઈ શકે છે વિરાટ કોહલી
લિસ્ટ A ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમને 538 ઈનિંગમાં 21,999 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 329 ઈનિંગમાં 15,999 રન બનાવ્યા છે. તે લિસ્ટમાં બીજા ક્રમે છે. આંધ્રપ્રદેશ સામેની મેચમાં એક રન બનાવતાની સાથે જ તે લિસ્ટ A ક્રિકેટમાં 16,000 રન પૂર્ણ કરશે. તે લિસ્ટ A ક્રિકેટમાં ભારત માટે 16,000 કે તેથી વધુ રન બનાવનાર સચિન પછી બીજો ખેલાડી બનશે. રોહિત શર્મા 338 ઈનિંગમાં 13,578 રન સાથે લિસ્ટમાં ત્રીજા નંબરે છે. 421 ઈનિંગમાં 15,622 રન બનાવનાર સૌરવ ગાંગુલી લિસ્ટમાં ચોથા નંબરે છે.
લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
સચિન તેંડુલકર – 21999 રન (538 ઈનિંગ)
વિરાટ કોહલી – 15999 રન (329 ઈનિંગ)
રોહિત શર્મા – 13758 રન (338 ઈનિંગ)
સૌરવ ગાંગુલી – 15622 રન (421 ઈનિંગ)
શિખર ધવન – 12074 રન (298 ઈનિંગ)
વિરાટ કોહલીનું લિસ્ટ A ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
વિરાટ કોહલીને દિલ્હીની વિજય હજારે ટ્રોફી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે બેંગલુરુ અને અલુરમાં રમાશે. વિરાટ કોહલી બેંગલુરુમાં પ્રથમ બે મેચમાં રમતો જોવા મળશે. લિસ્ટ A ક્રિકેટમાં તેને 329 ઈનિંગમાં 57.34 ની એવરેજથી 15,999 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલી 57 સદી અને 84 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. તાજેતરમાં વિરાટે સાઉથ આફ્રિકા સામેની ત્રણ વનડે મેચમાં જબરદસ્ત ફોર્મ દર્શાવ્યું હતું, જેમાં 151 ની એવરેજથી 302 રન બનાવ્યા હતા, જેમાં સતત 2 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. તેની હાજરી દિલ્હીને અત્યંત મજબૂત બનાવી રહી છે.
આ પણ વાંચો: 1 ઓવરમાં હેટ્રિક સહિત લીધી 5 વિકેટ, T20Iમાં સ્ટાર ખેલાડીએ પહેલી વાર હાંસલ કરેલી આ ઐતિહાસિક સિદ્ધિ


