IPL 2026 પહેલા RCBની મુશ્કેલી વધી ગઈ છે. કોર્ટે ટીમના એક સ્ટાર ખેલાડીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. સ્ટાર બોલર યશ દયાલ પર સગીર છોકરી પર રેપ કરવાનો આરોપ છે. જયપુરની એક POCSO કોર્ટે હવે સ્ટાર બોલરને ઝટકો આપ્યો છે, તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. IPL 2026 પહેલા RCB માટે આ ખરાબ સમાચાર છે.
RCB સ્ટારની મુશ્કેલીઓ વધી
જયપુર મેટ્રોપોલિટન કોર્ટ (POCSO કોર્ટ-3) ના ન્યાયાધીશ અલકા બંસલના આદેશ મુજબ રેકોર્ડ પરના પુરાવાઓ એ સાબિત કરતા નથી કે યશ દયાલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. તેથી કોર્ટે તેમને આગોતરા જામીન આપ્યા ન હતા. સ્ટાર ખેલાડી યશ દયાલે 2025માં RCB માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
યશ દયાલને IPL 2026 માટે પણ ફ્રેન્ચાઈઝ દ્વારા રિટેન કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ તેમને આગામી સીઝન માટે 5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેને IPL 2025માં 15 મેચમાં 13 વિકેટ લીધી હતી. 2024માં તેને 14 મેચમાં 15 વિકેટ લીધી હતી.
સ્ટાર ખેલાડીના વકીલે શું કહ્યું?
યશ દયાલના વકીલે જણાવ્યું હતું કે તે છોકરીને ફક્ત જાહેર સ્થળોએ જ મળ્યો હતો અને તેઓ ક્યારેય એકલા મળ્યા ન હતા. છોકરીએ પુખ્ત હોવાનો દાવો કર્યો, નાણાકીય મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને તેની પાસેથી પૈસા લીધા અને પછી વધુ માંગણી કરવાનું ચાલુ રાખ્યું.
IPL 2026 માટે RCB ની સંપૂર્ણ ટીમ
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, જેકબ બેથેલ, જોશ હેઝલવૂડ, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા, રસિક સલામ, અભિનંદન સિંહ, સુયશ શર્મા, વેંકટેશ ઐયર, મંગેશ યાદવ, જેકબ ડફી, જોર્ડન કોક્સ, સાત્વિક દેસવાલ, વિકી ઓસ્ટવાલ, કનિષ્ક ચૌહાણ અને વિહાન મલ્હોત્રા.
આ પણ વાંંચો: Shubman Gillને લઈને છલકાયું દિગ્ગજ ખેલાડીનું દુ:ખ, કહ્યું- ‘તેને ટીમમાં સ્થાન…’


