By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Editor
Last updated: 2026/02/06 at 2:58 PM
6 months ago
Share
 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
SHARE

કથા પ્રસાદ

મનોજ જોશી

“સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

“રામચરિત માનસ“ છુટતું નથી, એ આપણને છોડતું નથી

હનુમાનજીનો આશ્રય ખૂબ કરવો

આપણા ઉપકારોને યાદ રાખવા અને વેરીને ભૂલી જવા

 

શ્રીકૃષ્ણ પરમાત્માની રાજધાની દ્વારીકા નગરીમાં ગઇકાલે વિશ્વપ્રસિધ્ધ રામકથાકાર પ્રિય મોરારીબાપુની રામકથા  “માનસ કૃષ્ણાવતાર “નો શુભ-મંગલ પ્રારંભ થયો હતો. શારદાપીઠ દ્વારીકા અને જગદગુરૂ શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે દિપપ્રાગટય થયું હતું. આ અવસરે સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક સંતો-મહંતો ઉપસ્થીત રહયાં હતાં. જગદગુરુ સદાનંદજીએ પ્રારંભે પોતાના વકતવ્યમાં પ્રસન્નતા વ્યકત કરી હતી અને રામચરીત માનસમાં રામનામનો મહીમા કેવો અદભુત અને અનુપમ છે એ વિશે વેદાંમતમય વિચારોના આધારે સાત્વીક સમજણ આપી હતી.

પ્રિય બાપુએ આ રામકથા માટે બાળકાંડની આ ચોપાઇઓ નિશ્ચીત કરી હતી તેમજ કથાનો કેન્દ્રીય વિષય  “માનસ કૃષ્ણાવતાર “ રાખ્યો હતો.

જબ જદુવંશ કૃષ્ણ અવતારા !

કોઇહિ હરન મહા મહિભારા !!

કૃષ્ણ તનય હોઇહિ પતિ તોરા !

બચનું અન્યથા કોઇ ન મોરા !!

રામકથાના પ્રેમસંવાદમાં પ્રિય બાપુએ કહયું કે આજથી નવ દિવસ માટે કૃષ્ણની દ્વારીકાનગરીમાં રામગાન કરીશું અને કથાનો કેન્દ્રીય વિષય  “માનસ કૃષ્ણાવતાર “ વિશે સંવાદ કરીશું મને ઘણાં લોકોએ કહયું કે, બાપુ રામનામ-રામનામનો મહિમા એ વિશે વાત કરજો, પણ મને કૃષ્ણાવતાર વિશે વાત કરવાનું મન છે અને રામનામનો મહીમાએ વિશે જગદગુરૂ ભગવાને સરસ વાત કહી અને એ તો વેદાંતના માણસ એટલે વેદાંત વિચારધારા વાટે કેટલી સુંદર રીતે રામનામના મહીમા વિશે વાત કરી. આ રામકથા આ દિવસોમાં પાલીતાણામાં થવાની હતી. પણ જોગ, લગન, ગૃહ, વાર, તીથી વિગેરે અનુકુળ ન થયા તો એ કથા એપ્રીલમાં પાલીતાણામાં થશે. અને મે જામનગર વિનુભાઇને વાત કરી, મનોરથી પુર્ણીમાબેનને પુછયું તો એમણે કહયું કે બાપુ તમે કહો એમ… અને મે ભરતભાઇ (વીરપુર) અને ચીમનભાઇને વાત કરીકે દ્વારીકામાં કથા ગાવી છે, દિવસો ઓછા છે! અને એ સૌએ પણ કીધુ કે બાપુ, અઢાર-ઓગણીસ દિવસતો ઘણાં છે, આઠ દિવસમાં અમે બધી તૈયારી કરી શકીશુ, અને એ રીતે આજથી આ રામકથાનું ગાન કરીશું. હું મારી ખુબજ પ્રસન્નતા વ્યકત કરૂ છું કે, આટલા ઓછા દિવસોમાં આપ સૌ કાર્યકર્તાઓએ ખુબ સારી વ્યવસ્થા સાથે આ શકય બનાવ્યું છે. કથાના નિમીત માત્ર મનોરથી ડો.પુર્ણીમાબેન જેઠવાએ પોતાનો હૃદયભાવ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, હું બાપુની કૈલાસ કથામાં ગઇ હતી. અને મે મહાદેવને પ્રાર્થના કરી હતી કે, મારે ત્યાં રામકથાનો આવો માંડવો કયારે બંધાશે? અને મહાદેવની કૃપા થઇ, પૂ.બાપુનો પ્રેમ મળ્યો, આપ સૌ આવ્યા, મારૂ જીવન ધન્ય થયું.

કથા સંવાદને આગળ ધપાવતા પ્રિયબાપુએ કહયું કે માનસના મંગલાધરણના સાત મંત્રોમાં તલગાજરડાને આચરણના સંકેતો દેખાય છે. હનુમાનજીની જીજ્ઞાસા અને વાલ્મીકીજીનો આર્તનાદ આપણા આચરણમાં આવે તો જીવન સાર્થક થઇ જાય. આપણે સૌએ એ આચરણમાં જવું પડશે. વિવેક, વિનય અને માતૃત્વનો ગુણ આપણાં આચરણમાં આવે, સીતાજીની વંદના કરતા તુલસીજી મને અને તમને એ વિનય-વિવેક આચરણમાં આવે એની હિમાયત કરે છે. “રામચરીત માનસ “ છુટતુ નથી અને એ પણ આપણને છોડતું નથી. “સ્વીકાર “ એ એક મોટો મહામંત્ર છે. અને આપણા ઉપર જેણે જેણે ઉપકાર કર્યો હોય એને યાદ રાખવા જોઇએ. સ્વામી સચ્ચીદાનંદજી (દાંતાલી આશ્રમ) એ હમણા એક સુંદર પુસ્તક લખ્યું છે  “મારા ઉપકારો “ એમાં સ્વામીજીએ દરેકને યાદ કર્યા છે. એના જીવનમાં જે જે લોકો એમને ઉપકારક બન્યા એમના વિશે એ સૌને યાદ કરીને એમણે લખ્યું છે તો બાપ, આપણા ઉપકારોને યાદ રાખવા અને વેરીને ભૂલી જવા.

 

 

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો
ગુજરાતરાજકોટ

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

Editor By Editor 6 days ago
સ્ટાફની અછત વચ્ચે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ડ્યુટી સોંપતા નારાજગી
નર્મદા કોર્ટની સજા સામે રાહત આપવા ધારાસભ્ય ચૈતર વસાવાની HCમાં અરજી
શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?