By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Editor
Last updated: 2026/05/04 at 5:15 PM
3 months ago
Share
 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
SHARE

કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

ઘણા લોકો ‘સામે’ આવે છે, પણ સન્મુખ નથી થતાં!

ભાગવદ અને ભાગિરથિની ભૂમિ શુક્રતાલ (ઉત્તરપ્રદેશ)માં રામકથા ‘માનસ સુકતાલ’નો મંગલ-દિવ્ય શુભારંભ

સુકદેવજી ચિરંજીવી નથી, અમર છે, અક્ષય છે

 

રામચરિત માનસની નીચેની પંકિતઓને કેન્દ્રસ્થ પ્રિય બાપુની રામકથા ‘માનસ સુકતીર્થ’નો શનિવારે દિવ્ય-મંગલ શુભારંભ થયો હતો.

સુક સનકાદિ ભગત મુનિ નારદ,

જે મુનિબર બિગ્યાન બિસારદ

સુક સનકાદિ સિધ્ધ મુનિ જોગી

નામ પ્રસાદ બ્રહ્મસુખ ભોગી

પૂંછિહુ રામકથા અતિ પાવનિ

સુક સનકાદિ સંભુ મન ભાવનિ

 

પ્રથમ દિવસ (શનિવાર)ની કથાના પ્રેમસંવાદમાં બાપુએ કહ્યું હતું કે આ ભાગવદ અને ભાગિરથિની ભૂમિ, સૂકદેવજીની ભૂમિ પર આજથી કથાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે નિમિતે માત્ર મનોરથિ પરિવાર અને જે લોકો આ કથાની સેવામાં જોડાયા છે તે સૌ પ્રત્યે મારી પ્રસન્નતા પ્રગટ કરૂ છું. બાપ, ખુશ રહો, ખુશ રહો….મૂળ આ દિવસોમાં રામકથા ઇજિપ્તની ભૂમિ પર યોજાવાની હતી પરંતુ આજકાલ વિશ્વની દુનિયાની યુધ્ધમય સ્થિતિ જોતાં આ શુક્રતાલની ભૂમિ પર કથાગાન નિશ્ચિત થયું.

મહાભારતમાં શાંતિપર્વના મોક્ષધર્મના પ્રકરણમાં ખુદ વેદ વ્યાસજી સુકદેવજી વિશે સંવાદ કરે છે. ઉપરાંત અન્યાય ગ્રંથોમાં પણ સુકદેવજીનો મહિમા ગવાયો છે. આપણે ત્યાં ઘણા લોકો ચિરંજીવી હોય છે, પણ ચિરંજીવી હોય એ બધાં જ અમર નથી દિર્ઘાયુ છે. ઘણા ચિરંજીવીઓ ઇચ્છા મૃત્યુ ધારી પણ છે. સુકદેવજી અમર છે, અક્ષય છે મને અહીંના દંડીસ્વામીજી (જે હવે નથી-બ્રહ્મલીન થયા છે) એ કહ્યું હતું કે બાપુ, આજે પણ ઘણા-ઘણા સાધકો-મહાત્માઓ સંતોને સુકદેવજીના દર્શન થાય છે અને એ કોઇ ચમત્કાર કે પરચા નથી. અધ્યાત્મ જગતમાં આ શકય છે. પ્રત્યક્ષ સેવા સંદર્ભે કહુ તો કોઇ સાધુ-બુધ્ધ પુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે પણ ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી! આપણે કોઇ મૂર્તિની પ્રત્યક્ષ સેવા કરીએ છીએ ત્યારે એ મૂર્તિમાં રહેલા કોઇ પરમતત્વને યાદ કરીને સેવા-પૂજા થાય છે જયારે કોઇ સાધુ કે બુધ પુરૂષની આપણે પ્રત્યક્ષ સેવા કરી શકીએ છીએ.

રામકથાના બીજા દિવસે-ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતાં પ્રિય બાપુએ કહ્યું કે ઉપનિષદમાં એક મંત્ર છે, જેમાં સૂકદેવજીનું સંપૂર્ણ દર્શન સમાયુ છે. એ મંત્રમાં જે જે દર્શાવાયુ છે એ સર્વ ગુણ સુકદેવજીમાં આપણને દર્શિત થાય છે. આપ સૌ પણ એ મંત્ર મારી સાથે ગાઓ-પઠન કરો….

ગગનસિધ્ધાંત : અમૃત કલ્લોલ નહિ

અક્ષય નિરંજનમ નિ:સંશય ઋષિ

નિર્વાણો દેવતા નિષ્કુલ પ્રવૃતિ

નિષ્કેવલમ જ્ઞાનમ ઉધર્વામનાય : નિરાલમ્બ પીઠ અર્થાત સુકદેવજી આકાશની જેમ અસિમ છે. આપણા શાસ્ત્રોમાં ભાષાની પ્રકારો છે. આધિભાષા, ઉપાધિભાષા, વ્યાધિભાષા અને સમાધિ ભાષા, કબીર સાહેબની ભાષા સમજવા માટે સાધુ સંહિતા સમજવી પડે છે. કબીર લખે કે કબીર સાહબની ઉલટી બાની, બરસે કંબલ ભીગે પાની, હવે આનો અર્થ શું? કંબલ એટલે કે ધાબળા વરસે અને પાણી ભીંજાય! એટલે કે કમજલમ બલમ યસ્ય…કમ-બલ કંબલ એટલે આંખના અશ્રુ અને આ આંસુઓ આપણા હાથથી લૂછીએ એ હાથ ભીંજાય છે એ અર્થમાં ભીગે પાની!

 

કથારત્નો

(૧) ભાગવદ મારો વિષય નથી, વિશ્વાસ છે

(૨) મારી પાસે ‘ડિગ્રી’ નથી, હું તો તમારી ‘બીગડી’ સુધારવા આવ્યો છું

(3) સંસ્કૃત ગિરા (વાણી) છે, ભાષા નથી

(૪) સાધુને કોઇ પરિજન નથી હોતા એને માટે સૌ પ્રિયજન છે

(૫) એક ભાઇનો પ્રશ્ન છે: બાપુ, ત્રિભુવનદાદા સંસ્કૃત જાણતા હતાં? જવાબ : સંસ્કૃત જાણતા હતા કે નહી એની ખબર નથી, પણ સંસ્કૃત એને જાણતું હતું!!!

 

‘માનસ મશાલ’ વિશે કથાગાન કરવાનો મનોરથ છે….

કથા સંવાદ દરમ્યાન કબીર સાહેબનો સંદર્ભ આવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે મારે ‘માનસ મશાલ’ને કેન્દ્રમાં રાખીને એક કથાગાન કરવાનો મનોરથ છે અને એ કથા કાશી-વારાણસીમાં ગાશું. કબીર સાહેબ જે મશાલ લઇને નિકળ્યા હતા. જે સાધુકડી બોલીમાં કબીર સાહેબ બોલ્યા છે. કબીર ખૂબ યાદ આવે છે. તો મશાલ વિશે કથાગાન કરવું છે. નેવું ટકા પાક્કું, કયારે થાય એ હરિ ઇચ્છા….

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત
ગુજરાતરાજકોટ

રાજકોટના ૯ ઉદ્યોગપતિઓ પાસે ૧૦૦૦ કરોડથી વધુની મિલકત

Editor By Editor 3 days ago
ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન
જોહર કાર્ડસમાં ફ્રેન્ડશીપ દિવસ અંતર્ગત ગીફટ, બેલ્ટનો ખજાનો
રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?