By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: આંગડીયા લૂંટનો માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર આશુ આગ્રાથી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

આંગડીયા લૂંટનો માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર આશુ આગ્રાથી ઝડપાયો

Editor
Last updated: 2026/11/24 at 2:41 PM
2 hours ago
Share
આંગડીયા લૂંટનો માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર આશુ આગ્રાથી ઝડપાયો
SHARE

આંગડીયા લૂંટનો માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર આશુ આગ્રાથી ઝડપાયો

યુપીના કુખ્યાત ગેંગસ્ટર આશુ અયુબ સહિત બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા; 23 ગંભીર ગુનામાં સંડોવણી, વેશપલટો કરી ઇન્દોરમાં છુપાયો હતો, મથુરા ઘરે આવતાં જ પોલીસે પાથરી જાળ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના સામાકાંઠે પેડક રોડ પર આવેલી પ્રાઇમ આંગડીયા પેઢીમાં ધોળા દિવસે થયેલી રૂ.19 લાખની સનસનાટીભરી લૂંટના પ્રકરણમાં શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ લૂંટના મુખ્ય સૂત્રધાર અને ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર આશમહમદ ઉર્ફે આશુ અયુબ કુરેશી સહિત બે આરોપીઓને ઉત્તરપ્રદેશના આગ્રાથી ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે આશુને આશરો આપનાર અને લૂંટ બાદ આરોપીઓને મદદ કરનાર વિજયકુમાર સુરેશચંદ્રને પણ પોલીસે સકંજામાં લીધો છે. આશુ સામે ગેંગસ્ટર એક્ટ, હત્યા, લૂંટ અને જીવલેણ હુમલા સહિતના 23 ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી વેશપલટો કરીને ઇન્દોરમાં છુપાઈ રહેલો આશુ મથુરા પોતાના ઘરે આવતાં જ પોલીસની જાળમાં ફસાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ન્યુ જાગનાથ-23માં વિષ્ણુ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્કેશભાઈ ગીરીશભાઈ દવે (ઉ.વ.45) પેડક રોડના ખૂણે પટેલ વાડી સામે આવેલી પ્રાઇમ આંગડીયા પેઢીમાં નોકરી કરે છે. તેઓ બનાવના દિવસે સવારે 10:35 વાગ્યે ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસ ખોલીને ખુરશી પર બેઠા હતા ત્યારે ભાવનગર રોડ તરફથી બાઈક પર આવેલા બે શખ્સો પારેવડી ચોક તરફ ગયા બાદ પરત ફરી ઓફિસની બહાર આવીને ઊભા રહ્યા હતા. તેમાંથી એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો, જ્યારે બીજો બાઈક ચાલુ રાખીને બહાર ઊભો રહ્યો હતો.
અંદર આવેલા શખ્સે બે લાખ રૂપિયાનું આંગડિયું કરાવવાનું હોવાનું કહી વાત શરૂ કરી હતી અને અચાનક જ રૂ.19 લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. અલ્કેશભાઈએ પ્રતિકાર કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન લૂંટારાએ રિવોલ્વર કાઢીને તેમના લમણે તાકી દેતાં તેઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ લૂંટારો રોકડ ભરેલો થેલો ઝૂંટવી બહાર નીકળ્યો હતો અને બાઈક પર તૈયાર ઊભેલા સાગરીત સાથે સંત કબીર રોડ તરફ ફરાર થઈ ગયો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અગાઉ રમઝાનઅલી ઉર્ફે રાજુ અને પ્રવીણ ખજીઓ સહિતના આરોપીઓને પશ્ચિમ બંગાળ અને મથુરાથી ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે, મુખ્ય સૂત્રધાર આશુ સહિતના આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા.
દરમિયાન પીએસઆઈ એસ.એમ. રાણા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આશુ મથુરા આવ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આગ્રા ખાતેથી આશમહમદ ઉર્ફે આશુ અયુબ કુરેશી (ઉ.વ.35) અને વિજયકુમાર સુરેશચંદ્ર (ઉ.વ.26)ને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં આશુ લાંબા સમયથી વેશપલટો કરીને ઇન્દોરમાં રહેતો હોવાનું અને મથુરા પોતાના ઘરે આવતાં જ પોલીસ ત્રાટકી હોવાનું જાણવા મળ્યું છે. લૂંટ બાદ આરોપીઓ દિલ્હી પહોંચ્યા ત્યારે વિજયે તેમને મદદ કરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
બંને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આંગડીયા લૂંટમાં સંડોવાયેલા અણ ઉર્ફે ઇલુ ખટીકની શોધખોળ હજુ ચાલુ છે. આ સફળ કામગીરીથી રાજકોટની ચકચારી લૂંટના ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે.

19 લાખની લૂંટનો ઘટનાક્રમ

* સ્થળ : પ્રાઇમ આંગડીયા પેઢી, પેડક રોડ.

* સમય : સવારે 10:35 વાગ્યા બાદ.

* લૂંટની રકમ : રૂ.19 લાખ.

* એક આરોપી ઓફિસમાં ઘૂસ્યો, બીજો બાઈક પર બહાર ઊભો રહ્યો.

* રિવોલ્વર લમણે તાકી રોકડ ભરેલો થેલો ઝૂંટવી ફરાર થયા.

ગેંગસ્ટર આશુનો ગુનાહિત ઇતિહાસ

* ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર.

* ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ ગુના નોંધાયેલા.

* હત્યા, લૂંટ અને જીવલેણ હુમલા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી.

* કુલ 23 ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.

* લાંબા સમયથી વેશપલટો કરીને ઇન્દોરમાં રહેતો હતો.

પોલીસનું ઓપરેશન સફળ

* એડિશનલ સીપી ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી.

* પીએસઆઈ એસ.એમ. રાણા અને ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી.

* મથુરા ઘરે આવતાં આશુને ઝડપી લીધો.

* આગ્રાથી આશુ અને વિજયકુમારની ધરપકડ.

* ટ્રાન્ઝિટ રિમાન્ડથી રાજકોટ લવાયા.

એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર

* આશુને આશરો આપનાર શખ્સ પણ ઝડપાયો.

* લૂંટ બાદ દિલ્હીમાં આરોપીઓને મદદ કર્યાનું વિજયની પૂછપરછમાં ખુલ્યું.

* અગાઉ રમઝાનઅલી ઉર્ફે રાજુ અને પ્રવીણ ખજીઓની પણ ધરપકડ થઈ હતી.

* અણ ઉર્ફે ઇલુ ખટીક હજુ ફરાર.

* ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસની શોધખોળ યથાવત.

 

You Might Also Like

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર

 PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર

ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં
ગુજરાતરાજકોટ

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Editor By Editor 1 day ago
રાજકોટ PDU સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અને PM-JAY યોજનાના અમલીકરણને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ
લાઠીના અડતાળા ગામે ઉપસરપંચની દાદાગીરી મામલે ૩ આરોપી ઝડપાયા
ડુંગળીના પાક પર ગરમી અને રોગના માર, ભાવ વધ્યા છતાં ખેડૂતોની આવક ઘટવાની ભીતિ
જેતપર નજીક ભાવનગર-પોરબંદર ટ્રેન અડફેટે બે સિંહણના મોત નિપજયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?