વેરાવળના છાત્રએ મેડિસીન અભ્યાસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
અગ્ર ગુજરાત, વેરાવળ
વેરાવળની ડો. ડિમ્પલ અજયભાઈ તન્ના એ એમડી ઇમજન્સી મેડિસિનમાં દિલ્હી-એનસીઆર નો ગાઝિયાબાદમાં આવેલી સંતોષ મેડિકલ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ડો.ડિમ્પલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વેરાવળની દર્શન સ્કૂલમાં વિઠલાણી ના માર્ગદર્શન હેઠળ મેળવેલ અને ભુજની ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માંથી એમબીબીએસ કર્યું હતું. કોવિડના સમયમાં વેરાવળ અને ઉના સરકારી હોસ્પિટલમાં કોવિડ સેવા આપી હતી. દર્શન શાળાના સંચાલક ભુપેન્દ્રભાઈ વિઠલાણી એ જણાવેલ કે, ડો. ડિમ્પલે શાળાની સાથે રઘુવંશી સમાજ અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા સહિત ના સભ્યો એ આવકાર્ય છે.


