By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગંગાજીના અવતરણનું પાવન પર્વ : ગંગા દશહરા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગંગાજીના અવતરણનું પાવન પર્વ : ગંગા દશહરા

agragujaratnews
Last updated: 2024/06/06 at 4:41 AM
2 years ago
Share
ગંગાજીના અવતરણનું પાવન પર્વ : ગંગા દશહરા
SHARE

  • ગંગા સ્વર્ગલોકથી ઊતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયિની કહેવામાં આવે છે

મોક્ષદાયિની ગંગાનું સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણનું પાવન પર્વ એટલે ગંગા દશહરા (દશેરા). ગંગા ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક અને કુદરતની મૂલ્યવાન સંપદા પણ છે. પતિતપાવની ગંગાનું મૂલ્ય શબ્દોમાં જેટલું આંકીએ તેટલું ઓછું છે. પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ, સમૃદ્ધિ અને શીતળતા આપનાર ગંગા માત્ર પૃથ્વીને હરિયાળી નથી કરતી, પણ ધાર્મિક દૃષ્ટિએ પણ તેની મહત્તા અનેરી છે. ગંગાની મહત્તાનું પ્રમાણ વાલ્મીકિનાં કાવ્ય, બુદ્ધ-મહાવીરના વિહાર અને કબીરની વાણી, તુલસીની રચના વગેરેમાં જોવા મળે છે.

જીવમાત્રના કલ્યાણ હેતુ જેઠ વદ દસમના શુભ દિવસે સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું. ગંગાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દૃષ્ટિએ અનેરું મહત્ત્વ છે. તુલસીદાસે ગંગા નદીના કિનારે જ એક કુટિર બાંધીને રામચરિત માનસની રચના કરી હતી. તુલસીદાસના ગંગાપ્રેમને લીધે જ બનારસના ગંગાઘાટને તુલસીદાસ ઘાટ કહેવામાં આવે છે. ભર્તૃહરિ, આદિ શંકરાચાર્ય, કવિ રહીમે પણ ગંગાનાં ગુણગાન ગાયાં છે. કવિ કાલિદાસે લખ્યું છે કે, `ગંગા વિના હિમાલયની કલ્પના જ ન કરી શકાય.’ રઘુવંશમમાં નદીના અલૌકિક સૌંદર્ય પર સાત ઉપમા આપી છે. બાણભટ્ટે પણ ગંગા નદીની યશગાથા ગાઈ છે.

શ્રીમદ્ ભગવદ્ પુરાણ, મહાભારત, રામાયણ વગેરે મહાન ગ્રંથોમાં પણ ગંગાનો મહિમા ગાવામાં આવ્યો છે.

ગંગા અવતરણની કથા

ગંગા અવતરણનો ઉદ્દેશ જ માનવજાતના ઉદ્વાર માટે થયો હતો. અયોધ્યાના રાજા સગરે એક વાર અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ઘોડાને ભ્રમણ કરવા માટે છોડી દીધો. ઘોડાની રક્ષા કરવા માટે તેમણે તેમના 60 હજાર પુત્રોને પણ સાથે મોકલ્યા ત્યારે ઈન્દ્રદેવે એક ષડ્યંત્ર રચ્યું અને તેમણે સગરના અશ્વમેધના ઘોડાને પકડાવીને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો ત્યારે સાઠ હજાર પુત્રો અશ્વને શોધતાં શોધતાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચે છે, રાજા ઈન્દ્રએ આ 60 હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી નાંખ્યા ત્યારે સગર રાજાએ તેમના પૌત્ર અંશુમાનને અશ્વની અને પુત્રોની ભાળ મેળવવા માટે મોકલ્યો. તે અશ્વની શોધમાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચી ગયો અને તેણે પોતાના અશ્વમેધના ઘોડાને ત્યાં ચરતો જોયો. તેણે સગર રાજાના પુત્રો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ તો બળીને ભસ્મ થઈ ગયા છે. કપિલ મુનિએ કહ્યું કે પતિતપાવની મોક્ષદાયિની ગંગા જ આ 60 હજાર પુત્રોનો ઉદ્ધાર કરી શકશે.

અંશુમાને ગંગાને ધરતી પર ઉતારવા માટે આકરું તપ શરૂ કર્યું, પણ ગંગા માતા પ્રસન્ન ન થયાં. ત્યારબાદ તેમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગા માતા પ્રસન્ન ન થયાં. ત્યારબાદ દિલીપના ધર્માત્મા પુત્ર ભગીરથે ગંગા માતાને રીઝવવા માટે આકરું તપ કર્યું અને ગંગા માતા પ્રસન્ન થયાં, પરંતુ ગંગાનો પ્રવાહ એટલો વેગીલો હતો કે જો પૃથ્વી પર પ્રવાહને ઝીલનાર કોઈ ન હોય તો ગંગા પૃથ્વીનું પડ તોડીને પાતાળમાં સમાઈ જાય અને પછી તે માનવજાતની ઉદ્ધારક ન બની શકે ત્યારે ભગીરથે ભગવાન શંકરને ગંગાને પોતાની જટામાં ઝીલવા માટે તપ કરીને પ્રસન્ન કર્યા અને શંકર ભગવાને જટામાં ગંગાને ઝીલી, તેથી શિવને ગંગાધરાય કે ગંગેશ્વર પણ કહેવાય છે.

ગંગા સ્વર્ગલોકથી ઊતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયિની કહેવામાં આવે છે, તેથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. તેમાં પણ ગંગા દશહરાના પર્વ પર તો ગંગાસ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ પર લાખોની સંખ્યામાં ભાવિકો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે અને મોક્ષની યાચના કરે છે.

કેવી રીતે કરશો ગંગા માતાનું પૂજન?

સ્વચ્છ, પવિત્ર કપડાં ધારણ કરીને સંકલ્પ સાથે દસ વખત ગંગામાં કે અન્ય પવિત્ર નદીમાં ડૂબકી લગાવો, પછી પિતૃતર્પણ કરો છે અને ઘી લગાવેલા કાળા, તલ નદીના જળમાં અર્પણ કરો. ત્યારબાદ માટી કે ધાતુની બનેલી ગંગા માતાની મૂર્તિનું ષોડ્શોપચારે પૂજન કરો, ત્યારબાદ સૂર્ય, શિવ, બ્રહ્મા, રાજા ભગીરથનું પણ ષોડ્શોપચારે પૂજન કરો. પૂજામાં જે પણ સામગ્રી લો તેનો આંક દસ રાખવો. આ રીતે દસ દીપક, દસ ફૂલ, દસ નૈવેદ્ય, દસ પાન, દસ બ્રાહ્મણને દાન આપો. તેમાં પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ સોળ મુઠ્ઠી તલ દાનમાં આપવાથી વધારે લાભ થાય છે. તદુપરાંત લોટમાંથી કે માટીમાંથી માછલી બનાવીને તેને જળમાં પ્રવાહિત કરી દેવાનું પણ વિધાન છે. પૂજા કર્યા બાદ દીપકને પણ જળમાં પ્રવાહિત કરી દો. ધર્મગ્રંથો અનુસાર ગંગાદશેરાના દિવસે જે વ્યક્તિ વિધિવિધાન સાથે અને ભાવપૂર્વક ગંગા માતાનું પૂજન કરે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને મોક્ષના અધિકારી બને છે. મનુષ્યને મુક્તિ અપાવનાર ગંગા અતુલ્ય અને અણમોલ છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મોત : બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ
ગુજરાતરાજકોટ

ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મોત : બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ

Editor By Editor 3 days ago
હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
ગોંડલના યુવાનને નવ દિવસમાં લૂંટી ફરાર થઈ લૂંટેરી દુલ્હન : 3.50 લાખનો હાથફેરો
લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ૬૦ વર્ષની સફર ફરીથી જીવંત બનશે
વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?