By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: કષ્ટનું નિવારણ કરે છે મંગળવારનું વ્રત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કષ્ટનું નિવારણ કરે છે મંગળવારનું વ્રત

Last updated: 2025/04/10 at 7:53 AM
1 year ago
Share
કષ્ટનું નિવારણ કરે છે મંગળવારનું વ્રત
SHARE

પ્રાચીન સમયમાં ઋષિનગરમાં કેશવદત્ત નામનો બ્રાહ્મણ પત્ની અંજલિ સાથે રહેતો હતો. કેશવદત્તને ધન-સંપત્તિની કોઈ કમી નહોતી, બધા જ લોકો કેશવદત્તનું સન્માન કરતા હતા. તેને કોઈ વાતનું દુ:ખ નહોતું, પરંતુ પોતાને કોઈ સંતાન ન હોવાને કારણે કેશવદત્ત ખૂબ જ ચિંતિત રહ્યા કરતો હતો. પુત્ર-પ્રાપ્તિની ઈચ્છાથી બંને પતિ-પત્ની દરેક મંગળવારના દિવસે મંગળવારનું વ્રત કરતાં હતાં. આમ જ કેટલાંય વર્ષો વીતી ગયાં, પરંતુ તેમને સંતાનની પ્રાપ્તિ ન થઈ. કેશવદત્ત ખૂબ જ નિરાશ થઈ ગયા, પરંતુ તેમણે વ્રત કરવાનું ન છોડ્યું. થોડાક દિવસો પછી કેશવદત્ત પવનપુત્ર હનુમાનજીની સેવા કરવા માટે પોતાનું ઘરબાર છોડીને જંગલમાં જતાં રહ્યાં અને તેની પત્ની અંજલિ ઘરમાં જ રહીને મંગળવારનું વ્રત કરવા લાગી. આ પ્રમાણે બંને પતિ-પત્ની ઈચ્છાથી મંગળવારનું વિધિવત્ વ્રત કરવા લાગ્યાં.

એક દિવસ અંજલિએ મંગળવારનું વ્રત રાખ્યું હતું, પરંતુ કોઈ કારણસર તે દિવસે હનુમાનજીને ભોગ ન ધરાવી શકી અને સૂર્યાસ્ત બાદ ભૂખ્યા પેટે જ સૂઈ ગઈ. તેને આ બાબતનું ભાન થયું ત્યારે આગલા મંગળવારથી હનુમાનજીને ભોગ ધરાવ્યા વિના ભોજન નહીં કરવાનું પ્રણ લીધું. તે છ દિવસ સુધી ભૂખી-તરસી રહી અને સાતમા દિવસે મંગળવારે અંજલિએ હનુમાનજીની વિધિવત્ પૂજા-અર્ચના કરી, પરંતુ તે જ સમય દરમિયાન તે ભૂખી-તરસી રહેવાને કારણે બેભાન થઈ ગઈ. અંજલિની ભક્તિ જોઈને હનુમાનજી પ્રસન્ન થઈ ગયા અને તેને સ્વપ્નમાં આવીને કહ્યું, `ઊઠો પુત્રી! હું તારી પૂજાથી પ્રસન્ન થયો છું અને તને સુંદર અને સુયોગ્ય પુત્ર થવાનું વરદાન આપું છું.’ આટલું કહીને પવનપુત્ર અંતર્ધ્યાન થઈ ગયા. અંજલિએ ઊઠીને હનુમાનજીને ભોગ ધરાવ્યો અને પોતે ભોજન કર્યું.

હનુમાનજીની અનુકંપાથી થોડાક જ મહિનાઓ પછી અંજલિએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. મંગળવારે જન્મ થયો હોવાને કારણે તે બાળકનું નામ મંગળપ્રસાદ રાખવામાં આવ્યું. થોડાક જ દિવસોમાં કેશવદત્ત ઘરે પાછો ફર્યો. તેણે મંગળને જોઈને અંજલિને પૂછ્યું, `આ સુંદર બાળક કોનું છે?’ અંજલિએ ખુશ થઈને હનુમાનજીનાં દર્શન દેવાની અને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યાની આખી કથા કહી દીધી, પરંતુ અહીં કેશવદત્તને તેની વાત પર વિશ્વાસ ન બેઠો. તેના મનમાં એવો કલુષિત વિચાર આવી ગયો કે અંજલિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને પોતાના પાપને છુપાવવા જુઠ્ઠું બોલી રહી છે.

કેશવદત્તે તે બાળકને મારી નાખવાની યોજના બનાવી. એક દિવસ કેશવદત્ત સ્નાન કરવા માટે કૂવા પર ગયો મંગળ પણ તેની સાથે જ હતો. કેશવદત્તે અવસર જોઈને બાળક મંગળને કૂવામાં ફેંકી દીધો અને ઘરે આવીને એવું બહાનું બનાવ્યું કે મંગળ તો કૂવા પર મારી સાથે નથી પહોંચ્યો.

કેશવદત્તે આટલું કહ્યું કે ત્યાં જ મંગળ દોડતો દોડતો ઘરે આવી પહોંચ્યો. કેશવદત્ત બાળક મંગળને જીવતો જોઈને ખૂબ જ આશ્ચર્ય પામ્યો. તે જ રાત્રિએ હનુમાનજીએ કેશવદત્તને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે, `તમારા બંનેના મંગળવારના વ્રત કરવાથી પ્રસન્ન થઈને પુત્રજન્મનું વરદાન મેં પ્રદાન કર્યું હતું, તારી પત્નીએ તને સઘળી વાત કર્યા છતાં પણ તું તેને કુલટા શા માટે સમજે છે?’ સ્વપ્નમાંથી જાગ્યા પછી તરત જ પોતાની પત્ની અંજલિને જગાડીને તેની ક્ષમા માંગતાં પોતાને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યાંની વાત કરી. કેશવદત્ત હવે બાળક મંગળને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો. તે દિવસ પછી બધાં ખૂબ જ આનંદપૂર્વક રહેવા લાગ્યા.

મંગળવારનું વિધિવત્ વ્રત કરવાથી કેશવદત્ત અને તેના પરિવારના બધાં જ કષ્ટ દૂર થઈ ગયાં. આ રીતે જે પણ સ્ત્રી-પુરુષ વિધિવત્ રીતે મંગળવારનું વ્રત રાખે છે અને મંગળવારની વ્રતકથા સાંભળે છે. અંજનિપુત્ર હનુમાનજી તે બધાનાં કષ્ટોને દૂર કરીને ઘરને ધન-સંપત્તિના ભંડારથી ભરી નાખે છે.

You Might Also Like

પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ

રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ

રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ

ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?