By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોડલાધારમાં 10 માસની પુત્રીને તેડીને માતાએ કૂવામાં ઝંપલાવ્યું, બંનેનાં કરુણ મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ગોડલાધારમાં 10 માસની પુત્રીને તેડીને માતાએ કૂવામાં ઝંપલાવ્યું, બંનેનાં કરુણ મોત

Editor
Last updated: 2026/11/23 at 2:05 PM
2 hours ago
Share
ગોડલાધારમાં 10 માસની પુત્રીને તેડીને માતાએ કૂવામાં ઝંપલાવ્યું, બંનેનાં કરુણ મોત
SHARE

ગોડલાધારમાં 10 માસની પુત્રીને તેડીને માતાએ કૂવામાં ઝંપલાવ્યું, બંનેનાં કરુણ મોત

જસદણ પંથકમાં હૃદયદ્રાવક ઘટના : પતિને દોઢ વર્ષ પહેલાં પેરાલીસીસનો એટેક આવ્યા બાદ ભારતીબેન માનસિક ચિંતામાં રહેતાં હોવાની પરિવારજનોની વિગતો

આર્થિક સંકડામણ પણ કારણભૂત હોવાની આશંકા : માતા-પુત્રીના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પીએમ કરાયું : ચાર વર્ષના લગ્નજીવનનો કરુણ અંત

અગ્ર ગુજરાત, રાજકોટ

જસદણ પંથકના ગોડલાધાર ગામેથી માતૃત્વને પણ હચમચાવી દે તેવી કરુણ ઘટના સામે આવી છે. અહીં 26 વર્ષીય પરિણીતાએ પોતાની માત્ર 10 માસની માસૂમ પુત્રીને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું. માતા અને બાળકી બંનેના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એક તરફ પરિવારની લાડકી દીકરી અને બીજી તરફ હજી દુનિયાને બરાબર ઓળખી પણ ન શકેલી માસૂમ બાળકીના મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
મૃતક ભારતીબેનના પતિ સાગરભાઈને દોઢ વર્ષ પહેલાં મગજમાં ગાંઠનું ઓપરેશન કરાવ્યા બાદ પેરાલીસીસનો એટેક આવ્યો હતો. આ બીમારીને કારણે તેમના શરીરનું એક તરફનું અંગ કામ કરતું બંધ થઈ ગયું હતું. પતિની આવી સ્થિતિ બાદ ભારતીબેન સતત ચિંતામાં રહેતાં હોવાનું પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું છે. બીજી તરફ સારવાર પાછળ થયેલા ખર્ચને કારણે પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી બની હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોમાં ભવિષ્યની ચિંતા અને પારિવારિક પરિસ્થિતિના કારણે ભારતીબેને આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના ગોડલાધાર ગામે રહેતાં ભારતીબેન સાગરભાઈ ડાભી (ઉં.વ.26) ગઈકાલે બપોરના આશરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાની 10 માસની પુત્રી જેનીશા સાથે વાડીએ હતાં. આ દરમિયાન કોઈ કારણોસર ભારતીબેને માસૂમ પુત્રીને સાથે લઈને વાડીમાં આવેલા કૂવામાં ઝંપલાવી દીધું હતું. માતા-પુત્રી કૂવામાં પડ્યાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા સમજી આસપાસના ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. કૂવામાં માતા-પુત્રી પડી ગયાની જાણ થતાં બંનેને બચાવવા પ્રયાસો હાથ ધરાયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવામાં શોધખોળ કરી માતા અને પુત્રીના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે, તપાસ દરમિયાન માતા-પુત્રી બંનેનાં મોત નીપજ્યાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે હાજર પરિવારજનો અને ગ્રામજનો માટે આ દૃશ્ય અત્યંત હૃદયદ્રાવક બની રહ્યું હતું.
બનાવની જાણ થતાં જસદણ પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે જરૂરી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માતા-પુત્રીના મૃતદેહોને વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ કરાવી પોલીસે મૃત્યુના સંજોગો અંગે તપાસ આગળ ધપાવી છે.
પરિવારજનો પાસેથી મળેલી વિગતો મુજબ ભારતીબેનના પતિ સાગરભાઈને આશરે દોઢ વર્ષ પહેલાં મગજમાં ગાંઠ હોવાનું નિદાન થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ સારવાર દરમિયાન તેમને પેરાલીસીસનો એટેક આવ્યો હતો. પરિણામે તેમના શરીરનું એક તરફનું અંગ ખોટું પડી ગયું હતું. પતિની તબિયત અને તેમની સારવારની જવાબદારી વચ્ચે ભારતીબેન સતત ચિંતિત રહેતાં હોવાનું જાણવા મળ્યું છે. પતિની શારીરિક સ્થિતિને કારણે પરિવારના રોજિંદા જીવનમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
પતિની ગંભીર બીમારીની સારવાર પાછળ મોટો ખર્ચ થયો હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ પણ પહેલાં જેવી રહી નહોતી. એક તરફ પતિની બીમારી અને બીજી તરફ પરિવારના ભવિષ્યની ચિંતા વચ્ચે ભારતીબેન માનસિક તણાવ અનુભવતાં હોવાની વિગતો સામે આવી છે. આ તમામ પરિસ્થિતિઓના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ માત્ર પ્રાથમિક અનુમાન છે અને પોલીસ તમામ પાસાં તપાસી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતીબેનનું પિયર વિંછીયા તાલુકાના કંધેવાડીયા ગામે આવેલું છે. આશરે ચાર વર્ષ પહેલાં તેમના લગ્ન સાગરભાઈ સાથે થયા હતા અને લગ્નજીવનમાં 10 માસની પુત્રી જેનીશાનો જન્મ થયો હતો. જે બાળકીના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો, એ જ બાળકીનું માતા સાથે એકસાથે મોત થતાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતા-પુત્રીના સજોડે મોતના આ બનાવે ગોડલાધાર સહિત સમગ્ર જસદણ પંથકમાં અરેરાટી ફેલાવી છે. ચાર વર્ષ પહેલાં શરૂ થયેલા લગ્નજીવનનો આ રીતે કરુણ અંત આવતાં બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે

તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત

શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
ધર્મ

 કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
 ગાર્ડી વિદ્યાપીઠની ગૌરવપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ : એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજની GJHSR જર્નલને મળ્યો પ્રતિષ્ઠિત ISSN નંબર
 દિવાળી વેકેશન ફળ્યુ! STને રૂ.૪૦.૯૪ કરોડ, રેલવેને ૧૦૦ કરોડની આવક
 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
૨૦3૫માં વિશ્વમાં ધાર્મિક સમીકરણો બદલશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?