સાયલાના ચોરવીરાની સીમમાં ધમધમતી ગેરકાયદે ખાણ ખનીજો પર તંત્રના દરોડા
ડમ્પર સહિત રૂ.૪૦ લાખનો મુદામાલ જપ્ત કરાયો : ખનીજ માફીયાઓમાં ફફડાટ
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સાયલા પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુદામડાની સીમમાં થયેલી મોટી કાર્યવાહી બાદ હવે સાયલા પી.આઈ. વાય.જી. ઉપાધ્યાય અને તેમની ટીમે ચોરવીરાની સીમમાં ગેરકાયદેસર ખનન પર દરોડો પાડ્યો છે. ખનીજ તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે પોલીસે બાતમીના આધારે 13 કૂવાઓ દ્વારા થતી ચોરી ઝડપી પાડી અંદાજે 40 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
સાયલાના સુદામડા ની સીમ જમીનમાં રાજકોટ રેન્જ આઈ.જી ની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે બે ખાણમાંથી રૂપિયા 3.50 કરોડનો મુદ્દામાલ ઝડપી લઇ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી છતાં થતા વિસ્તારોમાં ખનીજ તંત્ર દ્વારા કોઈ રેડ કે કોઈ મોટી કાર્યવાહી ન થતા ખનીજ ચોરી લેફામ વધી રહી છે અને પોલીસ ખનીજ ચોરી અટકાવવા રાત દિવસ જન્મત ઉઠાવી રહી છે. સુદામડા ખનીજ ચોરીની કાર્યવાહી ખનીજ તંત્ર ફરી રહ્યો હતો.
આ દરમિયાન સાયલા પી.આઈ.જી ઉપાધ્યાય અને તેની ટીમને ચોરવીરા ની સીમ જમીનમાં ખનીજ ચોરી થતી હોવાની બાકીના આધારે રેડ કરી હતી.જેમાં ખનન કરેલા 13કુવા,13-કુવા, 02-ટ્રેક્ટર, 01-ડમ્પર, 01-કમ્પ્રેસર સ્થળ ઉપર રહેલ રાત્રે 45 ટન -કોલસો, 01-બકેટ, 04-પાઇપ સહિતની સામગ્રી અંદાજિત રૂપિયા 40 લાખ ન મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો હતો. આ બાબતે પોલીસે ખનીજ વિભાગને જાણ કરી વધુ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ખનીજ વિભાગ ઘટના સ્થળે પહોંચીને ખોદકામ કરેલા તેર કુવાનું સર્વે અને ખોદકામ કરી રહેલા શખ્સો ની તપાસ અને કાર્યવાહી શરૂ કરેલી હતી.


