By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ નજીક પેટ્રોલપંપ પર પૂરતું ડિઝલ નહી મળતા ખેડૂતોનો હંગામો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ નજીક પેટ્રોલપંપ પર પૂરતું ડિઝલ નહી મળતા ખેડૂતોનો હંગામો

Editor
Last updated: 2026/05/20 at 5:11 PM
1 day ago
Share
વેરાવળ નજીક પેટ્રોલપંપ પર પૂરતું ડિઝલ નહી મળતા ખેડૂતોનો હંગામો
SHARE

વેરાવળ નજીક પેટ્રોલપંપ પર પૂરતું ડિઝલ નહી મળતા ખેડૂતોનો હંગામો

ડિઝલ વિતરણમાં મનમાની કરાતી હોવાના જગતાતના આક્ષેપ : કારમાં માંગો એટલુ અને ખેડૂતોને ૫૦૦નું પણ નહી આપતા રોષ

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોની મનમાની સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વેરાવળ-કોડીનાર રોડ પર સોનારીયા ફાટક નજીક આવેલા વિકાસ પેટ્રોલિયમ ખાતે ખેડૂતો સાથે થયેલા ગેરવર્તનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે સામાન્ય ગ્રાહકો અને કારચાલકોને હજારો રૂપિયાનું ડીઝલ આપવામાં આવી રહ્યું હતું, જ્યારે ખેતી માટે અનિવાર્ય એવા ટ્રેક્ટરમાં ૫૦૦ રૂપિયાનું પણ ડીઝલ ભરવામાં આવતું ન હતું. પંપ કર્મચારીઓએ ખેડૂતોને “મર્યાદિત જથ્થો” હોવાનું કારણ આપી પરત મોકલવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ, તે જ સમયે કેટલાક ફોરવ્હીલ વાહનોમાં મોટા પ્રમાણમાં ડીઝલ ભરાતું જોઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખેડૂતો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવતા પંપ સંચાલક અને સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન કરાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ઘટનાસ્થળે ભારે બોલાચાલીનો માહોલ સર્જાયો હતો.

કેટલાક ખેડૂતોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેઓ પંપ સંચાલકો સામે ભેદભાવપૂર્ણ વર્તન અને દાદાગીરીના આક્ષેપો કરતા જોવા મળે છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીના કામકાજનો સમય ચાલી રહ્યો છે અને ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે.

આવા સમયે જો પેટ્રોલ પમ્પો મનસ્વી રીતે ડીઝલ આપવાનું બંધ કરશે તો ખેતી પર સીધી અસર પડશે. કેટલાક ખેડૂતોએ એ પણ આક્ષેપ કર્યો કે “ઓળખાણ અને પ્રભાવ” ધરાવતા લોકોને સરળતાથી ડીઝલ મળી જાય છે, જ્યારે સામાન્ય ખેડૂતને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં નિરાશ થવું પડે છે.

ઘટનાને પગલે જિલ્લા પુરવઠા વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે, ખેડૂતોમાં હજુ પણ રોષ યથાવત છે અને તેઓએ પારદર્શક વહેંચણી વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે.

હાલ જિલ્લામાં પેટ્રોલિયમની અછત વચ્ચે અનેક વિસ્તારોમાં લાંબી લાઈનો, મર્યાદિત વેચાણ અને ગ્રાહકો સાથે ગેરવર્તનની ફરિયાદો સતત સામે આવી રહી છે. સોનારીયા ફાટકની આ ઘટના ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછત અને પંપ સંચાલકોની મનમાનીનો એક જીવંત દાખલો બની છે.

You Might Also Like

વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી

જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી
રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી

Editor By Editor 6 hours ago
અલ્તાફ છ આંગળી ગેંગના 6 શખ્સો સામે ગુજસીટોકનો પ્રહાર
ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો
ન્યારી-૨ ડેમમાંથી સ્વખર્ચે માટી કાઢતા ખેડૂતોને રોકતા વિવાદ
ઉપલેટાના ખારચીયા ગામના ૧૬ સભ્યોને હાઇવે પરની હોટલમાં નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?