By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: એક દેશ, એક ચૂંટણી તરફ દેશની દોડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

એક દેશ, એક ચૂંટણી તરફ દેશની દોડ

Editor
Last updated: 2026/05/22 at 3:40 PM
2 months ago
Share
એક દેશ, એક ચૂંટણી તરફ દેશની દોડ
SHARE

ગુજરાતમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે ગરમાઈ ચર્ચા, સમિતિની ત્રણ દિવસીય બેઠક પૂર્ણ

એક દેશ, એક ચૂંટણી તરફ દેશની દોડ

2029માં કાયદો લાગૂ થાય તો 2034 સુધી લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાવાની શક્યતા

અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગાંધીનગર ખાતે વન નેશન, વન ઈલેકશન મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની ત્રણ દિવસીય ચર્ચા પૂર્ણ થઈ હતી. સમિતિએ ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષો, શિક્ષણજગત, ઉદ્યોગ ક્ષેત્ર, સહકારી સંસ્થાઓ અને મીડિયા પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન આ પ્રસ્તાવને લઈને સમર્થન અને વિરોધ બંને પ્રકારના મત સામે આવ્યા હતા.
સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને તેની મુદત 2032 સુધી રહેશે. જો વન નેશન, વન ઈલેકશન સંબંધિત કાયદો વર્ષ 2029માં લાગૂ થશે તો ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા તબક્કાવાર મર્જ થતી જશે અને વર્ષ 2034 સુધી દેશમાં લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તેવી શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે 2029 પહેલાં યોજાનારી તમામ ચૂંટણીઓ પાંચ વર્ષની મુદત માટે જ રહેશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આ વ્યવસ્થાથી સત્તાનું કેન્દ્રિકરણ વધવાની ભીતિ વ્યક્ત કરી હતી. જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે એકસાથે ચૂંટણી યોજાતા સત્તાધારી પક્ષને આર્થિક નિર્ણયો લેવામાં વધુ લાભ મળી શકે છે.
બીજી તરફ શિક્ષણ ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર અને ઉદ્યોગ સંસ્થાઓએ આ પ્રસ્તાવને મોટા ભાગે સમર્થન આપ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વારંવારની ચૂંટણીના કારણે પરીક્ષાઓ અને શિક્ષણકાર્યમાં વિક્ષેપ સર્જાય છે. અમૂલ અને ક્રેડાઈ સહિતની સંસ્થાઓએ પણ વારંવારની આચારસંહિતાને કારણે વહીવટી અને ઔદ્યોગિક કામગીરી પર અસર થતી હોવાની રજૂઆત કરી હતી. જોકે મીડિયા પ્રતિનિધિઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે એકસાથે ચૂંટણી યોજાય તો સ્થાનિક મુદ્દાઓ પાછળ ધકેલાઈ શકે છે.

2034 સુધીમાં દેશભરમાં એકસાથે ચૂંટણી શક્ય
સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે જો વન નેશન, વન ઈલેકશન કાયદો 2029માં લાગૂ થશે તો ત્યારબાદ દેશભરની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ધીમે ધીમે મર્જ થતી જશે. ગુજરાતમાં 2027ની ચૂંટણી બાદ વિધાનસભાની ટર્મ 2032 સુધી રહેશે. ત્યારબાદ ચૂંટણીનું સમયપત્રક એ રીતે ગોઠવાશે કે વર્ષ 2034 સુધી દેશમાં એકસાથે ચૂંટણી યોજવાની સ્થિતિ સર્જાઈ શકે. કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાને દેશના વહીવટી ખર્ચ અને સમય બચત સાથે જોડીને જોતી હોવાનું ચર્ચામાં સામે આવ્યું હતું.

કોંગ્રેસે કેન્દ્રિકરણનો ભય વ્યક્ત કર્યો
કોંગ્રેસે વન નેશન, વન ઈલેકશન પ્રસ્તાવનો કડક વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ રજૂઆતમાં જણાવ્યું કે આ પ્રસ્તાવથી રાજ્યોના અધિકારો સીમિત થઈ શકે છે અને સત્તાનું કેન્દ્રિકરણ વધવાની શક્યતા છે. કોંગ્રેસનું માનવું છે કે અલગ અલગ સમયે યોજાતી ચૂંટણી લોકશાહીને મજબૂત બનાવે છે અને પ્રાદેશિક મુદ્દાઓને અવાજ આપે છે. તેમણે કહ્યું કે એકસાથે ચૂંટણી યોજાશે તો પ્રાદેશિક પ્રશ્નો કરતાં રાષ્ટ્રીય રાજકારણ વધુ હાવી થઈ શકે છે.

શિક્ષણજગતે ચૂંટણીથી થતા વિક્ષેપની વાત કરી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે વારંવારની ચૂંટણીના કારણે પરીક્ષાઓ, શૈક્ષણિક કેલેન્ડર અને પ્રશાસકીય કામગીરી પર સીધી અસર પડે છે. આચારસંહિતાના સમયગાળા દરમિયાન ઘણા નિર્ણયો અટકી જતા હોવાનું પણ જણાવ્યું હતું. શિક્ષકોને ચૂંટણી ફરજમાં જોડાતા શિક્ષણકાર્યમાં વિક્ષેપ સર્જાય છે. નિરજા ગુપ્તાએ શિક્ષણ સેવાઓને ઇમરજન્સી સેવા જાહેર કરવાની માંગ પણ કરી હતી જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર ન થાય.

ઉદ્યોગ ક્ષેત્રે સમર્થન સાથે ચિંતા પણ વ્યક્ત કરી
ક્રેડાઈ સહિત ઉદ્યોગ સંસ્થાઓએ સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી કે એકસાથે ચૂંટણી યોજાય તો મોટી સંખ્યામાં કામદારો મતદાન માટે જશે અને તેની અસર ઉત્પાદન પ્રક્રિયા પર પડી શકે છે. જોકે કેટલાક ઉદ્યોગકારોએ એવો મત પણ વ્યક્ત કર્યો કે વારંવારની ચૂંટણીને કારણે બજારમાં આર્થિક ગતિ જળવાઈ રહે છે અને વેપાર-ધંધાને પણ ફાયદો થાય છે. ઉદ્યોગજગતમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

અમૂલે વહીવટી સરળતાનો મુદ્દો ઉઠાવ્યો
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ બેઠક બાદ જણાવ્યું હતું કે વારંવારની ચૂંટણીને કારણે વહીવટી કામગીરી પર અસર પડે છે. સહકારી ક્ષેત્ર સાથે લાખો પશુપાલકો જોડાયેલા હોવાથી દૂધ એકત્રીકરણ અને વિતરણ જેવી સેવાઓ સતત ચાલુ રાખવી જરૂરી બને છે. તેમણે જણાવ્યું કે એકસાથે ચૂંટણી યોજાવાથી આચારસંહિતાનો સમયગાળો ઓછો થશે અને વહીવટી કામગીરીમાં સરળતા તથા કાર્યક્ષમતા વધશે. સહકારી ક્ષેત્રે આ પ્રસ્તાવને મોટા ભાગે હકારાત્મક રીતે જોયો હતો.

You Might Also Like

શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે

ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર

ભારે વરસાદની આગાહીથી GPSC અને TATની આવતીકાલની પરીક્ષાઓ મોકુફ

કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા
ગુજરાત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

Editor By Editor 7 days ago
લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન
મહેસાણામાં ચાર મહિનામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની ૧3૧ સગીરાઓ ગર્ભવતી બની
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
સોના-ચાંદીમાં નફાવસૂલીનો માર, ક્રૂડમાં નરમાઈથી રૂપિયાને ટેકો; શેરબજારમાં તેજીનો વિશ્વાસ યથાવત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?