દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી
શિક્ષણાધિકારી અને શાળા પરિવાર દ્વારા સન્માન કરાયું
અગ્ર ગુજરાત, દીવ
દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિરલ સુનિલકુમાર સોલંકીની જાપાનના ટોકીયામાં શકુરા સાયન્સ હાઇસ્કૂલ પ્રોગ્રામમાં પસંદગી થતા દીવનું ગૌરવ વધારતા શિક્ષણાધિકારી અરવિંદ સોલંકી, એડીઇઆઇ પ્રમોદ સોલંકી, શાળાના પ્રાચાર્ય વિજય બામણીયા, સિનિયર શિક્ષક મનોજ બારીયા, દિવ્યેશ બારીયાએ હિરલનું પુષ્પગુચ્છથી સન્માન કર્યુ હતું અને શુભેચ્છા પાઠવી હતી. હિરલ સાથે શાળાના શિક્ષક કલ્પેશ સોલંકી રહેશે અને જાપાનમાં આ પ્રોગ્રામ સાત દિવસનો રહેશે.


