By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો

Editor
Last updated: 2026/06/06 at 4:29 PM
32 minutes ago
Share
કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો
?????????????
SHARE

કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો

વિવિધ રમૂજી ઉદાહરણો દ્વારા જોડણીના નિયમોની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી ખૂબ સહેલાઈથી શીખી શકાય તેમ છે. – રાજેશ ધામેલિયા

 

અગ્ર ગુજરાત, સુરત

કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલ, પાસોદરા – સુરત ખાતે આજે તા.5-6-2026ને શુક્રવારે 10:00થી 4:00 દરમિયાન ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો શુભારંભ સમૂહપ્રાર્થનાથી કરવામાં આવ્યો. શાળાના ઉચ્ચ-પ્રાથમિક વિભાગના આચાર્યા ક્રિષ્નાબહેને તજ્જ્ઞ રાજેશકુમાર ધામેલિયાનો પરિચય કરાવ્યો હતો અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સવજીભાઈ પાઘડારે ખેસ પહેરાવીને તેમજ પુસ્તક અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.

આજના સેમિનારમાં માતૃભાષાની મોજ – શબ્દો ભેગા કે છૂટા લખવાથી થતો અર્થભેદ, AI અને માતૃભાષા સજ્જતા, ‘સ્વ-મૂલ્યાંકન (ગુજરાતી-અંગ્રેજી)’, ‘વિચારપ્રેરક પ્રશ્નોત્તરી’, ‘ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’, ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ’ વગેરેની સંવાદરૂપે વિવિધ રમૂજી ઉદાહરણો, વાર્તાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા રસપ્રદ રીતે રજૂઆત કરવામાં આવી. ‘AI’ માતૃભાષા સજ્જતા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે પ્રત્યક્ષ રીતે સમજાવવામાં આવ્યું. ગુજરાતી જોડણી અઘરી લાગવાનાં કારણો અને તેના ઉપાયો વિશે સુંદર રજૂઆત કરવામાં આવી. સૌ શિક્ષકોને ચાર જૂથમાં વહેંચીને ગમ્મત સાથે જોડણીના નિયમો શીખવવામાં આવ્યા. પોતાનું જૂથ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે, તેવા ભાવ સાથે તમામ શિક્ષક ભાઈઓ-બહેનો ખૂબ ઉત્સાહથી સહભાગી થયાં હતાં.

તજ્જ્ઞ રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતી જોડણી ઘણી સહેલી છે, પણ ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’નો ઉપયોગ ન કરવાને કારણે અઘરી લાગે છે. વિવિધ રમૂજી ઉદાહરણો દ્વારા જોડણીના નિયમોની સમજ કેળવવાથી હજારો શબ્દોની સાચી જોડણી ખૂબ સહેલાઈથી શીખી શકાય તેમ છે. ‘AI’ પણ માતૃભાષા સજ્જતા માટે ઉપયોગી નીવડે તેમ છે. હાલમાં ‘AI’ દ્વારા જે માહિતી મળે છે, તેમાં અનુસ્વારની ઘણી ભૂલો જોવા મળે છે, આ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ અને ભૂલો ન થાય તે માટે યોગ્ય સાવધાની રાખવી જોઈએ.”

સેમિનારનો પ્રતિભાવ આપતાં શિક્ષકોએ જણાવ્યું હતું કે, “આજ સુધીમાં ઘણી તાલીમોમાં ભાગ લીધો, પણ આજે ખૂબ નવું શીખવા મળ્યું. ગુજરાતી જોડણી અંગેના નિયમો વિશે ક્યારેય જાણ્યું ન હતું, તે આજે જાણવા મળ્યું. તાલીમ શરૂ થયા પહેલાં એમ થતું હતું કે, ‘ભાષાસજ્જતા’માં તે શું શીખવાનું હોય? તાલીમમાં પાંચ કલાકનો સમય કેવી રીતે વીતી ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો!”

તાલીમના અંતે સૌ શિક્ષકોના ચહેરા પર અનેરી પ્રસન્નતા જણાતી હતી. આજે બાકી રહેલા મુદ્દાઓ માટે આગામી સમયમાં ફરીથી તાલીમ યોજાય તે માટે સૌ શિક્ષકોએ વિનંતી કરી હતી.

સેમિનારના અંતે પ્રાથમિક વિભાગના આચાર્યા શોભનાબહેન ચોથાણીએ સુંદર તાલીમનું આયોજન કરવા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સવજીભાઈ પાઘડારનો અને ગમ્મત સાથે જ્ઞાન આપવા બદલ તજ્જ્ઞ રાજેશકુમાર ધામેલિયાનો તેમજ ઉત્સાહથી સહભાગી થવા બદલ સૌ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ

બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી બસો વચ્ચે અકસ્માત, એકમાં આગ, ૭ યાત્રિકો ભડથું

વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ

અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયબ મામલતદાર વિરૂદ્ધ જમીન દબાણની ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!
આંતરરાષ્ટ્રીય

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

Editor By Editor 24 hours ago
ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
બાબા બાગેશ્વરે વિરોધીઓને દરબારમાં આવવા આપ્યું સીધું આમંત્રણ!
વિદેશી રોકાણકારો માટે ટેક્સ રાહતોનો મેગા પ્લાન
ગીર જંગલમાં માલધારી વિવાદમાં જ્વાળ રજૂ કરવા અમરેલી કલેક્ટરનો DCFને આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?