By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 day ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા

Editor
Last updated: 2026/06/17 at 4:22 PM
5 hours ago
Share
ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા
SHARE

ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા

ભરવાડ સમાજ દ્વારા એક ભવ્ય ધાર્મિક ઉત્સવની ઉજવણી કરાઇ : દુધ ભરેલા ત્રાંબા-પિતળના બેડા લઇ મહિલાઓ નીકળી

 

અગ્ર ગુજરાત, ગોંડલ

કોલીથડ ગામે આવેલ લેનવાળી આઈ મછો માતાજી પુનિયામામાની જેઠી બીજ અને મચ્છો માતાજીની તિથિ નિમિત્તે સમગ્ર ભરવાડ સમાજ ભક્તિના રંગે રંગાયો હતો. આ પાવન અવસરે માતાજીને 500 લીટર જેટલા શુદ્ધ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં માલધારી સમાજની સંસ્કૃતિ અને અનન્ય પરંપરાના અદભુત દર્શન થયા હતા.

ગોંડલનું કોલીથડ ગામ આજે જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મચ્છો માતાજીની તિથિ નિમિત્તે માલધારી સમાજની મહિલાઓ પોતાના પરંપરાગત ઘરેણાં અને વેશભૂષામાં સજ્જ થઈને આ ઉત્સવમાં સહભાગી થઈ હતી. કોલીથડ ગામના બસ સ્ટેન્ડથી લઈને મુખ્ય બજારમાં આવેલા મચ્છો માતાજીના મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં મહિલાઓ પોતાના માથા પર દૂધથી ભરેલા ત્રાંબા-પિત્તળના બેડાં લઈને નીકળી હતી. આ બેડાં પર શ્રીફળ, આસોપાલવના પાન અને ફૂલહારની સુંદર સજાવટ કરવામાં આવી હતી.

ઉત્સવનો માહોલ ત્યારે વધુ રંગીન બન્યો જ્યારે ઢોલના તાલે માથા પર બેડાં લઈને મહિલાઓ રાસ ગરબે ઘૂમી હતી. આ સાથે જ સમાજના યુવાનો, યુવતીઓ અને વડીલોએ પરંપરાગત ‘હુડો રાસ’ની રમઝટ બોલાવી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું.

જ્યારે આ શોભાયાત્રા મંદિરે પહોંચી, ત્યારે નાની દીકરીઓ દ્વારા માથા પર સામૈયા લઈને, કંકુ તિલક કરી તમામ મહિલાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીને ચડાવવામાં આવેલું આ 500 લીટર દૂધ કોઈ ડેરીનું નહીં, પરંતુ માલધારી સમાજના લોકો પોતાના નેહડામાંથી અને ઘેર-ઘેરથી શ્રદ્ધાપૂર્વક એકત્રિત કરીને લાવ્યા હતા.

અહીંની ધાર્મિક પરંપરા મુજબ, આ તમામ દૂધને સૌપ્રથમ એક મોટા વાસણમાં એકઠું કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શાસ્ત્રોક્ત વિધિ પૂરતું દૂધ મચ્છો માતાજીના મંદિરે ચડાવવામાં આવે છે. આ સાથે જ આ પવિત્ર દૂધથી કોલીથડ ગામમાં આવેલા રામદેવપીર મંદિર અને ખોડિયાર માતાજીના મંદિરે પણ ભક્તિભાવપૂર્વક દૂધનો અભિષેક કરવામાં આવે છે.

જ્યારે બાકી રહેલા દૂધમાંથી એક ખાસ પરંપરાગત પ્રવાહી (પ્રસાદ) તૈયાર કરવામાં આવે છે અને ઉત્સવમાં આવેલા તમામ શ્રદ્ધાળુઓને આ દૂધનું પ્રવાહી પ્રેમપૂર્વક પીવડાવવામાં આવે છે.

આ ભવ્ય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ભરવાડ સમાજના અનેક સામાજિક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં મુખ્યત્વે મહેશભાઈ ભાયાભાઈ શિયાળ, જગદીશભાઈ નાથાભાઈ ચાવડીયા, હીરાભાઈ થોભણભાઈ ગરીયા, ગોવિંદભાઈ દેવાભાઈ ચાવડીયા, વિજયભાઈ જાદવભાઈ બતાળા, સંજયભાઈ ભોજાભાઈ ચોરીયા, બાવનજીભાઈ બચુભાઈ ચાવડીયા, વિક્રમભાઈ મંગાભાઈ ગરિયા, રાજુભાઇ હીમાભાઇ ચાવડીયા, લાલજીભાઈ રાણાભાઈ શિયાળ જહેમત ઉઠાવી હતી.

ભરવાડ સમાજ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને ગાયો-ભેંસો પ્રત્યેના પ્રેમને કારણે હંમેશા જાણીતો રહ્યો છે. વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજીને માલધારી સમાજ આજે પણ પોતાની પ્રાચીન શ્રદ્ધા અને પરંપરાઓને અકબંધ રાખી રહ્યો છે, જેની સુંદર ઝાંખી આજે કોલીથડ ગામે જોવા મળી.

 

 

You Might Also Like

ગોંડલની અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું મોત

ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત

ગોંડલના મોવિયામાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની ઐતિહાસિક હરાજી

ગોંડલ લાયન્સ ક્લબ દ્વારા વધુ 5 ગરીબ પરિવારો માટેના પાકા મકાનનું લોકાર્પણ

ગોંડલમાં વીજ ધાંધિયાથી જનતા પરેશાન; વૃંદાવન સોસાયટીના રહીશોનો કચેરીએ હલ્લાબોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સબસીડી વાળા મળતા રાંધણ ગેસના બાટલાના વાર્ષિક કવોટામાં ૫નો ઘટાડો
ગુજરાત

સબસીડી વાળા મળતા રાંધણ ગેસના બાટલાના વાર્ષિક કવોટામાં ૫નો ઘટાડો

Editor By Editor 6 days ago
સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા
ક્રૂડમાં કડાકો, સોના-ચાંદીમાં સાવચેતીનો માહોલ
સોમવાર નહીં, ‘સરગમવાર’! 800થી વધુ દર્શકોએ સિનેપોલિસમાં સર્જ્યો પ્રેમનો મહોત્સવ
NEETની રી-એકઝામ માટે તા.૨૨ સુધી ટેલિગ્રામ બેન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?