સાયલા મહાજન પાંજરાપોળ ખાતે શનિવારે નિર્માણધીન પશુ-પક્ષી હોસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રી
સૌરાષ્ટ્રના 100 કિમી વિસ્તારના પશુ-પક્ષીઓને મળશે આધુનિક સારવારની સુવિધા-કાયમી આશ્રયની વ્યવસ્થા
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
વિડ સંકુલ, સુદામડા રોડ, સાયલા ખાતે આવેલ 200 વર્ષ જુના પ્રાચીન જીવદયા તીર્થ ‘સાયલા મહાજન પાંજરાપોળમાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં તા.25 જુલાઈ, શનિવારના રોજ સવારે 09:00 વાગ્યે સાયલા ખાતે નિર્માણધીન ‘એનીમલ હોસ્પીટલ’ની મુલાકાત લેશે.
સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. 1. સૌરાષ્ટ્ર-ઝાલાવાડમાં પ્રાચીન ગૌતીર્થ સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ભવ્ય એનીમલ હોસ્પિટલ નિર્માણધિન છે અહી ઘાયલ / માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 8 કરોડ રૂ. ના ખર્ચે (ઓપરેશન થીએટર, ICU, X-RAY, USG PHYSIOTHARAPY ની સુવિધા સહિતનું) આશરે 2-એકર જગ્યામાં એનીમલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ‘એનીમલ હોસ્પીટલ‘ બનવાથી હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે.
આ અભિવાદન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહી હોસ્પિટલના નિર્માણ કાર્યનું અવલોકન કરશે. આ અવસરે જીવદયા ક્ષેત્રે વિવિધ ક્રાંતિકારી નિર્ણયો બદલ સમગ્ર ગુજરાતની વિવિધ જીવદયા સંસ્થાઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવશે અને પશુ કલ્યાણ ક્ષેત્રે થઈ રહેલા કાર્યો અંગે પણ રજૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ગૌમાતાનું પૂજન કરવામાં આવશે. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વિરેન્દ્રભાઈ, જીતુભાઈ સહિત ટ્રસ્ટીઓ અને આગેવાનો અને દાતા હરીનભાઇ જયંતભાઇ ઠાકર તથા જશવંતીબેન ઠાકર (UK) ઉપસ્થિત રહેશે.
‘એનીમલ હોસ્પિટલ’ નું નવનિર્માણનાં ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મહંત પૂજ્ય ૧૦૦૮ દુર્ગાદાસજી મહારાજ (યાત્રાધામ સાયલાના લાલજી મહારાજની જગ્યા), ભાઇ નલીનભાઇ કોઠારી ઠાકોર સોમરાજસિંહજી મહારાજા (સાયલા સ્ટેટ), ગુજરાત રાજ્ય નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાહેબ, કિરીટસિંહજી રાણા (ધારાસભ્ય, લીંબડી-સાયલા), વર્ષાબેન દોશી (પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપા), ડૉ. ગીરીશભાઈ શાહ (સમસ્ત મહાજન – મુંબઇ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), પી.કે.પરમાર ધારાસભ્ય -દાસડા, શામજીભાઈ ભીમજીભાઈ ચૌહાણ ધારાસભ્ય ચોટીલા, પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય -ધાંગધ્રા, ડો દર્શિતાબેન શાહ- ધારાસભ્ય -રાજકોટ, હરીનભાઇ જયંતભાઇ ઠાકર તથા જશવંતીબેન ઠાકર (UK) (નવનિર્માણ હોસ્પિટલના નામકરણનાં મુખ્ય દાતા), જીજ્ઞાબેન સુધાબેન કનૈયાલાલ શાહ (મુંબઇ) (હાઇડ્રોલિક બોલેરો એમ્બ્યુલન્સના દાતા), અજયરાજસિંહજી ઝાલા (સાયલા ગ્રામ પંચાયત સરપંચ), જયેશભાઈ જરીવાલા તથા સમગ્ર ટીમ ( આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ), વિજયભાઈ ડોબરીયા (પ્રમુખ-સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ), ડૉ.પી.વી.પરીખ, પ્રતિકભાઇ ડઢાણીયા (આર્કિટેક સલાહકાર), નરેન્દ્રભાઈ દુબલ (મુંબઈ) (પ્રમુખ નાગરિક મંડળ સાયલા-મુંબઇ), રૈયાભાઈ રાઠોડ (પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન બ્લેક ટ્રેપ કવોરી એશોશિયન), ગોવિંદભાઈ જોગરાણા (પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર જીલ્લા બ્લેક ટ્રેપ કવોરી એશોશિયન), વિગરે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.
‘એનીમલ હોસ્પિટલ’ની સહભાગી સંસ્થા શ્રી કરુણા ફાઉડેશન ટ્રસ્ટ,રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, રમેશભાઈ ઠકકર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનાઓની ટીમ સેવા આપી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ)નાં નિર્માણનાં કાર્ય સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ (પ્રમુખશ્રી – મુંબઇ), જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપ-પ્રમુખ – અમદાવાદ) તથા ટ્રસ્ટીઓ જયંતિલાલ અમૃતલાલ સોલંકી, દિલીપભાઇ શાંતિલાલ શાહ, પ્રકાશભાઇ કિર્તીભાઇ શેઠ તેમજ ડો. ગીરીશભાઈ શાહ (સમસ્ત મહાજન-મુંબઈ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), કરુણા ફાઉડેશન ટ્રસ્ટ, રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, રમેશભાઈ ઠકકર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સાયલા મહાજન પાંજરાપોળની વિશેષ માહિતી માટે જીતુભાઇ શાહ (મો. 98250 05071) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


