પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
શિખરસ્થ થયા પછી શૂન્યસ્થ થવું ઘણું કઠીન હોય છે!
કાન સ્થૂળ છે, શ્રવણ સૂક્ષ્મ છે
માત્ર શબ્દ સાંભળો નહીં, શબ્દની સુગંધ પણ સાંભળો!
અમેરિકન-બોસ્ટન શહેરની હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરિયલ સંવાદગ્રહમાં પ્રવાહિત થઇ રહેલી સંગીતમય-ગેયતાસભર રામકથા ‘માનસ ગુરૂપદ’ના છઠ્ઠા દિવસે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા બાપુએ કહ્યું કે ઘણી જિજ્ઞાસાઓ પૂછાઇ છે, એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ વિદ્યાપીઠ અને વ્યાસપીઠમાં શ્રેષ્ઠ કોણ? જવાબ: વિદ્યાપીઠ અને વ્યાસપીઠ બંને સમાન છે. બીજો પ્રશ્ન: વાર્તા અને કથામાં શું અંતર? જવાબ : વાર્તાકથન સુવડાવી દે છે જયારે કથા તમને જગાડે છે. હિન્દી સાહિત્યકાર અજ્ઞેયની એક કહાની વાર્તા છે ‘સાપ’ વાર્તા (૧૯૫૦) મેં વાંચી છે. એ હિન્દી ‘કહાની’ માત્ર કહાની નથી, ‘સુહાની’ છે! આ વાર્તા ‘સુક્ષ્મશ્રવા’ થઇને સાંભળવા જેવી છે. કાનસ્થૂળ છે જયારે શ્રવણ (સાંભળવું) સૂક્ષ્મ છે. આપણે સ્થૂળશ્રવા છીએ તો અજ્ઞેયજીની આ વાર્તામાં એક છોકરી છે, સુંદર છે, ભોળી-નિર્દોષ છે. આ છોકરીને એક યુવક જુએ છે અને એને છોકરી પ્રત્યે પ્રેમ જાગે છે. નિરંતર છોકરીના જ વિચારો આવ્યા કરે છે એ છોકરો સૂતો હોય છે ત્યારે એને સપનું આવે છે, સપનામાં પેલી સુંદર છોકરી છે, સપનામાં એ છોકરી સાથે દૂર-દૂર સુધી જંગલમાં ફરવા જઇ રહ્યાં છે. રસ્તામાં એક મકાનની દિવાલ પાસે એક સાંપ નજરે ચડે છે એ સાપને જોઇને છોકરી કહે છે કે સાપ કેટલો સુંદર છે. ત્યારે છોકરી કહે છે સાપને એક પથ્થર મારૂ તો સાપ તો મરી જાય! અને છોકરી તરત જ છોકરાને છોડીને જતી રહે છે! આ વાર્તાનો મર્મ એ છે કે આ જગતમાં જયાં-જયાં સુંદરતા હોય છે એને જગતના લોકો હંમેશા તોડવા આતુર છે! આ વાર્તા સુક્ષ્મશ્રવા થઇને સમજી શકાય.
એક પનઘટ પર ચાર-પાંચ સખીઓ પાણી ભરી રહી છે. ત્યાં થોડેક દૂર એક બૌધ્ધ ભીખ્ખુ ઝાડની છાયામાં આરામ કરી રહ્યો છે. ભીખ્ખુ એક પથ્થરને ઓશિકુ બનાવીને સૂતો છે, એ જોઇ એક સખી બોલી જોયું? ભીખ્ખુ છે પણ ઓશિકાની ટેવ ગઇ નથી! આ સાંભળીને પેલો ભીખ્ખુ પથ્થર હટાવી લે છે અને હાથને ઓશીકું બનાવીને સૂવે છે, એ જોઇને બીજી સખી બોલે છે જોયું? હાથને ઓશીકુ બનાવીને સૂતો છે, ભીખ્ખુ બન્યા છે પણ આરામથી, હાથને ય ઓશીકુ બનાવીને સૂવાની આદત તો એની એ જ રહી! પેલો ભીખ્ખુ હાથને પણ સીધા કરી અક્કડ રાખીને સૂવે છે ત્યાં એક સાધુ એની પાસે આવે છે અને બૌધ્ધ ભીખુને કહે છે ભાઇ, આ જગત છે! તું કૈં પણ ક્રિયા કરીશ તો એના વિશે બોલ-બોલ કરશે! એની વાતોને ધ્યાને ન લે અને તારી રીતે જ જીવવાનો પ્રયત્ન કર, ભાઇ, હું એક ફિલ્મગીતની પંકિત વારે વારે ગાયા કરૂ છું કે ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના, છોડો બેકાર કી બાતો મેં, કહીં બીત ન જાયે રૈના…’
કથામાં જુદા-જુદા શાસ્ત્રીય રાગો પર આધારીત ગીતો, પદ, ભજનની મધુર સુરાવલીઓ દ્વારા સંગીતમય ગીતસભર વાતાવરણ રચાયું હતું અને બાપુએ કથાના સૌ ‘ફલાવર્સ’ને રાસ-ગરબાના તાલે રમવા આહવાન કર્યુ ત્યારે સંવાદગૃહમાં બેઠેલા સૌ કથાપ્રેમીઓ ઝૂમી ઉઠયા હતાં. એટલું જ નહીં સમગ્ર વાતાવરણ રાસ-ગરબામય જોઇ પ્રિય બાપુ પણ વ્યાસપીઠ પરથી નીચે ઉતરી બધા ‘ફલાવર્સ’ને સાથ આપવા હાથમાં કરતાલ લઇને રાસ-ગરબાના તાલે બાપુ પણ રમતા હતા ત્યારે કથાપ્રેમીઓમાં પ્રસન્નતા પ્રસરી ગઇ હતી.
કથારત્નો
(૧) સબસે બડા રોગ, કયા કહેંગે લોગ? શાયર મજબૂર સાહેબ
(૨) કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના…છોડો બેકાર કી બાતો મેં કહી બીત ન જાયે રૈના…
(3) મંગલ કરની કલિ મલ હરનિ તુલસી કથા રઘુનાથ કી ગતિ કૂર કવિતા સરિત કી જયોં સરિત પાવન પાથ કી- તુલસીદાસ
(૪) અશ્રુ અને આશ્રય એ શરણાગતીની મૂડી છે
(૫) આનંદ અમાર ગૌત્ર, ઉત્સવ અમાર જાતિ….કવિ વર ટાગોર
(૬) જય રાધા માધવ, જયકુંજ વિહારી, જય ગોપીજન વલ્લભ, જય ગિરિવર ધારી…
(૭) તૌરા મન દર્પન કહેલાયે, ભલે બૂરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે, તોરા મન…
(૮) કોઇ મતવાલા આયા મેરે દ્વારે, અખિયોં સે કરી ગયા અજબ ઇશારે….
(૯) યે સચ હૈ કી તૂને મૂઝે ચાહા ભી બહોત હૈ, લેકીન મેરી આંખો કો રૂલાયા ભી બહોત હૈ, દેખો જો ઉસે દૂર સે તો લગતા હૈ સમંદર, નજદીક સે દેખો તો પ્યાસા ભી બહુત હૈ!


