જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશનલ અને અવેરનેસ કેમ્પ યોજાયો
પીડિતો માટે નિષ્ણાંતોએ ડાયાબિટીસ અંગે માર્ગદર્શન આપ્યું : મેયરે ૧૦ લાખથી વધારી ગ્રાન્ટ ૧૫ લાખ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો અને તેમના પરિવારજનોમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ વધારવા, યોગ્ય સારવાર અને સંભાળ અંગે માર્ગદર્શન પૂરું પાડવા તથા બાળકોને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા માટે પ્રેરિત કરવાના હેતુથી જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન – રાજકોટ દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ’ અંતર્ગત ભવ્ય એજ્યુકેશનલ અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ શહેરો તથા ગામોમાંથી ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો, તેમના માતા-પિતા, પરિવારજનો, દાતાઓ, તબીબો અને સમાજના અગ્રણીઓ સહિત 1700થી વધુ લોકોએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી. વિશાળ સંખ્યામાં થયેલી ઉપસ્થિતિએ ટાઇપ-1 ડાયાબિટીસ અંગે જાગૃતિ ફેલાવવાના અને બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાના સંસ્થાના પ્રયાસોને વધુ બળ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર ડો. નેહલ શુક્લ, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડે.મેયર દક્ષાબેન વસાણી, રાજુભાઈ ધ્રુવ, વલ્લભભાઈ સતાણી (ચેરમેન – શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ), અશોકભાઈ ઝીંઝુવાડિયા (રાધિકા જવેલર્સ), પરષોત્તમભાઈ કામાણી (ડોક્ટર પમ્પ), સંજયભાઈ પટેલ (CEO અને ચેરમેન), નીતિનભાઈ કામદાર (જુલિયાના ફેશન), કિશનભાઈ પરમાર (UPay Agro Pvt. Ltd.), ધૈર્યભાઈ પારેખ, નલીનભાઈ ઝવેરી, જગદીશભાઈ ચંદારાણા, દીપકભાઈ કોઠારી, મેહુલભાઈ રવાણી, પાવક ઉનડકટ, અમિતભાઈ વાઘેલા, સહિતના વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. પંકજ પટેલ અને પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. ઝલક ઉપાધ્યાય શાહ દ્વારા ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો તથા તેમના માતા-પિતાને ઇન્સ્યુલિનનું યોગ્ય વ્યવસ્થાપન, પોષણ, કાર્બોહાઇડ્રેટની ગણતરી, બ્લડ શુગરનું નિયંત્રણ, શારીરિક વિકાસ, રમતગમત અને દૈનિક જીવનમાં રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન – રાજકોટ દ્વારા તૈયાર કરવામાં આવેલા **“JDF 360” માસિક ન્યૂઝલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ દાતાઓ, ઉદ્યોગપતિઓ અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે માતબર રકમ ની દાન ની જાહેરાત કરવામાં આવી હતી.
મેયર ડો. નેહલ શુક્લ દ્વારા સંસ્થાના સેન્ટર માટે ગુરુ ગોવિંદસિંહ કોમ્યુનિટી હોલ ખાતે જગ્યા ફાળવવા અંગે સહયોગની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્થાને મળતી RMC ની વાર્ષિક ગ્રાન્ટ રૂ. 10 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
એજિલસ ડાયગ્નોસ્ટિક્સ: સંસ્થા સાથે જોડાયેલા 50 જેટલા બાળકોના સંપૂર્ણ બોડી પ્રોફાઇલ ચેકઅપની જવાબદારી નિઃશુલ્ક નિભાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સહયોગ બાળકોના આરોગ્યની નિયમિત તપાસ અને સમયસર જરૂરી સારવાર માટે ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન બાળકોના દૈનિક ડાયાબિટીસ વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન – રાજકોટના મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી, કમલનયનભાઈ સોજીત્રા, રોહિત કાનાબાર, હરિકૃષ્ણ પંડ્યા, અનિશ શાહ, અમિત દોશી, મિતેશ ગણાત્રા, પારસ દોશી, જેનિશ કાંજિયા, સાવન કાનાબાર, ઋષિલ દવે, ડો. કાજલ ઢોલરિયા, મૈત્રી દોશી, યશ ગોકાણી, ચંદ્રેશ સાંકળીયા, રિતિકા મોટવાણી, મિહિર સાકરિયા, રાહુલ રાઠોડ અને પાર્થ સચદે સહિત સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, સહયોગીઓ, સ્વયંસેવકો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે સહયોગની જાહેરાત કરનાર દાતાઓની યાદી
- અશોકભાઈ ઝીંઝુવાડિયા (રાધિકા જવેલર્સ) – રૂ. 2,51,000
- વલ્લભભાઈ સટાણી (શ્રી રામ એરોસ્પેસ) – રૂ. 1,51,000
- પરષોત્તમભાઈ કામાણી (ડોક્ટર પમ્પ) – રૂ. 1,11,000
- કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પમ્પ્સ) – રૂ. 1,00,000
- રમેશભાઈ ટીલારા – રૂ. 51,000
- ભગવાનજીભાઈ સાંતોકી (ક્લાસિક મોટર્સ) – રૂ. 25,000
- દેવેનભાઈ નરેન્દ્રભાઈ દોશી (રાજેશ ટ્રેડલિન્ક્સ) – રૂ. 21,000
- વિવાન ગોપાલભાઈ સેજપાલ – રૂ. 11,000
- કિશોરભાઈ રતિલાલ શિંગાળા – રૂ. 5,000


