એમ.ટી.ધમસાણિયા કોમર્સ એન્ડ બીબીએ કોલેજ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સમરસતાના પ્રતીક એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રીમતી એમ. ટી. ધમસાણિયા કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો.શૈલેષ રાણસરીયા, કોલેજનો સમગ્ર ટીચિંગ તથા નોન-ટીચિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રપ્રેમ, દૃઢ નિશ્ચય અને અખંડ ભારતના નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે “અનેકતામાં એકતા એ જ ભારતની સાચી ઓળખ છે” એવા સંદેશ સાથે સૌએ એક સશક્ત, સમૃદ્ધ અને એકતાપૂર્ણ ભારતના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.


