દીવમાં વણાંકબારામાં મહાકાલેશ્વર આઇસ ફેકટરીના તાળા ખુલ્યા
અગ્ર ગુજરાત, દીવ
દીવના વણાંકબારામાં શ્રી નરસિંહભાઇ ચારણીયાની ૧૯૭૮ની વર્ષો જુની મહાકાલેશ્વર આઇસ ફેકટરીને ૮ એપ્રિલ ૨૦૨૫ દોઢ વર્ષ પહેલા દીવ પ્રશાસન દ્વારા શીલ કરવામાં આવી હતી. આ પેઢીને સીલ મારવાનું કારણ એ હતુંકે આ ફેકટરીથી પોલ્યુશન ફેલાતું હતું. જેની ફરિયાદ થતાં પ્રદેશ પ્રશાસનની પોલ્યુશન કમિટીના મેમ્બર સેક્રેટરી સૌરભ મિશ્રાના આદેશથી આ ફેકટરીને શીલ કરવામાં આવી હતી. હવે આ ફેકટરીના સંચાલક દરેક નિયમોનું પાલન કરશે તેવુ જણાવતાં મામલતદાર રાકેશ બારીયા, અવ્વલ કારકૂન, રામજીભાઇ બામણીયાએ ફેકટરીએ જઇ સીલ ખોલી કબ્જો સંચાલકને સોંપ્યો હતો.


