દિવાળીના પર્વ પર મનપાની ફૂડ વિભાગ એકશનમાં
અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
કિસમીસ, મિકસ ડ્રાયફૂટ સહિત ૧૪ નમૂના લેબોરેટરીમાં મોકલાયા, ૨૭ પેઢીમાં દરોડો, ૧૮ કિલો વાસી ખોરાકનો નાશ
અસ્વચ્છતા, લાઈસન્સ અને સ્ટોરેજ મુદ્દે ૭ વેપારીને નોટિસ, રૂ.૭,૫૦૦નો દંડ વસૂલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળીના તહેવારને અનુલક્ષીને નાગરિકોના આરોગ્યની જાળવણી અર્થે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરની કુલ ૨૭ વેપારી પેઢીઓમાં દરોડા પાડી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન જુદી જુદી પેઢીઓમાંથી મળી આવેલ કુલ ૧૮ કિલોગ્રામ વાસી, અખાદ્ય, પડતર અને એક્સપાયર્ડ ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હાઈજેનિક કન્ડિશન, લાઈસન્સ તેમજ સ્ટોરેજ નિયમોના ભંગ બદલ ૭ પેઢીઓને નોટિસ આપવામાં આવી છે અને કુલ રૂ. ૭,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ વિવિધ ખાદ્યપદાર્થોના ૧૪ સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ભગવતી ફૂડ ઝોન (કોઠારીયા રોડ): મંચૂરિયન, પનીર, બાફેલા બટેટા મળી ૧૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ અને રૂ. ૧,૦૦૦ દંડ. ધ કાઠિયાવાડી ચૂલો (કોઠારીયા રોડ): તૈયાર શાક, સંભારો મળી ૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, નોટિસ અને રૂ. ૧,૦૦૦ દંડ.
એપેક્ષ ટ્રેડર્સ (પેડક રોડ): અંજીર (લૂઝ) અને જશ ડ્રાય ફ્રૂટ્સ આલમંડના સેમ્પલ. રઘુવીર ટ્રેડીંગ (કુવાડવા રોડ): રઘુવીર ડ્રાય ફ્રૂટ્સ મુખવાસનો સેમ્પલ., ગોકુલ એજન્સી (કુવાડવા રોડ): બંસી પપૈયાં મુરબ્બા (ટૂટી ફૂટી)નો સેમ્પલ. સાગર ફ્રુટ્સ (પરાબજાર): કાજુ ફાડા અને કાળી દ્રાક્ષના સેમ્પલ. શ્રી અશોકવિજય ડેરીફાર્મ (સોરઠીયા વાડી): બટર વેનીલા પેંડા અને મલાઈકટ મીઠાઈના સેમ્પલ. ભગવતી ઇન્ટરનેશનલ (પરાબજાર): રોસ્ટેડ પેપર કેસ્યુ અને કિસમિસના સેમ્પલ. હિરાર્થ નમકીન & ડ્રાયફ્રુટ (સરદાર નગર): મિક્સ ડ્રાયફ્રુટ બોલ અને કુકીઝના સેમ્પલ. શ્રીરામ શીંગ & નમકીન (કોટેચા નગર): ફૂડ સ્ટુડિયો બ્લેક રેસિન્સ અને બુલિયન ઠંડા મીઠા ગુલકંદના સેમ્પલ લેવાયા છે અને લેબોરેટરીમાં મોકલાયા છે.
દામોદર ડેરીફાર્મ (મવડી)માં મીઠાઈ પર ‘યુઝ બાય ડેટ’ દર્શાવવા અને લાઈસન્સ અંગે નોટિસ તથા રૂ. ૧,૦૦૦ દંડ, જલારામ ખમણ હાઉસ (રૈયા રોડ): લાઈસન્સ અંગે નોટિસ અને રૂ. ૫૦૦ દંડ., લક્ષ્મી નારાયણ સેલ્સ એજન્સી (રૈયા રોડ): લાઈસન્સ અંગે નોટિસ અને રૂ. ૫૦૦ દંડ., જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ (૧૫૦ ફૂટ રીંગ રોડ): લાઈસન્સ અંગે નોટિસ અને રૂ. ૫૦૦ દંડ., જલારામ ફરસાણ (રૈયા રોડ): લાઈસન્સ અંગે નોટિસ અને રૂ. ૫૦૦ દંડ., શ્રી શક્તિ હોટેલ (જગન્નાથ ચોક): લાઈસન્સ અંગે સૂચના અને રૂ. ૫૦૦ દંડ., જય સરપંચ ચા (જગન્નાથ ચોક): લાઈસન્સ અંગે સૂચના અને રૂ. ૫૦૦ દંડ. ક્રિષ્ના શોપ (જગન્નાથ ચોક): લાઈસન્સ અંગે સૂચના અને રૂ. ૫૦૦ દંડ. જય માતાજી રેસ્ટોરન્ટ (જગન્નાથ ચોક): લાઈસન્સ અંગે સૂચના અને રૂ. ૫૦૦ દંડ. શ્યામ ક્લિનિક (જગન્નાથ ચોક): લાઈસન્સ અંગે સૂચના અને રૂ. ૫૦૦ દંડ ફટકારાયો છે.
તપાસ દરમિયાન જલારામ રેસ્ટોરન્ટ (જગન્નાથ ચોક), ગીરીરાજ હોસ્પિટલ – શ્રી આશાપુરા કેટરર્સ (જગન્નાથ ચોક), રાજગોલા (જગન્નાથ ચોક), બાબા પાન એન્ડ કોલ્ડ્રીક્સ (ગોંડલ રોડ), આઈ શ્રી ખોડીયાર પાન & કોલ્ડ્રીક્સ (મવડી બાયપાસ), જય બાલાજી ઘુઘરા (મવડી બાયપાસ) તેમજ પટેલ ફરસાણ માર્ટ (મવડી બાયપાસ) ખાતે પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.


