મતચોરી અને લોકશાહી પરના પ્રહાર સામે અવાજ બુલંદ કરવા સંકલ્પ
રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ ‘ચાલો દિલ્હી’ કાર્યક્રમમાં જોડાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી ૧ નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા ‘ચાલો દિલ્હી’ કાર્યક્રમમાં ભાગ લેવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ દિલ્હી જવા રવાના થઈ છે.
આ ટીમમાં ડૉ. રાજદીપસિંહ જાડેજા, નીતિન ભંડેરી, અર્જુનભાઈ ચૌહાણ, સમિત , રવિ જીતિયા, દીપ ભંડેરી, નરેન્દ્ર પટેલ સમીર ફળદુ,સહિત રાજકોટ શહેર કોંગ્રેસના ૨૯ સભ્યો જોડાયા છે.
દેશમાં લોકશાહી અને બંધારણના રક્ષણ તેમજ નાગરિકોના મતાધિકારની સુરક્ષાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતચોરીના ગંભીર મુદ્દે જનજાગૃતિ ફેલાવવા અને દરેક નાગરિકના મતના અધિકારનું રક્ષણ કરવાની માગ સાથે કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવી રહ્યો છે. લોકશાહીમાં જનતાનો મત એ જ જનતાની સૌથી મોટી તાકાત છે અને આ મતાધિકારની પવિત્રતા જળવાઈ રહે તે લોકશાહીની મજબૂતી માટે અનિવાર્ય છે.
રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ દિલ્હી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સહભાગી બનીને ‘મતચોરી બંધ કરો, લોકશાહીનું રક્ષણ કરો’ના સંકલ્પ સાથે જનતાના મતાધિકાર, બંધારણીય મૂલ્યો અને લોકશાહીની રક્ષા માટે પોતાનો અવાજ બુલંદ કરશે.


