By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છગુજરાત

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

Editor
Last updated: 2026/11/03 at 3:38 PM
24 minutes ago
Share
 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત
SHARE

 આ રોજીરોટી પણ માણસને કેવા નાચ નચાવે છે પોતાના જ ઘરથી દૂર બીજાના શહેરમાં વસાવે છે

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

 ઓછા વરસાદથી સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર : પશુપાલકો પર પડી : લખપત અને અબડાસાના પરિવારો ૮૦૦થી વધુ પશુઓ સાથે સુરેન્દ્રનગરના માલવણમાં તંબુ બાંધી રહેવા મજબૂર બન્યા

વતન છોડતા બાળકોના અભ્યાસ પર અસર, ભવિષ્ય પર ઉઠતા સવાલો : આઠ જેટલી ગાડીઓમાં પશુધન ભરી વતન છોડયુ : રાહતના ભાવે ઘાસચારો આપવા માલધારીઓની માંગ

 

અગ્ર ગુજરાત, કચ્છ

ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ઘાસચારાની ભારે અછત સર્જાતાં 100થી વધુ માલધારી પરિવારો પોતાના 800થી વધુ પશુઓ સાથે વતન છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે. આ પરિવારો પગપાળા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ ગામે પહોંચ્યા છે અને હાઇવે નજીક ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને વસવાટ કરી રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો પરિવાર સાથે ખુશીઓ મનાવી રહ્યા છે, ત્યારે પશુધનનો નિભાવ કરવા કચ્છના માલધારીઓને ઘરબાર છોડવાની નોબત આવી છે. દિવ્ય ભાસ્કરની ટીમે માલવણ ગામે પહોંચીને આ પરિવારોની પરિસ્થિતિ જાણી હતી. જેમાં માલધારીઓએ બાળકોના શિક્ષણથી લઈને મહિલાઓની મુશ્કેલીઓ અને પશુઓના નિભાવ સુધીની અનેક વેદનાઓ વ્યક્ત કરી હતી.

માલવણ ગામે ખુલ્લામાં તંબુ બાંધીને રહેતા કચ્છના માલધારી પરિવારોની મુશ્કેલીઓ વધી છે. હિજરતના કારણે બાળકોનું શિક્ષણ છૂટી ગયું છે, જ્યારે તંબુમાં વીજળી અને પંખાની સુવિધા ન હોવાથી મહિલાઓને રાત્રે અંધારામાં તથા બપોરના આકરા તડકામાં રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. કચ્છમાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો હોવાથી ત્યાંના વાતાવરણમાં ટેવાયેલા બાળકોને માલવણમાં માળિયા બ્રાન્ચ કેનાલના કારણે વધેલા મચ્છરોનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. મચ્છરોના કારણે બાળકો રાત્રે ઊંઘી શકતાં નથી અને પરિવારના કેટલાક સભ્યો બીમાર પણ પડ્યા હોવાની મહિલાઓએ ફરિયાદ કરી છે. બીજી તરફ, સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે તંબુઓની આસપાસ પાણી ભરાતાં પરિવારોએ નજીકની હોટલના પાર્કિંગમાં આશરો લેવો પડ્યો હતો. કેનાલમાંથી પાણી મળી રહેતું હોવા છતાં પાણી ભરવા જતી વખતે લપસી પડવાનો ભય પણ મહિલાઓને સતાવી રહ્યો છે.

કચ્છના લખપત તાલુકામાં આ વર્ષે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ ન પડતાં ઘાસચારા અને પાણીની ગંભીર અછત સર્જાઈ છે. ખાસ કરીને બેખડા, મિંઢિયારી સહિતનાં ગામોમાં પશુધનનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. માલધારીઓના જણાવ્યા મુજબ, શરૂઆતના વરસાદના અભાવે ત્રણ મહિના સુધી ઘેટાં-બકરાંને આડાઅવળાં ચરાવીને જેમતેમ નિભાવ કર્યો હતો. પરંતુ હવે આસપાસના વિસ્તારોમાં પણ પૂરતો ચારો મળતો ન હોવાથી હિજરત કરવી પડી છે. કેટલાક માલધારીઓએ ઓગસ્ટ મહિનાથી જ પશુધન સાથે વતન છોડવાનું શરૂ કર્યું હતું. દરરોજ સાતથી આઠ જેટલી ગાડીઓમાં પશુઓ ભરીને માલધારીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આશરો શોધવા નીકળી રહ્યા છે.

માલધારીઓનું કહેવું છે કે પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અમુક અંશે છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન ઘાસચારાનો છે. માલધારી હાજીખાને પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પશુઓને પાણી તો મળી રહે છે, પરંતુ ખાવા માટે પૂરતો ચારો નથી. હવે પરિવાર, બાળકો અને પશુઓ સાથે દૂર જવાની ફરજ પડી છે. હિજરતના કારણે બાળકોને શાળામાં ભણવામાં પણ મુશ્કેલી પડે છે. જો સરકાર દ્વારા રાહતના ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે તો વતન છોડવાની ફરજ ન પડે. માલધારીઓએ તાલુકામાં તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરવા, પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવા તેમજ આર્થિક રીતે નબળા પશુપાલકોને યોગ્ય ધિરાણ આપવા માંગ કરી છે.

સુકાભઠ્ઠ વિસ્તાર તરીકે ઓળખાતા રણકાંઠાના માલવણ ગામમાં કચ્છથી આવેલા માલધારી પરિવારોને સ્થાનિક લોકોએ મીઠો આવકાર આપ્યો છે. હાઇવે નજીકની ખાલી જગ્યામાં તેમને રહેવા માટે આશરો મળ્યો છે. જોકે, ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને રહેવાને કારણે વીજળી, પંખા અને આરોગ્ય સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. પોતાના વતનથી દૂર અજાણ્યા વિસ્તારમાં પરિવાર અને પશુધન સાથે જીવન ગુજારવું માલધારીઓ માટે પડકારરૂપ બન્યું છે.

આગામી ચોમાસાની આશા સાથે વતન પરત ફરવાની પ્રાર્થના

કચ્છી માલધારીઓની પરંપરા મુજબ ચોમાસામાં સારો વરસાદ થાય ત્યારે તેઓ પશુધન સાથે પોતાના વતન પરત ફરે છે અને આશરે ચાર મહિના ત્યાં રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆતમાં પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવા ગુજરાતના અન્ય વિસ્તારોમાં હિજરત કરે છે. જોકે, આ વર્ષે ઓછા વરસાદને કારણે ઘાસચારાની અછત સર્જાતાં તેમણે દિવાળી પહેલાં જ વતન છોડવું પડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પરિવાર અને પશુધન સાથે હિજરત કરી રહેલા માલધારીઓ હવે આગામી ચોમાસું સારું જાય અને ફરી પોતાના ઘર-વતનમાં હેમખેમ પરત ફરી શકે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હાલ તેમની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરી ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરે, જેથી તેમને પોતાના વતનથી દૂર ભટકવાની ફરજ ન પડે.

કચ્છ સહિત ચાર જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર

રાજ્યમાં અપૂરતા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ભારત સરકારની ‘દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016’ મુજબની પ્રક્રિયા હાથ ધરી હતી. ઉચ્ચસ્તરીય બેઠકો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. ચાલુ વર્ષે રાજ્યમાં સરેરાશ 89 ટકા જેટલો વરસાદ નોંધાયો હોવા છતાં આ ચાર જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક રહી હતી. વરસાદની અછતને કારણે ખેતીની સાથે પશુપાલન વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે.

You Might Also Like

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

 તમે રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને રોકી શકશો, મુખ્યમંત્રીની શિક્ષકોને ગંભીર ટકોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરતા ખેડૂતોમાં રોષ, મુખ્યમંત્રીનો પોસ્ટકાર્ડ લખ્યા
ગુજરાતરાજકોટ

રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરતા ખેડૂતોમાં રોષ, મુખ્યમંત્રીનો પોસ્ટકાર્ડ લખ્યા

Editor By Editor 5 days ago
શેરબજારમાં નુકસાન અને બેકારીથી કંટાળી મવડીના યુવાનનો આપઘાત
સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી ભવનના રૂમબોયે યાત્રિકને ભૂલાયેલી ગોલ્ડ રિંગ પરત કરી
 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર
 શિક્ષક ભરતી સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની પસંદગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?