By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 day ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર

Editor
Last updated: 2026/10/29 at 2:53 PM
3 hours ago
Share
 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર
SHARE

 ભાવનગરની કરોડરજ્જુ સમાન ઉદ્યોગે મંદિના ઓછાયામાં ચમક ગુમાવી

 હિરાની ૮૦૦ ઓફિસો બંધ! ૧ લાખ કારીગરો બેરોજગાર

યુધ્ધ અને યુએસના પ્રતિબંધોના કારણે રફ ડાયમંડની અછત સર્જાતા ઉદ્યોગ પડી ભાંગ્યો : રત્નકલાકારો અન્ય ધંધા તરફ વળ્યા, ૪૭ પરિવારોની સુરતમાં હિજરત : રોજીરોટીના અભાવે ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું

ભાવેણામાં જેમ્ઝ એન્ડ જવેલરી વિશે વિચારી યુનિટો શરૂ થાય તો જવેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળવાની આશા : નક્કર યોજનાઓ શરૂ કરવા ગુજરાત સરકાર સમક્ષ ડાયમંડ એસોસિએશનની માંગ

૬-૮ મહિનામાં રિકવરી થતી મંદિએ પકડ મજબૂત કરી

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગરના કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી છવાયેલી મંદીના કારણે રત્નકલાકારો અને વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુએસના પ્રતિબંધોના કારણે રફ ડાયમંડની અછત સર્જાતાં ઉદ્યોગ ભાંગી પડ્યો છે, જેના લીધે અંદાજે 1 લાખથી વધુ લોકો રોજગારી ગુમાવી અન્ય ધંધા-રોજગારમાં ડાયવર્ટ અથવા સુરત ખાતે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને સ્થાનિક રત્નકલાકારોના જણાવ્યા અનુસાર, નિર્મળનગર વિસ્તારની અડધોઅડધ ઓફિસો અને અનેક કારખાના બંધ થઈ ગયા છે. મંદીમાંથી ઉગારવા માટે સરકારે ડાયમંડ પાર્ક કે જ્વેલરી યુનિટ્સ સ્થાપવા જેવી નક્કર યોજનાઓ બનાવવી જરૂરી હતી. હાલ રોજીરોટીના અભાવે પરિવારનું ગુજરાન ચલાવવા રત્નકલાકારો ખેતમજૂરી કે છૂટક કામ કરવા લાચાર બન્યા છે.

ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ કહ્યું હતું કે, હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી સતત ને સતત મંદીના માહોલમાં હતો. છેલ્લા દોઢ મહિનાથી પરિસ્થિતિ થોડી સ્ટેબલ થઈ હતી, જેમાં છેલ્લે જે ટેરિફની વાત આવી તેનાથી અત્યારે માણસો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. શહેરના નિર્મળનગર વિસ્તારમાં ત્રણ ચાર વર્ષ પહેલાં 1500 ઓફિસો કાર્યરત હતી. ત્યાં માણસો ટ્રેડિંગ કામ કરતા હતા. જેમાંથી હાલ અડધી ઓફિસો, 700-800 ઓફિસો બંધ સ્થિતિમાં હશે અને અડધી ઓફિસો શરૂ હશે. બાકી હાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકા મથકો અને બધે થઈને બે લાખ લોકોને રોજી-રોટી, ધંધો આપતો હતો અને રત્નકલાકારો કામ કરતા હતા.

​’પાંચ વર્ષ પહેલાં એક પ્રોફેસર બહેન છે, તેમણે હીરાના ધંધા પર પીએચડી કર્યું હતું, ત્યારે તેની સાથે મળીને જિલ્લા, તાલુકા, ગ્રામ્ય લેવલેથી આંકડા લીધા હતા. જેમાં બે લાખ લોકોને રોજી-રોટી મળતી હોય તેવા આંકડા સામે આવ્યા હતા. તો આજની પરિસ્થિતિ જોઈએ તો કારખાનાઓ-ઓફિસો બંધ થઈ જેમાં અંદાજિત એક લાખ રત્નકલાકારો બીજા ધંધામાં ડાયવર્ટ અને સ્થળાંતર થયા છે. રત્નકલાકારો નાના-મોટા ધંધામાં ગયા અને જે વેપારીઓ છે એ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શિફ્ટ થયા હોય એવું છે.’

 

મૂળ તરસમિયા ગામના અને હાલ સુરત ખાતે રહેતા રત્નકલાકાર ભાવેશ સોનાણીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં ધંધા-રોજગારની સ્થિતિ કફોડી બની ગઈ છે. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નાના માણસ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હોવાથી લોકો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે. છેલ્લા આશરે બે મહિનામાં મારા ગામમાંથી કુલ 47 પરિવારો સ્થળાંતર કરીને સુરત ગયા છે. ભાવનગરમાં યોગ્ય ધંધો કે રોજગારની તકો ન મળતી હોવાના કારણે બાળકોની ફી ભરવી, જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી સહિતની જીવન જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે.દિવાળી બાદ પણ વધુ 10થી 12 પરિવારો સ્થળાંતર કરવાની તૈયારીમાં છે.

ભાવેશે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં રાજકીય દ્વેષના લીધે અટકેલો વિકાસ તેમજ અસામાજિક તત્વોના ત્રાસ સામે સરકારની નિષ્ફળતાને કારણે સજ્જન લોકોને પોતાના જીવના જોખમે અને પરિવારના ગુજરાન માટે શહેર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. અન્ય શહેરોમાં ધંધા-રોજગારની તકો વધી રહી છે ત્યારે સ્થાનિક નેતાઓ અને સરકાર ભાવનગરમાં વિકાસ તરફ ધ્યાન આપે અને પ્રજાના હિતમાં ગંભીરતાથી યોગ્ય પગલાં ભરે તેવી અપીલ કરી છે.

હાલના સમયે પરિવારનું પેટ ભરવા માટે ખેતરમાં અને બહાર છૂટક મજૂરી કરવા મજબૂર બન્યા છીએ. રોજનું કમાઈને રોજ ખાવાની સ્થિતિ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત કઠિન બની ગયું છે. રત્નકલાકારો બેરોજગાર થઈને અલગ-અલગ મજૂરીના કામો કરવા મજબૂર બન્યા છે. સરકારને નમ્ર વિનંતી છે કે હીરા ઉદ્યોગની સ્થિતિ પર ઊંડાણપૂર્વક ધ્યાન આપવામાં આવે અને યોગ્ય પગલાં લેવાય. જો સરકાર હીરા ઉદ્યોગને સુધારવા મદદ કરશે, તો રત્નકલાકારોને પોતાના જ ક્ષેત્રમાં રોજી-રોટી મળી રહેશે અને તેમને અન્ય મજૂરીકામ તરફ ભટકવું નહીં પડે.’

 

અમેરિકાએ રશિયન રફનો માલ ઇમ્પોર્ટ બેન કરતાં મંદી

‘જે 4થી 5 વર્ષ પહેલાંની જોવી અને આજની સ્થિતિમાં 50%નો ઘટાડો છે. આ હીરા ઉદ્યોગમાં રશિયા-યુક્રેન યુદ્ધથી મંદીનો માહોલ હોવાનું મુખ્ય કારણ છે. જે હીરા ધંધામાં રફ ડાયમંડની જરૂર હોય તેમાં 35થી 40% રફ ડાયમંડ એકલું રશિયા આપણને પૂરું પાડતું હતું. જે તે સમયે યુએસ કન્ટ્રીએ રશિયન રફનો માલ ઇમ્પોર્ટ કરવાનો બેન લગાવ્યો, એના હિસાબે મંદીની પરિસ્થિતિ ઊભી થઈ અને આજની તારીખમાં એ પરિસ્થિતિ શરૂ છે.’

હજી પણ મંદિના માહોલનું અનુમાન

‘પહેલાના સમયમાં જ્યારે હીરામાં મંદી આવતી તો 6-8 મહિનામાં મંદી રિકવર થઈ જતી અને તેજીનો માહોલ આવતો પણ આ જે મંદી આવી છે એમાં માણસોને ઘસારો વધુ લાગ્યો છે. લોકોએ નુકસાની ભોગવી છે અને હીરામાં પૈસા ઓછા કર્યા છે. લોકોને અત્યારે હીરા ઉપર એક વિશ્વાસ બેસવો જોઈએ, એ વિશ્વાસ રહ્યો નથી. જો આવી પરિસ્થિતિ રહી તો હજી પણ ધંધાની ઘણી ખરાબ પરિસ્થિતિ થાય એવું લાગી રહ્યું છે.’ ઘનશ્યામ ગોરસીયાએ કહ્યું કે, હજુ પણ ભાવનાગરમાં જેમ્ઝ એન્ડ જ્વેલરી વિશે થોડું વિચારે અને એના કંઈક યુનિટો શરૂ થાય તો જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને એના હિસાબે માણસોનું થોડુંક સ્થળાંતર અટકે એવું લાગી રહ્યું છે.

‘મંદીનો માહોલ એવો છે કે કારખાનું બંધ કરી દીધું’

મોરચંદ ગામે રહેતા રત્નકલાકાર ગોપા મકવાણાએ કહ્યું હતું કે, હું 20થી 25 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હતો. થોડો સમય બાદ પરિવારના સભ્યોને હીરા ઘસતા શીખવાડ્યા. ઘરે બે-ત્રણ ઘંટી મૂકી રોજગારી મેળવતો હતો. ત્યારે હીરા ઉધોગમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તો એવી મંદી છે કે પહેલા અમે જે કામ કરતા હતા એમાં રૂ. 15-20 હજાર મળી રહેતા અને અમારું ગુજરાન ચાલતું હતું. પણ બે-ત્રણ વર્ષથી તો આ યુદ્ધના કારણે ને મંદીનો માહોલ એવો છે કે કોઈ સંજોગોમાં ચાલી શકે એવી શક્યતા નથી. એટલે કારખાનું પણ અત્યારે બંધ કરી દીધું છે.

You Might Also Like

સર્વોત્તમ ડેરી દ્વારા ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ : પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો

ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યના 282થી વધુ વકીલ મંડળોની 18 ડિસેમ્બરે એકસાથે ચૂંટણી
ગુજરાતરાજકોટ

રાજ્યના 282થી વધુ વકીલ મંડળોની 18 ડિસેમ્બરે એકસાથે ચૂંટણી

Editor By Editor 3 days ago
વામ્બે આવાસમાં ક્રેટાની ડેકીમાંથી દારૂની 720 બોટલ ઝડપાઈ
બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
મવડીમાં આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્ર સોલંકીને જાહેરમાં ફડાકા ઝીંકાયા
APK ફાઈલથી બેંક એકાઉન્ટ ખાલી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?