ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
ભોગ બનનારને તેમજ ગુમ થનારને ગણતરીના કલાકોમા શોધી પરીવારો સાથે મીલન કરાવતી પોલીસ
અગ્ર ગુજરાત, ભાવનગર
ઉમરાળા પો.સ્ટે.મા દાખલ થયેલ અપહરણના ગુન્હા રજી.નં.૧૧૧૯૮૦૫૯૨૬૦૩૦૯/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૮૭,૧૩૭(૨),૫૪ મૂજબ ફરિયાદીએ જાહેર કરેલ ફરિયાદ મુજબ પોતાની સગીરવયની દિકરીને લગ્ન કરવાની લાલચે આરોપીઓ..(૧)મહેબુબ બફાતીશા પઠાણ જાતે.ફકીર(મુસ્લીમ) ઉ.વ.૨૭ રહે.ગઢુલા તા.શિહોર જી.ભાવનગર (૨)મુસ્તફા બફાતીશા પઠાણ જાતે.ફકીર (મુસ્લીમ) ઉ.વ.૨૦ રહે.ગઢુલા તા.શિહોર જી.ભાવનગરનાઓ અપહરણ કરી ભગાડી ગયેલ હોય તેમજ સાથે સાથે ઉમરાળા પો.સ્ટે જા.જોગ નં.૧૪/૨૦૨૬ તા.૦૬/૦૮/૨૦૨૬ ના કામે જાહેર થયેલ વિગત મુજબ જાહેરાત કરનારની પુખ્ત વયની પુત્રીને પણ ઉપરોક્ત બન્ને ઇસમ કોઇ પણ અગમ્ય કારણોસર સાથે લઈ ગયેલ હોય ઉપરોક્ત ગુન્હાના ફરિયાદી તેમજ જાણવા જોગની જાહેરાત આપનાર બન્ને હિંદુ ધર્મના હોય અને આરોપીઓ અલગ ધર્મ ધરાવતા હોય જેથી આ બનાવ ખુબજ ગંભીર અને ચકચારી હોય, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય ના સીધા માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક શિહોર જે.એચ.દહિયા નાઓની આગેવાનીમા ઉપરોક્ત અપહત સગીરા અને ગુમથનાર બન્નેને સત્વરે શોધી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે ઉમરાળા પો.સ્ટેની તેમજ એલ.સી.બી.ની અલગ-અલગ ચાર ટીમો બનાવી અને સમગ્ર ભાવનગર જિલ્લામા શોધખોળ કરતા ભાવનગર જીલ્લામા કોઇ ભાળ મળી આવેલ નહી જેથી પોલીસ અધીક્ષક નીતીશ પાંડેય નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનો ભૌગોલીક વ્યાપ વધારી હ્યુમન રીસોર્સ તથા ટેક્નીકલ સોર્સથી તપાસમા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આરોપીઓ,અપહત સગીરા તેમજ ગુમ થનાર બહેન બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા હોવાની ચોક્કસ બાતમી મળતા બરવાળા પોલીસ સ્ટેશનની ટીમ પણ આ કાર્યવાહીમા સત્વરે જોડાતા પાંચ કલાક જેવા ટુંકા ગાળામા જ બરવાળા પો.સ્ટે વિસ્તાર હદમાંથી આ અપહત સગીરા તેમજ ગુમ થનાર બન્નેને ઉપરોક્ત બન્ને આરોપીઓ ના સકંજામાંથી છોડાવી લેવામા આવેલ અને સાથે સાથે ઉપરોક્ત બન્ને આરોપીઓને ઉમરાળા પોલીસે રાઉન્ડ અપ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ :-ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.એચ.પી.બારડ તથા ટીમ તથા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.એમ.સરવૈયા તથા પો.સબ. ઇન્સ.પી.ડી.ઝાલા તથા ટીમ તથા બરવાળા પો.સ્ટે.ના પો.ઇન્સ.વીજય ટાંક તથા પો.સબ.ઇન્સ સરવૈયા તથા ટીમ તથા વલ્લભીપુર પો.સ્ટે. ટીમ તથા ટેક્નીકલ સેલ ભાવનગરની ટીમ વિગેરે જોડાયા હતા.


