By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    1 day ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    6 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

Editor
Last updated: 2026/11/03 at 3:39 PM
9 minutes ago
Share
ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી
SHARE

2008ને ભૂલશો નહીં… ભારત સરકાર માટે મોટું સરપ્રાઇઝ

ગુજરાતની જેલો, DGP-કલેક્ટર કચેરી અને મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી

ખાલિસ્તાનના નામે DGP કચેરીના સત્તાવાર ઈ-મેઈલ પર ધમકી મળતાં સમગ્ર ગુજરાતમાં ખળભળાટ : રાજકોટ, અમદાવાદની સાબરમતી અને વડોદરા સહિત રાજ્યની જેલોમાં સઘન તપાસ, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ તૈનાત

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ વખતે અજાણ્યા શખસે ખાલિસ્તાનના નામે ગુજરાત પોલીસ મહાનિર્દેશક (DGP) કચેરીના સત્તાવાર ઈ-મેઈલ પર ધમકી મોકલી છે. જેમાં ‘2008ને ભૂલશો નહીં, ભારત સરકાર માટે મોટું સરપ્રાઇઝ’ તેવો ઉલ્લેખ કરી ગાંધીનગર સ્થિત DGP કચેરી, કલેક્ટર કચેરી, એક મંદિર તેમજ ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી છે. ઈ-મેઈલમાં પાકિસ્તાન જિંદાબાદ, ખાલિસ્તાન જિંદાબાદ અને અલ્લાહુ અકબર જેવા ઉશ્કેરણીજનક નારા પણ લખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ રાજ્યનું પોલીસ તંત્ર અને જેલ વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. રાજકોટ સબ જેલ, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરા સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની અન્ય જેલોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા જેલ પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં રાવપુરા પોલીસની ટીમ સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી તપાસમાં જોડાઈ હતી, જ્યારે રાજકોટની જેલને પણ ધમકી મળતાં સ્થાનિક પોલીસ અને જેલ સત્તાવાળાઓ સતર્ક બન્યા છે. આ ધમકી માત્ર જેલ પૂરતી મર્યાદિત નથી. ઈ-મેઈલમાં સરકારી કચેરીઓ અને ધાર્મિક સ્થળને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી હોવાથી કલેક્ટર કચેરી, DGP કચેરી અને મહત્વના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે સુરક્ષા તપાસ પૂર્ણ કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે.
ધમકીભર્યા ઈ-મેઈલમાં ખાસ કરીને ‘2008ને ભૂલશો નહીં’ તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોની યાદ અપાવતા આ શબ્દોને કારણે સુરક્ષા એજન્સીઓએ ધમકીને ગંભીરતાથી લીધી છે. જોકે, ઈ-મેઈલ મોકલનાર કોણ છે, તેનો હેતુ શું છે અને 2008ના ઉલ્લેખ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ છે તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
ઈ-મેઈલમાં ખાલિસ્તાનના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ માત્ર નામના આધારે કોઈ સંગઠન કે વ્યક્તિની સંડોવણી માની શકાય નહીં. સાયબર ક્રાઇમ અને ટેકનિકલ તપાસ દ્વારા ઈ-મેઈલ મોકલનારનું લોકેશન, આઈપી એડ્રેસ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ શોધવાની દિશામાં તપાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ગત 27 ઓક્ટોબરના રોજ અમદાવાદની નારાયણ ગુરુ સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલય સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓને ધમકી મળી હતી. આ ઉપરાંત અમદાવાદના મેયરની કચેરી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ચીમકી આપવામાં આવી હતી.
આ ધમકીભર્યા ઈ-મેઈલમાં 21 નવેમ્બરના રોજ યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં, મુંબઈમાં અમિતાભ બચ્ચન અને અમદાવાદમાં દિલજીત દોસાંજને બોમ્બ હુમલામાં મારી નાખવાની ધમકીનો પણ ઉલ્લેખ કરાયો હતો. તે વખતે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં ધમકીઓ અફવા સાબિત થઈ હતી.
અગાઉ અમદાવાદની સ્કૂલો, કોર્ટ અને સરકારી કચેરીઓને મળેલા ધમકીભર્યા ઈ-મેઈલની તપાસમાં સાયબર એજન્સીઓએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધીની કડીઓ હોવાની પ્રાથમિક વિગતો મેળવી હતી. ઈ-મેઈલ એકાઉન્ટના ટેકનિકલ વિશ્લેષણમાં વિદેશી લોકેશન પરથી તેનો ઉપયોગ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ અગાઉના કેસોની તપાસમાં હેક કરાયેલા ઈ-મેઈલ એકાઉન્ટનો ઉપયોગ કરીને ધમકીઓ મોકલવાના નેટવર્કની પણ વિગતો સામે આવી હતી. રાજ્યભરમાં જેલોની સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે હવે તપાસ એજન્સીઓ સામે સૌથી મોટો પડકાર ધમકી આપનાર અજાણ્યા શખસ સુધી પહોંચવાનો છે. ધમકી માત્ર અફવા છે કે તેની પાછળ કોઈ ગંભીર ષડયંત્ર છુપાયેલું છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.

 

You Might Also Like

 દુષ્કાળથી કચ્છના ૧૦૦થી વધુ પરિવારની હિજરત

દોઢ થી ચાર ઇંચના સમ્પ કનેકશનમાં 3.૭૫ લાખની વ્યાજમાફી

અંજીર, કાજુ, ગુલકંદ, દ્રાક્ષનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 ઘીની અછતથી ભાવમાં રૂ.૫૦ સુધીનો તોતિંગ વધારો, મોંઘવારીનો વધુ એક માર

 તમે રીલ્સ ઓછી જોશો તો જ બાળકોને રોકી શકશો, મુખ્યમંત્રીની શિક્ષકોને ગંભીર ટકોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ
ગુજરાતરાજકોટ

 મેરા યુવા ભારત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિતે વકતૃત્વ નિબંધ સ્પર્ધા યોજાઇ

Editor By Editor 4 days ago
પડધરી કોલેજમાં ઇતિહાસના વિઝિટર કે ફેકલ્ટીની નિમણૂક કેમ નહીં? વારંવાર રજૂઆત છતાં પ્રશ્ન યથાવત
લીલીયાના ગુંદરણ ગામે બે શ્રમિકોને કાર સાથે બાંધી જીવતા સળગાવ્યાં
લોનના હપ્તા પેટે આપેલો રૂ.13,549નો ચેક બાઉન્સ થતાં આરોપીને એક વર્ષની જેલ
 જામનગર ભાજપ મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી ૪૦.૬૮ લાખનો દારૂ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?