- સરકારનો મોટો નિર્ણય
- દિવાળીમાં ફરવા માટે મળશે વિકલ્પ
- તહેવારના પગલે રજા જાહેર કરવાની હતી માગ
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહીં સરકારે કર્મચારી સંગઠનની માગણી સ્વીકારી લીધી છે. દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ સરકાર દ્વારા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આમ સરકારે કર્મચારી સંગઠનોની માગણી સ્વીકારી છે.
માહિતી અનુસાર આ રજા જાહેર થવાના કારણે હવે સરકારી કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં સળંગ 11થી 15 નવેમ્બરની રજાનો લાભ મળી શકશે. મહત્વનું છે કે કર્મચારી સંગઠનો દ્વારા સરકારને આ બાબતે ધ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને 13 નવેમ્બરના રોજ રજા જાહેર કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી.
જેના લીધે હવે સરકારી કર્મચારીઓને એકીસાથે સળંગ 5 દિવસની રજાનો લાભ મળી શકશે અને તેમને તહેવારોમાં ક્યાંક ફરવા જવું હોય અથવા ટૂર પ્લાન કરવામાં પણ સરળતા પડશે. આમ દિવાળી પહેલા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને ઉજવણી કરવા માટે વધુ એક કારણ આપ્યું છે અને સરકારે આ માગણીને સ્વીકારી લીધી છે.
મહત્વનું છે કે આની પહેલા જ દિવાળી પહેલા સરકાર ઓલરેડી સરકારી કર્મચારીઓને રાહત મળે એવા નિર્ણયો જાહેર કરી ચૂકી છે. જેમાં ફિક્સ કર્મચારીઓના પેમેન્ટમાં 30 ટકાનો વધારો, વર્ગ 4ના કર્મચારીઓને બોનસ, સરકારી નિગમના કર્મચારીઓને શરતો આધારિત લાભ અને એસટી કર્મચારી સંગઠનની વિવિધ માગણીઓને સરકારે ધ્યાને લઈ સ્વીકારી હતી અને એક રીતે દિવાળી ગિફ્ટ આપી હતી.


