- તાજેતરમાં HCએ ટ્રાફિકની સમસ્યાની લીધી હતી ગંભીર નોંધ
- રોડ ઉપર થતા પાર્કિગ અને દબાણો દૂર કરવા નોટીસ
- જજીસ બંગલો રોડ પર આવેલા ન્યુયોર્ક પ્લાઝા નોટીસ
અમદાવાદમાં રસ્તા પર રખડતાં ઢોર હોય કે પછી ટ્રાફિકની સમસ્યા હોય AMC અને અમદાવાદ પોલીસ માટે સતત હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે. આ વચ્ચે પાર્કિંગના મુદ્દા પર AMC ની ટીમ સક્રિય બની છે. અને વગર પાર્કિંગની બિલ્ડિંગોને નોટીસ આપવામાં આવી છે.
છેલ્લા થોડાં સમયથી AMC ને વિવિધ મુદ્દા માટે AMC દ્વારા ટકોર કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં HCએ ટ્રાફિકની સમસ્યાની ગંભીર નોંધ લીધી હતી. જેના માટે રોડ ઉપર થતાં પાર્કિંગ અને દબાણો દૂર કરવા માટે વિવિધ બિલ્ડિંગમાં નોટિસ આપવામાં આવી છે.
આ માટે અમદાવાદના વ્યસ્ત વિસ્તાર એવા જજીસ બંગલો રોડ પર આવેલા ન્યુયોર્ક પ્લાઝામાં નોટીસ આપવામાં આવી છે. રોડ ઉપર થતા પાર્કિગ અને દબાણો દૂર કરવા AMC એ બિલ્ડીંગોને નોટિસ આપી છે.
જ્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટીસ ફટકારી જણાવ્યું કે, પશુ રાખવાની જગ્યા ન હોય તેમને લાયસન્સ નહી મળે તેમજ પશુ રાખવાની જગ્યા નહી હોય તેમને શહેરની બહાર પશુને લઈ જવા પડશે. જો કે, આ મ્યુનિસિપલના આ નિર્ણયથી શહેરના પશુમાલિકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર એ એમ સી કાર્યવાહીના મોડમાં જોવા મળી રહી છે


