- યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું મોત નિપજ્યું
- પુત્રી સાથે પ્રેમ સંબંધ બાંધતા પિતાએ કરી હત્યા
- પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા માર્યો હતો માર
દ્વારકામાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઇ છે. જેમાં પ્રેમિકાના પિતાએ પ્રેમીની હત્યા કરી છે. તેમાં પ્રેમ સંબંધમાં હાર્દિક બારીયાના નામના યુવકની હત્યા થઇ છે. પુત્રી સાથે પ્રેમ સંબંધ બાંધતા પિતાએ હત્યા કરી છે. જેમાં પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા માર માર્યો હતો.
આરોપી જેસલ ગઢવીને ઝડપી પાડવા પોલીસની શોધખોળ શરૂ
આરોપી જેસલ ગઢવીને ઝડપી પાડવા પોલીસની શોધખોળ શરૂ છે. ત્યારે દ્વારકામાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યાના કેસમાં દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તેમાં આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી છે. જેમાં હાર્દિક બારીયા નામના યુવકની હત્યા કરાઈ હતી. તેમાં દીકરીના પિતાએ દીકરીના પ્રેમીની હત્યા કરી હતી. જેમાં પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા યુવકને માર માર્યો હતો. તેમાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું મોત નિપજ્યું છે.
22 વર્ષીય યુવકને યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી
22 વર્ષીય યુવકને યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. જેમાં યુવકનું મૃત્યુ થતા દલિત સમાજ રોષે ભરાયો છે. તથા દલિત સમાજના દિકરાને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ થઇ રહી છે. ત્યારે દ્વારકા પોલીસે મામલાની ગંભીરતા જોઈ આરોપી જેસલ ગઢવીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણો સમગ્ર ઘટના:
સમગ્ર દ્વારકા શહેરમાં હત્યાના બનાવને પગલે સમગ્ર વાલ્મીકિ સમાજ એકત્ર થયો હતો. સમાજમાં રોષ ભભુક્યો છે. દ્વારકા શહેરના BVG સફાઇના સુપર વાઇઝરે યુવાનને માર મારતા સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા એક 22 વર્ષનો યુવાન હાર્દિક બારીયાને દ્વારકામાં BVG કંપનીમાં સફાઇમાં સુપરવાઇઝર તરીકે નોકરી બજાવતા જેસલ ગઠવીએ હાર્દિક સાથે થયેલ મનદુખનો ખાર રાખી બેફામ માર મારી જીવલેણ હુમલો કરતા યુવકનને માથાના ભાગે હેમરેજ થઇ ગયેલ હતું.
પીઆઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો
પ્રથમ સારવાર દ્વારકા બાદ ખંભાળિયા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ હતો. તે દરમ્યાન આજે યુવાનનું મોત નિપજતા દ્વારકા અનુ.જાતિ સમાજના લોકો દ્વારકા પોલીસ સ્ટેશને પહોચ્યા ત્યાથી સમાજના લોકોને વાસમાં ભેગા કરી આરોપી વિરૂધ્ધ કડક પગલા લેવા માંગણી કરી હતી. બનાવની તપાસમાં દ્વારકા જિલ્લાનાના એસ.સી. એસ ટી સેલના ના ડીવાય .એસ પી સમિર શારડા દ્વારકા પીઆઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
આસપાસના વિસ્તારના લોકોને પુછપરછ કરી બનાવ કઇ રીતે બન્યો હતો તે તપાસ કરી
જેમાં આરોપી વિરૂદ્ધ કડક પગલા ભરવા અને આરોપીની વહેલી તકે ધરપકડ કરાવા ખાત્રી આપતા મામલો શાંત પડ્યો હતો. પોલીસે મામલાની ગંભિરતા ધ્યાને લઇ બનાવ બન્યો હતો તે સ્થળે પહોચી હતી. આસપાસના વિસ્તારના લોકોને પુછપરછ કરી બનાવ કઇ રીતે બન્યો હતો તે તપાસ કરી હતી. હાલ આરોપી જેસલ ગઢવી ફરાર થઇ ગયેલ હોય આરોપીને પકડવા જિલ્લાની પોલીસ એસ.ઓ.જી એલ.સી.બી સહિતના સ્ટાફને દોડાવી હોવાનું ડીવાય એસપીએ જણાવ્યુ હતું. પોલીસે મૃતકની માતાની ફરિયાદ લઇ આરોપી જેસલ ગઢવી વિરૂદ્ધ આઇ.પી.સી કલમ 323, 325, 352, 307, 308 તથા એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે


