- યુવરાજ સિંહે વિરાટ કોહલીના સ્કિલની ઉડાવી મજાક
- વિરાટ કોહલી ખુદને રોનાલ્ડો સમજે છે- યુવરાજ
- વિરાટ કોહલી રોનાલ્ડો નથી- યુવરાજ
યુવરાજ સિંહ તાજેતરમાં એમએસ ધોની અને તેની વચ્ચેની મિત્રતા અંગેના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે અને ધોની ક્યારેય ગાઢ મિત્રો નહોતા. હવે તેણે વિરાટ કોહલી અંગે એક રસપ્રદ વાત કહી છે. તેણે વિરાટ કોહલીની ફૂટબોલ સ્કિલની મજાક ઉડાવી અને કહ્યું કે, વિરાટ કોહલીને લાગે છે કે, તે રોનાલ્ડો છે, પરંતુ એવું નથી. સાથે યુવરાજે એવું પણ કહ્યું કે, તે વિરાટ સાથે વધુ વાત કરી શકતો નથી. કારણ કે, વિરાટ અત્યારે ખુબ વ્યસ્ત રહે છે.
કોહલી સારો ફૂટબોલર નથી
યુવરાજે મજાકમાં કહ્યું કે, કોહલી વિચારે છે કે તે ખૂબ જ સારો ફૂટબોલર છે પરંતુ મારી પાસે તેના કરતાં વધુ સ્કિલ છે. કોહલીને લાગે છે કે, તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે પરંતુ તેવું નથી. જો કે, કોહલી ક્રિકેટમાં રોનાલ્ડો છે. જો આપણે ફિટનેસની વાત કરીએ તો પણ તેની માનસિકતા રોનાલ્ડો જેવી છે અને રમત પરના ફોકસમાં પણ બંને વચ્ચે સમાનતા છે.
વિરાટ સાથે વાત નથી થતી- યુવરાજ
જ્યારે યુવરાજને પૂછવામાં આવ્યું કે શું તે અને વિરાટ સાથે મુલાકાત કરેછે. આ સવાલના જવાબમાં યુવીએ કહ્યું કે, ‘ના, એવું નથી. હું તેને પરેશાન કરતો નથી. કારણ કે, તે વ્યસ્ત છે. યુવાન વિરાટ કોહલીનું નામ ચીકૂ હતું. આજે ચીકૂ વિરાટ કોહલી બની ગયો છે. આ એક મોટો તફાવત છે. આ દરમિયાન યુવરાજે ફિટનેસના મામલે વિરાટના વખાણ કર્યા અને કહ્યું કે, અમે બધા હંમેશા એક ફૂટની ટીમ રહેવા ઈચ્છતા હતા, પરંતુ જ્યારે વિરાટ કેપ્ટન બન્યો ત્યારે વસ્તુઓ ઘણી બદલાઈ હતી. વિરાટે બેન્ચમાર્ક સેટ કર્યો હતો.


