By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઝગમગતું ગુજરાતઃ દિવાળીના તહેવારોમાં અસલ ચમકની ડ્રોનદૃષ્ટિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ઝગમગતું ગુજરાતઃ દિવાળીના તહેવારોમાં અસલ ચમકની ડ્રોનદૃષ્ટિ

agragujaratnews
Last updated: 2023/11/09 at 11:44 AM
2 years ago
Share
ઝગમગતું ગુજરાતઃ દિવાળીના તહેવારોમાં અસલ ચમકની ડ્રોનદૃષ્ટિ
SHARE

ગુજરાતમાં દિવાળીના તહેવારોની અસલ ચમક પરત ફરી રહી હોય તેમ શહેરોની બજારોમાં ભીડ દેખાઈ છે અને રોશનીથી સમગ્ર રાજ્ય ઝગમગતું હોય તેવું ડ્રોનાવલકોનમાં લાગી રહ્યું છે

કોરોના શબ્દ યાદ કરવાનો કોઈ અર્થ જ રહ્યો નથી. આ વર્ષે તે વાત વધારે નક્કર રીતે સાબિત થઈ છે, કેમ કે તેને પાછળ રાખીને દુનિયા આગળ વધી ગઈ છે. ગુજરાત પણ ક્યારનુંય તેનાથી આગળ વધી ગયું છે, પરંતુ આ વર્ષે કોરોનાની કઠણાઈ યાદ પણ ના આવે તેવી સ્થિતિ આવી છે અને તેની જગ્યાએ ઝગમગતું ગુજરાત એવું દૃશ્ય દેખાઈ રહ્યું છે. ડ્રોન ઉત્સાહીઓ શહેરમાં વધી રહ્યા છે ત્યારે રાત્રે રોશનીના દૃશ્યો ઉપરથી વધારે આકર્ષક લાગે છે. વિહંગાવલોકનની જગ્યાએ ડ્રોનદૃષ્ટિ શબ્દ વાપરી શકાય અને અવલોકન શબ્દને આગળ વધારવો હોય તો ડ્રોનાવલોકન પણ કહી જ શકાય.
આપત્તિમાં અવસર શોધવો એ ગુજરાતી પ્રજાનો સ્વભાવ રહ્યો છે. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યાંથી વાતની શરૂઆત કરવી હોય તો પણ ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે ગુજરાતીઓ માર્ગ કાઢતા રહ્યા છે. વધારે પાછળ જવું હોય તો વારંવાર દુકાળ, સુરતમાં લૂંટ, મુંબઈનો બંદર તરીકે વિકાસ, ખંભાત સહિત બંદરોની પડતી વગેરે ઘણું બધું યાદ કરવું પડે. પરંતુ આપણે આઝાદી વખતથી જ વાત કરીએ તો પણ આપદામાંથી ગુજરાત ઉગરતું જ આવ્યું છે અને દેશ માટે નમૂનારૂપ મોડલ તૈયાર કરતું રહ્યું છે.

સૌપ્રથમ વાત કરવી પડે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નેતૃત્ત્વની. દેશને આઝાદ પણ કર્યો, દેશને એક પણ કર્યો, ગ્રામ સ્વરાજથી માંડીને સ્વાવલંબન માટેની કલ્પના પણ કરી, પ્રજા જાગૃતિના અનોખા પ્રયાગો ખેડા સહિતના સત્યાગ્રહો દ્વારા કર્યા અને મહાજનોને પણ સ્વતંત્રતા આંદોલન સાથે જોડીને મજૂર અને મહાજન વચ્ચે એકવાક્યતા સુધીની ઘટનાઓ ગુજરાતમાં બની. મીલ કામદારોની સમસ્યા દૂર કરવા માટે પશ્ચિમના યુનિયન પ્રકારની હડતાળો પડી હતી, પણ પૂર્વના સંસ્કાર પ્રમાણે સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંત્ર પ્રમાણે સમાધાન સાધવામાં આવ્યું હતું.
ભાષાવાર પ્રાંત રચના કરવા માટેનો વિચાર કોંગ્રેસની કારોબારીમાં થયો હતો ખરો, પણ સ્વાતંત્ર્ય પછી બીજી સમસ્યાઓ વચ્ચે તેનું કામ રહી ગયું. તેના કારણે ભાષાવાર રાજ્યોની રચનામાં જે ઉકળાટ થયો તેનો અનુભવ ગુજરાતને પણ થયો. ગુજરાત – વિશેષ તો ગુજરાતીઓ ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયા હતા – મુંબઈ, ગુજરાત અને સૌરાષ્ટ્ર.

તેમાંથી આખરે અખંડ ગુજરાતની રચના થઈ, પણ તે પહેલાં ગુજરાતમાં આંદોલન તોફાની બન્યા. મુંબઈમાં વધારે સ્ફોટક સ્થિતિ હતી અને આમચી મુંબઈના સંકુચિત નારાથી નકારાત્મક માહોલ પેદા થયો હતો. ગુજરાત તેમાંથી ઝડપથી બહાર આવ્યું અને ગુજરાતની રચના થયા પછી ઝડપથી કામે લાગી ગયું.પાકિસ્તાન સાથે યુદ્ધના વાદળો ઘેરાયા, કચ્છે ખાંડા ખખડ્યા અને મુખ્ય પ્રધાનનું વિમાન તૂટી પડ્યું. નવાસવા રાજ્ય માટે આ નડતર હતું, પણ ગુજરાતીઓએ તેને નક્કર આયોજન દ્વારા હટાવ્યું. વાપીથી મહેસાણા સુધીનો ગોલ્ડન કોરિડોર તૈયાર થવા લાગ્યો અને સૌરાષ્ટ્રમાં રાજકોટ જેવા જાણીતા એસ્ટાબ્લિશ્ડ ઉદ્યોગોની સાથે થાન-મોરબીના નવા કેન્દ્રો પણ તૈયાર થવા લાગ્યા. ને મોરબીની મચ્છુ દુર્ઘટના. આટલી મોટી આપદામાંથી મોરબી પણ બેઠું થયું અને ગુજરાતનો માનવી પણ બેઠો થયો. ને એ જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો એ માનવીય બેદરકારી સામે કાયદાકીય સજાનો નમૂનો પણ હવે ગુજરાતે આપવાનો છે.
કટોકટી વખતે ગુજરાત પર સૌની નજર હતી અને તેનો સામનો કેમ કરી શકાય તેનો નમૂનો પણ ગુજરાતે આપ્યો છે. નવનિર્માણનો મંત્ર આપનારું રાજ્ય પણ આ જ છે. તામિલનાડુની એક યોજના મધ્યાહ્ન ભોજન અહીંથી જ કેન્દ્રમાં પહોંચી અને અહીંથી જ સામાજિક ન્યાયની લડાઈ અને ઓબીસી અનામત પણ શરૂ થઈ. અનામત વિરોધી આંદોલનની આગ પણ 1984-85માં જોઈ અને છેલ્લા દાયકામાં પણ જોઈ. અને આ વચ્ચે કચ્છનો ભયાનક ભૂકંપ, ગોધરાની આતંકવાદી ઘટના અને તેના પડઘા સહિતની અનેક મુશ્કેલી વચ્ચે ગુજરાત થંભ્યું નથી. સમૃદ્ધ પંજાબ ઉડતા પંજાબ બન્યું તેની મુશ્કેલીમાંથી આજેય માર્ગ મળી રહ્યો નથી, ગુજરાતી પ્રજાએ દરેક મુશ્કેલીમાંથી માર્ગ શોધીને માત્ર આ પ્રદેશ નહીં, દેશ નહીં, દુનિયાને પણ ઝગગમતી રાખવાના મંત્રો ભણ્યા છે. ખરું ભણ્યો ભા…

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ભાવનગર

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

Editor By Editor 6 days ago
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?