મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન હજુ ઈઝરાયેલ-હમાસ યુદ્વ મામલે યથાવત રહ્યા સાથે ફરી વૈશ્વિક આર્થિક મોટા સંકટ, મંદીના ભય વચ્ચે અમેરિકામાં ક્રુડના વધતાં સ્ટોક અને વૈશ્વિક માંગ મંદ રહેવાના અંદાજોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં બોલાઈ ગયેલા કડાકા અને વૈશ્વિક બજારોમાં એકંદર ગત સપ્તાહ નરમાઈ સાથે સાવચેતીનું રહ્યું છે. ભારત માટે વિદાય લીધેલા સંવત ૨૦૭૯ શેર બજારોમાં નવા અનેક વિક્રમો સ્થાપીને રોકાણકારોને મબલક વળતર અપાવી ગયું છે. હવે નવા શરૃ થઈ રહેલા વિક્રમ સંવત ૨૦૮૦માં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો સાથે પડકારોનું બની રહેનાર વર્ષમાં જીઓપોલિટીકલ પરિબળ અને રાજયોની ચૂંટણીઓ બાદ લોકસભાની યોજાનારી ચૂંટણીઓ બે મહત્વના પરિબળો રહેશે. મોંઘવારીથી ત્રસ્ત વિશ્વ માટે હજુ આ પરિબળ પડકારરૃપ બની રહ્યું હોઈ એના પર વિશ્વની સેન્ટ્રલ બેંકોની વ્યાજ દરોની નીતિ મહત્વની બની રહેશે. અમેરિકા સહિતની વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરમાં વધારો અટકાવ્યો છે, પરંતુ ઘટાડા તરફી હજુ સ્પષ્ટ સંકેત આપ્યો નથી, ત્યારે નવા વર્ષમાં એના પર પર વૈશ્વિક બજારોનો ટ્રેન્ડ નક્કી થવામાં મહત્વની ભૂમિકા રહેશે. આગામી સપ્તાહમાં મંગળવારે શેર બજારો વિક્રમ સંવત ૨૦૮૦ના મંગળ પ્રારંભનું નૂતન વર્ષાભિનંદન દિન નિમિતે ૧૪, નવેમ્બરના બંધ રહેશે. જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૬૪૨૨૨ના સપોર્ટે ૬૫૫૫૫ ઉપર બંધ થતાં ૬૬૦૦૦ અને નિફટી સ્પોટ ૧૯૨૨૨ની ટેકાની સપાટીએ ૧૯૬૬૬ ઉપર બંધ થતાં ૧૯૭૭૭ શકયતા રહેશે.
અર્જુનની આંખે : બાલમેર લોરી એન્ડ કંપની લિ.
બીએસઈ(૫૨૩૩૧૯), એનએસઈ(BALMLAWRIE) લિસ્ટેડ રૃ.૧૦ પેઈડ-અપ, ભારત સરકારના ૬૧.૮ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની મીનિ રત્ન-કેટેગરી-૧ પીએસયુ કંપની બાલમેર લોરી એન્ડ કંપની લિમિટેડ (Balmer Lawrie & Company Ltd), વર્ષ ૧૯૯૦માં ૧:૨ બોનસ, વર્ષ ૨૦૧૩માં ૩:૪, વર્ષ ૨૦૧૬માં ૩:૧ અને વર્ષ ૨૦૧૯માં ૧:૨ બોનસ શેર ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૯૪.૪૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, રૃ.૨૩૫૮ કરોડના ટર્નઓવર પર રૃ.૧૫૪ કરોડનો નફો કરતી,ISO 9000:2000, ISO 9001:2008, ISO 14000:2004, OHSAS 18001:1999, OHSAS:2007 CERTIFIED કંપની પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય દ્વારા માર્ગદર્શિત કંપની વિવિધ ક્ષેત્રે કાર્યરત છે. જેમાં પ્રમુખ પ્રોડક્ટસમાં (૧) ઈન્ડસ્ટ્રીયલ પેકેજીંગ (૨) ગ્રીસીઝ અને લુબ્રિકેન્ટસ (૩) લેધર કેમિકલ્સ તથા સર્વિસિઝિ ક્ષેત્રે (૧) ટુર્સ એન્ડ ટ્રાવેલ (૨) લોજીસ્ટિક્સ સર્વિસિઝ (૩) લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રકચર (૪) રીફાઈનરી અને ઓઈલ ફિલ્ડ સર્વિસિઝ ક્ષેત્રે કાર્યરત છે.ભારતની સૌથી મોટી એમએસ ડ્રમ્સની મેન્યુફેકચરર હોવા ઉપરાંત કંપની ભારતની સૌથી મોટી ગ્રીસ ઉત્પાદક છે અને આઈએટીએ એક્રેડિટેડ સૌથી જૂની ટ્રાવેલ એજન્સીઓમાં એક છે. કંપની ડિફેન્સ સેકટર માટે સ્પેશ્યાલિટી લુબ્રિકન્ટ્સ પૂરા પાડે છે. વૈવિધ્યીકૃત કંપની તેની કુલ આવકના ઈન્ડસ્ટ્રીયલ પેકેજિંગમાંથી ૩૧ ટકા, લોજિસ્ટિક સર્વિસ અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાંથી ૩૨ ટકા, ગ્રીસીઝ અને લુબ્રિકન્ટ્સમાંથી ૨૫ ટકા અને ટ્રાવેલ તેમ જ વેકેશન્સ સેગ્મેન્ટમાંથી ૧૨ ટકા મેળવે છે.
મેન્યુફેકચરીંગ સવલતો : તલોજા-નવી મુંબઈ, અસાઓટી, કોલકતા, ચેન્નઈ, ચિત્તોર અને સિલ્વાસામાં મેન્યુફેકચરીંગ સવલતો અને દેશભરમાં અનેક સ્થળોએ ઓફિસો થકી (૧) સ્ટીલ બેરલ્સ મેન્યુફેકચરીંગ-ભારતમાં સૌથી મોટી એમએસ ડ્રમ્સની મેન્યુફેકચરર અને ઉદ્યોગમાં ૪૦ ટકા બજાર હિસ્સો ધરાવતી (૨) ગ્રીસીઝ મેન્યુફેકચરીંગ (૩) ફેટ લિકર મેન્યુફેકચરીંગ (૪) ફ્રેઈટ કન્ટેઈનર મેન્યુફેકચરીંગ અને (૫) ટ્રાવેલ બિઝનેસમાં દેશમાં સૌથી મોટો ફાળો ધરાવે છે. આ સિવાય કંપની (૬) ઈન્ડસ્ટ્રીયલ પેકેજીંગ (૭) લુબ્રિકેન્ટસ મેન્યુફેકચરીંગ (૮) લેધર કેમિકલ્સ (૯) રીફાઈનરી અને સર્વિસિઝ (૧૦) લોજિસ્ટિકસ (૧૧) ટ્રાવેલ એન્ડ ટુર્સ આ ૧૧ ઉદ્યોગોમાં છે.
સંયુકત સાહસો : કંપની ઉપરોકત દર્શાવેલા ૧૨ ક્ષેત્રોમાં વિવિધ સંયુકત સાહસો ધરાવે છે. જેમાં (૧) ગ્રીફ બ્રોસ. કોર્પોરેશન યુ.એસ.એ. સાથે ૫૦:૫૦ ટકા પેકેજીંગ ક્ષેત્રે સંયુકત સાહસ બાલમેર-વેનલીઅર લિમિટેડ (૨) નાયકો એસએ ઓફ ફ્રાંસ સાથે એવીઆઈ-ઓઈલ લિમિટેડ (૩) દુબઈમાં બાલમેર લોરીઝ (યુ.એ.ઈ) એલએલસીમાં ૫૧:૪૯ ટકા સંયુકત સાહસ એચએચ શેખ હેશર એમજીકેટીઓ સાથે (૪) એપ્રિલ ૨૦૧૦માં ઈન્ડોનેશીયાની પીટી ઈમાની વિક સાના સાથે ૫૦:૫૦ ટકા સંયુકત સાહસ ગ્રીસ અને લુબ્રિકેન્ટના ઉત્પાદન માટે ઈન્ડોનેશીયામાં પીટીઆઈ જીયુ છે. (૬)કંપનીની સબસીડિયરી વિશાખાપટ્ટનમ પોર્ટ લોજિસ્ટિક્સ પાર્ક લિમિટેડ છે.
લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રકચર : લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કંપની પાસે સૌથી મોટી પ્રોપર્ટીની માલિકી છે. જેમાં (૧) ફ્રેઈટ સ્ટેશન્સ માટે મુંબઈ, ચેન્નઈ અને કોલકતામાં ત્રણ શહેરમાં ૨૫,૦૦,૦૦૦ ચોરસ ફૂટ કવર્ડ અને ઓપન વેર હાઉસ (૨) કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશન્સ માટે નવી મુંબઈમાં ૨૬ એકર જગ્યા, ચેન્નઈમાં ૨૨ એકર જગ્યા અને કોલકતામાં ૧૬.૫ એકર મળીને ત્રણ શહેરમાં કુલ ૬૫ એકર જમીન છે.
ગ્રાહકો : પ્રમુખ ગ્રાહકોમાં ઓએનજીસી, આઈઓસી, રિલાયન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, મીનિસ્ટ્રી ઓફ ડીફેન્સ, એનટીપીસી, ન્યુકલીયર પાવર કોર્પોરેશન, સેઈલ, જિન્દાલ સ્ટીલ, ભેલ, ભારત અર્થ મુવર્સ, બીપીસીએલ, એચપીસીએલ, સીપીસીએલ, એમઆરપીએલ સહિતનો સમાવેશ છે.
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૦માં ૧:૨, વર્ષ ૨૦૧૩માં ૩:૪, વર્ષ ૨૦૧૬માં ૩:૧ અને વર્ષ ૨૦૧૯માં ૧:૨ શેર બોનસ
ડિવિડન્ડ : વર્ષ ૨૦૧૯માં ૧૧૦ ટકા, વર્ષ ૨૦૨૦માં ૭૫ ટકા, વર્ષ ૨૦૨૧માં ૬૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૬૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૭૫ ટકા
બુક વેલ્યુ : માર્ચ ૨૦૧૯ના રૃ.૧૧૪.૦૫, માર્ચ ૨૦૨૦ના રૃ.૭૭.૧૭ ( ૧:૨ શેર બોનસ ઈસ્યુના કારણે), માર્ચ ૨૦૨૧ના રૃ.૭૬.૪૭, માર્ચ ૨૦૨૨ના રૃ.૭૭.૧૮, માર્ચ ૨૦૨૩ના રૃ.૭૯.૩૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૃ.૯૩.૮૨
નાણાકીય પરિણામ :(કોન્સોલિડેટેડ)
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૃ.૨૦૯૨.૦૪ કરોડની તુલનાએ વધીને રૃ.૨૩૫૮.૧૧ કરોડ મેળવીને એનપીએમ ૪.૫૩ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૮૯.૪૫ કરોડની તુલનાએ વધીને રૃ.૧૦૬.૮૭ કરોડ અને સંયુક્ત સાહસો એ એસોસીયેટ્સ કંપનીઓના રૃ.૬૪.૯૮ કરોડ મળીને કુલ ચોખ્ખો નફો રૃ.૧૭૧.૮૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૃ.૮.૦૭ થી વધીને રૃ.૧૦.૫ હાંસલ કરી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ : ચોખ્ખી આવક રૃ.૬૫૬.૨૭ કરોડની તુલનાએ ઘટીને રૃ.૬૦૨.૪૭ કરોડ મેળવી એનપીએમ ૬.૯૨ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૪૧.૬૯ કરોડ અને સંયુક્ત સાહસો, એસોસીયેટ્સના રૃ.૧૫.૬૧ કરોડ મળીને રૃ.૫૭.૩૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૃ.૩.૨૮ થી વધીને રૃ.૩.૩૫ હાંસલ કરી છે.
(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોખ્ખી આવક રૃ.૫૯૮.૨૨ કરોડ મેળવી ચોખ્ખો નફો રૃ.૪૭.૫૧ કરોડ અને સંયુક્ત સાહસો અને એસોસીયેટ્સના રૃ.૧૫.૦૩ કરોડ મળીને રૃ.૬૩.૮૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૃ.૩.૭૪ હાંસલ કરી છે.
(૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોખ્ખી આવક રૃ.૧૨૦૦.૬૯ કરોડ મેળવીને એનપીએમ ૭.૪૩ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૮૯.૨૧ કરોડ અને સંયુક્ત સાહસો, એસોસીયેટ્સના રૃ.૨૯.૧૭ કરોડ મળીને કુલ ચોખ્ખો નફો રૃ.૧૨૧.૧૪ કરોડ નોંધાવી શેર દીઠ અર્ધવાર્ષિક આવક રૃ.૭.૦૯ હાંસલ કરી છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવક રૃ.૨૪૦૦ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૃ.૧૮૬.૪૧ કરોડ તેમ જ સંયુક્ત સાહસો અને એસોસીયેટ્સના રૃ.૬૧.૭૧ કરોડ મળીને કુલ ચોખ્ખો નફો રૃ.૨૪૮.૧૨ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૃ.૧૪.૫૧ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ભારત સરકારના ૬૧.૮૦ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની મીનિ નવરત્ન-કેટેગરી વન પીએસયુ સાહસ (૩) ચારબોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૯૪.૪૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૪) સતત ડિવિડન્ડ ચૂકવતી (૫) એમએસ ડ્રમ્સ અને ગ્રીસની ભારતની સૌથી મોટી ઉત્પાદક અને એશીયામાં ગ્રીસમાં ટોચની ૧૦ કંપનીમાં સમાવિષ્ટ (૬) ૧૧ ક્ષેત્રોમાં વિવિધ સંયુકત સાહસો ધરાવતી (૭) વૈવિધ્યીકૃત કંપનીને ૧૭નો પી/ઈ મળવો જોઈએ, પરંતુ ભારત સરકારના પીએસયુ એકમ તરીકે કાર્યરત ૯૪.૪૩ ટકા ૧બોનસ ઈક્વિટી ધરાવતી, છેલ્લા ત્રણ નાણા વર્ષમાં ચોખ્ખા નફાના સરેરાશ ૮૮ ટકા ડિવિડન્ડ પે-આઉટ કરનાર કંપનીને ન્યુનતમ ૧૪નો પી/ઈ મળવો જોઈએ, જે બાલમેર લોરી એન્ડ કંપની લિમિટેડ પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં અપેક્ષિત શેર દીઠ કમાણી રૃ.૧૪.૫૧ અને અપેક્ષિતિ બુક વેલ્યુ રૃ.૯૩.૮૨ સામે બીએસઈ, એનએસઈ પર શેર રૃ.૧૪૫ના ભાવે ૧૦ના પી/ઇએ ઉપલબ્ધ છે.