- વર્ષ 2025માં રમવામાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી
- ચેમ્પિયન્સ ટ્રોફી માટે 8 ટીમોએ કર્યું ક્વોલીફાઈ
- વેસ્ટ ઈન્ડીઝ અને શ્રીલંકા ન કરી શક્યું ક્વોલીફાઈ
વર્લ્ડકપ 2023ની લીગ સ્ટેજની મેચો પૂર્ણ થતાની સાથે જ વર્ષ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. ICC એ નક્કી કર્યું હતું કે, પાકિસ્તાન ઉપરાંત વર્લ્ડકપ લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોપ-7 ટીમોને જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્થાન મળશે. આવી સ્થિતિમાં, હવે જ્યારે લીગ તબક્કાની તમામ 45 મેચો રમાઈ ગઈ છે, ત્યારે તે તમામ ટીમોના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે, જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું મેજબાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજબાની પાકિસ્તાન પાસે છે. જેથી તે આ ટૂર્નામેન્ટમાં તેની ભાગીદારી પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. પોઈન્ટ ટેબલની ટોપ-7 ટીમોમાં પાકિસ્તાન ઉપરાંત, ભારત, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પહેલાથી જ વર્લ્ડકપની બેક ટૂ બેક મેચો જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી ચૂકી છે. છેલ્લી બે જગ્યાઓ માટે જોરદાર દોડધામ થઈ હતી. આ રેસ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે હતી.
અંતેમાં પાસું પલટાયું
એક સમયે ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના છેલ્લા બે સ્થાનો કબજે કરવાની રેસમાં પાછળ રહી ગયું હતું. સાથે શ્રીલંકા અને નેધરલેન્ડ્સ ટોપ-8માં સામેલ હતા, પરંતુ છેલ્લી મેચોમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશે પોઈન્ટ ટેબલના ટોપ-8માં પ્રવેશ મેળવીને શ્રીલંકા અને નેધરલેન્ડ્સની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની 8 ટીમ- ભારત, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ.
આ 2 મોટી ટીમને સેમીફાઈનલની ટિકિટ ન મળી
વર્લ્ડકપ 2023માં છેલ્લા 2 સ્થાનો પર કબજો જમાવનારી શ્રીલંકા અને નેધરલેન્ડ્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ શકશે નહીં. આ સાથે વેસ્ટ ઈન્ડીઝ, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ જેવા અન્ય ICC સભ્ય દેશો પણ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી શકશે નહીં. આ ત્રણેય ટીમ વર્લ્ડકપ માટે પણ ક્વોલિફાય કરી શકી નહતી


