- વર્લ્ડકપની તમામ લીગ મેચ થઈ પૂર્ણ
- પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટની બહાર થી
- પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં ઉભા કર્યા હતા 5 વિવાદ
પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડકપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમ 9 લીગ મેચમાંથી માત્ર 4 મેચ જીતીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. હવે પાકિસ્તાન પણ તેના ઘરે પહોંચી ગયું છે. ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમને લઈને ઘણા વિવાદો થયા હતા. પાકિસ્તાન ટૂર્નામેન્ટની શરૂઆતથી જ વિવાદો સાથે જોડાયેલું છે. PCB અધ્યક્ષે ભારતને દુશ્મન દેશ કહ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાની ટીમે અન્ય અનેક વિવાદ પણ ઉભા કર્યા હતા.
PCB ચીફે કહ્યો દુશ્મન દેશ
PCBના અધ્યક્ષ ઝકા અશરફે ભારતને ‘દુશ્મન દેશ’ ગણાવ્યો હતો. જો કે, આ પછી તેણે માફી પણ માંગી હતી. ઝકા અશરફે વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે, તેમણે પ્રેમથી પોતાના ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પાકિસ્તાનના ઈતિહાસમાં મને ક્યારેય આટલા રૂપિયા મળ્યા નથી જેટલા મેં આપ્યા છે. અમારો ઉદ્દેશ્ય ખેલાડીઓનું મનોબળ વધારવાનો છે. જ્યારે તે દુશ્મન દેશમાં કે બીજે ક્યાંક રમવા જાય છે.
ભારત આવવાનો કર્યો હતો ઈનકાર
એશિયા કપ 2023ની મેજબાની પાકિસ્તાન પાસે હતી, પરંતુ ભારતીય ટીમે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને ભારતની તમામ મેચ શ્રીલંકામાં રમવામાં આવી હતી. આ વાતથી નારાજ થઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ ચીફ રમીઝ રાઝાએ કહ્યું હતું કે, તે પાકિસ્તાનને વર્લ્ડકપ માટે ભારત મોકલશે નહીં
જમવામાં બીફ ન મળવાનો વિવાદ ઉઠ્યો
વર્લ્ડકપ માટે પાકિસ્તાની ટીમ હૈદરાબાદમાં ઉતરી હતી. જ્યાં પાકિસ્તાની ટીમ અનેક સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લીધો હતો, પરંતુ PCB અને પાકિસ્તાન મીડિયાએ એક મોટો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની ટીમના ખેલાડીઓને જમવામાં બીફ આપવામાં આવતું નથી.
વેન્યૂ બદલવાની માગ
વર્લ્ડકપની શરૂઆત પહેલા અને ટૂર્નામેન્ટનું શિડ્યૂલ જાહેર થયા બાદ પાકિસ્તાન તરફથી કેટલીક મેચના સ્થળો બદલવાની માગ કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે અને બેંગાલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી મેચોના સ્થળ બદલવાની માગ કરવામાં આવી હતી, પરંતુ ICCએ આ બાબતે PCBની સલાહ લેવામાં આવી નહતી અને મેચો નિર્ધારિત સ્થળો પર જ રમાઈ હતી.
ભોજનમાં મળી બિરયાની
પાકિસ્તાને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની વોર્મ-અપ અને પ્રથમ બે મેચ રમી હતી, જેના કારણે બાબરની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ સીધી હૈદરાબાદમાં ઉતરી હતી. પાકિસ્તાને હૈદરાબાદમાં બિરયાનીની મજા માણી હતી અને તેમને હૈદરાબાદની બિરયાની ખૂબ પસંદ પણ આવી હતી.


