- વર્લ્ડકપ 2023ની લીગ મેચ થઈ પૂર્ણ
- આવતીકાલથી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ શરૂ થશે
- થોમસ મુલર બન્યા ટીમ ઈન્ડિયાના ફેન
જર્મનીના દિગ્ગજ ફૂટબોલર થોમસ મુલર પણ ટીમ ઈન્ડિયાના ફેન બની ગયા છે. તેણે ક્રિકેટ વર્લ્ડકપ 2023ના સેમીફાઇનલ પહેલા ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી છે. મુલરે એક વીડિયો પોસ્ટ કરીને ભારતીય ટીમને સમર્થન કર્યું છે. આ વીડિયોમાં તેમણે ટીમ ઈન્ડિયાની જર્સી પણ પહેરી છે.
BCCIએ થોમસ મુલરને મોકલી હતી જર્સી
થોમસ મુલરને આ જર્સી BCCIએ મોકલી હતી. BCCI હંમેળા કેટલાક મહત્વના પ્રસંગો પર મોટી ખેલ હસ્તીઓને ટીમ ઈન્ડિયાની જર્સી ભેટમાં આપે છે. આ વખતે આ ગિફ્ટ માટે જર્મનીના વર્લ્ડકપ વિજેતા ફૂટબોલર થોમસ મુલરની પસંદગી કરવામાં આવી છે. તેને આપવામાં આવેલી જર્સી પર મુલરનું નામ અને તેનો જર્સી નંબર પણ આપવામાં આવ્યો હતો.
જર્સી મળ્યા બાદ મુલર થયો ખુશ
આ જર્સી મળ્યા બાદ મુલર ખૂબ જ ખુશ હતો. તેણે આ માટે ટીમ ઈન્ડિયાનો આભાર માન્યો અને પછી તેમણે વર્લ્ડકપ માટે શુભેચ્છા પાઠવી છે. ભારતીય જર્સી પહેરીને તેમણે એમ પણ કહ્યું કે, હવે તેણે પોતાના બગીચામાં ક્રિકેટ રમવાનું શરૂ કરવું પડશે. આ ગિફ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે મુલરે વિરાટ કોહલીને પણ ટેગ કર્યો છે.
મહાન ફૂટબોલર છે થોમસ મુલર
થોમસ મુલરની ગણતરી જર્મનીના મહાન ફૂટબોલરોમાં થાય છે. તે જર્મનીની 2014 વર્લ્ડકપ ટાઇટલ વિજેતા ટીમનો મહત્વનો ખેલાડી હતો. તેણે બાયર્ન મ્યુનિક માટે ઘણા ગોલ પણ કર્યા હતા.
આવતીકાલે ટીમ ઈન્ડિયા રમશે સેમીફાઈનલ
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ 15 નવેમ્બરે સેમીફાઈનલ મેચ રમશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમવામાં આવશે. ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડકપના લીગ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડને સરળતાથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં સેમીફાઈનલ મેચમાં પણ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે.


