- વર્લ્ડકપ 2023ની બીજી સેમીફાઈનલ મેચ રમાશે
- સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને ટીમ આમને-સામને
સાઉથ આફ્રિકાની ઈનિંગ
46/4 (15 ઓવર)- મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે ઓસ્ટ્રેલિયાને વધુ 2 સફળતા અપાવી છે. મિચેલ સ્ટાર્કે 20 બોલમાં 10 રન કરનારા એડન માર્કરમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે, જ્યારે જોશ હેઝલવુડે 31 બોલમાં 6 રન કરનારા રાસી વેન ડેર ડુસેનને આઉટ કર્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે હેનરિક ક્લાસેન 9 બોલમાં 11 રન કરીને અને ડેવિડ મિલર 12 બોલમાં 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ અને જોશ હેઝલવુડે 6 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત પેટ કમિન્સે 1 ઓવરમાં 12 રન અને એડમ ઝામ્પાએ 1 ઓવરમાં 2 રન આપ્યા છે.
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વરસાદ બંધ થયો છે. જેથી 3.55 કલાકે ફરી મેચ શરૂ કરવામાં આવશે.
સેમીફાઈનલમાં આવ્યો વરસાદ
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવ્યો છે. જેથી 14 ઓવર બાદ મેચ સ્થગિત કરવામાં આવી છે. અત્યારે સાઉથ આફ્રિકાના બેટ્સમેન 14 ઓવર બાદ 4 વિકેટના નુકસાને 44 રન કરીને બેટિંગ કરી રહ્યા છે.
18/2 (10 ઓવર)- સાઉથ આફ્રિકાનો ઓપનર ક્વિંટન ડિ કોક 14 બોલમાં 3 રન કરીને આઉટ થયો છે. ડિકોકને જોશ હેઝલવુડે પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે રાસી વેન ડેર ડુસેન 27 બોલમાં 5 રન કરીને અને એડન માર્કરામ 15 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 5 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 5 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ લીધી છે.
8/1 (5 ઓવર)- પ્રથમ ઓવરમાં જ સાઉથ આફ્રિકાને પ્રથમ ઝટકો લાગ્યો છે. સાઉથ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા 4 બોલમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે ક્વિંટન ડિ કોક 10 બોલમાં 3 રન કરીને અને રાસી વેન ડેર ડુસેન 16 બોલમાં 3 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 2 ઓવરમાં 3 રન આપ્યા છે.
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની બીજી સેમીફાઈનલ મેચ શરૂ થઈ છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ંબેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિંટવ ડી કોક અને ટેમ્બા બાવુમા બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપની બીજી સેમીફાઈનલ મેચ રમવામાં આવશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે સાઉથ આફ્રિકાએ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની લીગ મેચમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને સામને આવી હતી. જેમાં સાઉથ આફ્રિકાની 134 રને જીત થઈ હતી.
ICC વનડે વર્લ્ડકપ 2023ની બીજી સેમીફાઈનલ મેચ આજે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવશે. આ મેચ બપોરે 2 કલાકે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. આ મેચ જીતનારી ટીમ 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમશે. સમગ્ર ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આવી સ્થિતિમાં સેમીફાઈનલની જંગ પણ ખુબ રોમાંચક થવાની આશા છે.
પિચ રિપોર્ટ
કોલકાતાના ઈડન ગાર્ડન્સની પિચ બેટ્સમેનોને હંમેશા મદદ કરે છે. પિચના ઉછાળના કારણે બેટ્સમેનને મદદ મળે છે. આ મેદાનમાં ફોર અને સિક્સનો વરસાદ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આશા લગાવવામાં આવી રહી છે કે, આજની મેચ હાઈ સ્કોરિંગ જોવા મળશે. જો કે, નવી બોલથી ફાસ્ટ બોલરને શરૂઆતમાં થોડી મદદ મળે છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
સાઉથ આફ્રિકા- ક્વિંટવ ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગિસો રબાડા, તરબીઝ શમ્સી
ઓસ્ટ્રેલિયા- ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, પેટ કમિન્સ(કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ


