- રવિવારે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે
- ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઈનલમાં આવશે આમને-સામને
- ખિતાબ જીતવા માટે આ ખેલાડીઓનું ચાલવું જરૂરી
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને અને ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ વખતે ટાઈટલ જીતવા માટે પાંચ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ઘણું મહત્વનું રહેશે. બધાની નજર રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા પર રહેશે.
રોહિત પર સારી શરૂઆત અપાવાની જવાબદારી
રોહિત શર્મા પર ભારતને સારી શરૂઆત અપાવવાની જવાબદારી રહેશે. તેના માટે શુભમન ગિલ સાથે મજબૂત પાર્ટનરશિપ બનાવવી મહત્વપૂર્ણ રહેશે. રોહિતે આ વર્લ્ડકપમાં ઘણી મેચોમાં ભારતને સારી શરૂઆત અપાવી છે. તેણે અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કર્યું હતું. રોહિતે અફઘાનિસ્તાન સામે 131 રન, પાકિસ્તાન સામે 86 રન, બાંગ્લાદેશ સામે 48 રન અને ઈંગ્લેન્ડ સામે 87 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલી સદી ફટકારે તો જીત સરળ થશે
કોહલી આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે. તેણે ત્રણ સદી પણ ફટકારી છે. જો વિરાટનું બેટ કામ કરશે તો ભારત માટે જીત આસાન બની જશે. વિરાટે સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પણ સદી ફટકારી હતી. આ પહેલા તેણે સાઉથ આફ્રિકા સામે 101 રનની અણનમ ઈનિંગ રમી હતી.
શમી-બુમરાહે બતાવવો પડશે જાદૂ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સેમીફાઈનલમાં ભારત માટે 7 વિકેટ ઝડપી હતી. તેણે ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. શમીએ ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે ટોપ પર છે. શમીએ 6 મેચમાં 23 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ 5માં નંબર પર છે. તેણે 10 મેચમાં 18 વિકેટ લીધી છે. બુમરાહનું પ્રદર્શન પણ ટીમ માટે ઘણું મહત્વનું રહેશે. જો આ બંને શાનદાર પ્રદર્શન કરશે, તો ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ ખરાબ થશે.
રવિન્દ્ર જાડેજાએ કરવું પડશે દમદાર પ્રદર્શન
જાડેજાએ ફાઈનલ મેચમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવી પડશે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર છે. પંડ્યાએ ઓલરાઉન્ડર તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. તે ફાસ્ટ બોલર તરીકે પણ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. હવે જવાબદારી જાડેજા પર રહેશે. સ્પિન બોલિંગ કરતી વખતે. જાડેજાએ કુલદીપ યાદવની સાથે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.


