વર્લ્ડ કપ 2023નો ખુમાર દરેક વ્યક્તિ પ ચડેલો જોવા મળી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. તે પહેલા AIએ દ્વારા બનાવેલા ક્રિક્રેટરોની કેટલક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આજકાલ ધૂમ મચાવી છે. સુપર-ઇન્ટેલિજન્ટ ચેટબૉટ્સથી લઈને લાઈટનિંગ-ફાસ્ટ ઈમેજ ડિઝાઈનર્સ, કન્ટેન્ટ ડેવલપર્સ અને વિડિયો ક્રિએટર્સ સુધી, AI-સંચાલિત ટૂલ્સ ટેક ઈન્ડસ્ટ્રીથી આગળ નીકળી રહ્યાં છે. રમતગમત, શિક્ષણ, મશીન લર્નિંગ, રોબોટિક્સ, પરિવહન, ઉત્પાદન અને વધુ જેવા વિવિધ ક્ષેત્રોમાં AI પહેલેથી કાર્યરત છે. કેટલાક લોકો તેમની ઉત્પાદકતાને વેગ આપવા માટે AI નો ઉપયોગ કરી રહ્યા છે, કેટલાક તેનો ઉપયોગ તેમના વર્કલોડને ઘટાડવા માટે કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેનો ઉપયોગ નવીનતા માટે કરી રહ્યા છે. તાજેતરમાં વર્લ્ડ કપ 2023ને લઈને ભારતીય ક્રિકેટરોની વાયરલ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે અને સમગ્ર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. વિરાટ કોહલી, એમએસ ધોની, સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યા અને અન્ય જેવા તમારા મનપસંદ ક્રિકેટરોની તેમના બાળપણના લુકમાં જોવા મળી રહ્યા છે. જુઓ લેટેસ્ટ તસવીરો


