By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટનલમાં બચાવ કાર્યમાં સફળતાની આશા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ટનલમાં બચાવ કાર્યમાં સફળતાની આશા

agragujaratnews
Last updated: 2023/11/21 at 5:02 PM
2 years ago
Share
ટનલમાં બચાવ કાર્યમાં સફળતાની આશા
SHARE

ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો તે પછી રાજ્યે રાહતકાર્યોમાં પણ ઉદાહરણ પૂરું પાડેલું અને બાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે પ્રયાસો શરૂ કરેલા તેના ફળ આજે દેશને મળી રહ્યા છે

ગુજરાત લાંબો સમય સુધી કચ્છના ધરતીકંપને ભૂલી શક્યો નહોતો. પરંતુ તેમાંથી ઘણા બોધપાઠ પણ લીધા હતા અને કચ્છને ફરીથી બેઠું કરવા સાથે સમગ્ર રીતે ગુજરાત પણ આફતમાં અવસરની જેમ આગળ વધી શક્યું હતું. તેમાંથી એક બોધપાઠ એ હતો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એક સુચારુ વ્યવસ્થા હોવી જોઈએ. કાયમી હોવી જોઈએ, સદાય તૈયાર હોવી જોઈએ અને ઝડપી હોવી જોઈએ. ફાયર બ્રિગેડની વ્યવસ્થા વધારે કોઈ વ્યવસ્થા આપણે વિચારી નહોતી. ફાયર બ્રિગેડ પણ મોટા શહેરોમાં જ જોવા મળતા. નાના ગામમાં આગ લાગે ત્યારે પાલિકાના બંબા પાણી લઈને જાય અને લોકો ડોલ ભરી ભરીને છાંટે.
સાધનોનો અભાવ, સંસાધનોનો અભાવ અને ટેક્નોલોજીનો અભાવ એમ ઘણી બાબતો હતી. સાથે જ એક પ્રકારની ઉદાસિનતા પણ તંત્રમાં હતી કે મુશ્કેલી આવે ત્યારે વિચારીશું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાની કહેવતો કંઈ અમસ્થી નહોતી પડી. કુદરતી આપત્તિમાં વધારે મુશ્કેલી થતી, કેમ કે તેનાથી વધારે વ્યાપક નુકસાન થતું હતું. ગુજરાતનો આટલો લાંબો દરિયાકિનારો એટલે દર દાયકે મોટું વાવાઝોડું વ્યાપક વિનાશ વેરીને જતું હતું. સાધનોના અભાવ ઉપરાંત સમજણનો પણ થોડો અભાવ હતો. દાખલા તરીકે વીજળીના થાંભલા પડી જાય તેના કારણે લાંબો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહે. આજે હવે કાંઠાના પ્રદેશોમાં થાંભલા નાખવાના બદલે જમીનમાં વાયર બિછાવવાનો વિચાર અમલમાં આવ્યો છે. તે વખતે કદાચ જમીનની અંદર વાયર માટે ટેક્નોલોજી સહેલી કે સસ્તી નહોતી, પણ કમસે કમ વધારે મજબૂત થાંભલા નાખવા માટેનું વિચારાયું હોત તો ફરક પડત.
ભૂકંપ પછી એ શક્ય બન્યું હતું. ભૂકંપપ્રૂફ મકાનો બને, બહુમાળી ઈમારતો પણ આંચકા સહન કરી જાય તે પ્રકારની ડિઝાઈન કાયદાથી પણ ફરજિયાત કરાઈ. આ ઉપરાંત કુદરતી આપત્તિ આવે ત્યારે કેવી રીતે તંત્રે પ્રતિસાદ આપવાનો છે તેની એક સુસ્પષ્ટ ગાઈડલાઈન પણ તૈયાર થઈ હતી. ગુજરાતના અનુભવ પછી સમગ્ર દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર થયા હતા. કાયદાકીય રીતે, વહિવટી રીતે, ટેક્નોલોજીના ઉપયોગની રીતે એક વ્યવસ્થા ઊભી થવા લાગી હતી.
એ વ્યવસ્થા સંપૂર્ણ નથી થઈ ગઈ, પણ તેનાથી ઘણો ફરક પડ્યો છે. કુદરતી ઉપરાંત માનવીય આપત્તિમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને કારણે ભોગ બનેલા લોકો માટે થોડી રાહત આવી છે. દાખલા તરીકે બ્રીજ તૂટી પડે, હિમાલયમાં બસ ખાઈમાં ખાબકે કે ટ્રેન અકસ્માત થાય ત્યારે પણ ઝડપથી બચાવ કાર્ય માટેની એક પ્રોસિજર તૈયાર થયેલી છે. તેના માટે સાધનો પણ ઉપલબ્ધ કરાવવાનું તંત્ર ગોઠવાયું છે. રોડ અકસ્માતમાં ઘાયલને ઝડપથી દવાખાને પહોંચાડવાથી માંડીને અંગદાન થાય અને કોઈ દર્દીને પ્રત્યાર્પણ કરવાનું હોય ત્યારે ગ્રીન કોરિડોર ગોઠવીને ગુજરાત પોલીસ ગણતરીના કલાકોમાં સાસણ ગીરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે છે.
ઉત્તરાખંડમાં પણ હાલમાં તેનું જીવંત ઉદાહરણ જોવા મળી રહ્યું છે. દસમો દિવસ થયો છે ત્યારે આશા વધારે ઉજળી બની છે. આટલા દિવસ સુધી ટનલમાં ફસાયેલા લોકોનું શું થયું હશે તે ચિંતા થાય, પણ અંદર ફસાયેલા લોકો ટકી ગયા છે તેનો વીડિયો સૌએ જોયો. એક નવી છ ઈંચની પાઈપ અંદર સુધી પહોંચી છે. તેના દ્વારા ગરમાગરમ ખીચડી પણ મોકલવામાં આવી અને અંદરથી વીડિયો ક્લિપ ઉતારીને બહારની દુનિયાને મોકલાઈ છે, જેથી સ્વજનો જાણી શકે કે અંદર ફસાયેલા છે, પણ સલામત છે. છ ઈંચની થોડી મોટી પાઈપને કારણે ભોજન સામગ્રી અને દવાઓ અંદર સહેલાઈથી મોકલી શકાશે અને ટનલને ખોલવા માટેની કામગીરી માટે વધારે થોડા દિવસ મળી જશે. ભારત હિમાલયની પહાડીઓમાં ટનલો દ્વારા ઓલવેધર રસ્તાઓ બનાવીને દુનિયાને દેખાડી રહ્યું છે ત્યારે જો અકસ્માત થાય તો તેને પહોંચી વળવાની ક્ષમતા પણ તે વિકસિત દેશોની જેમ હાંસલ કરવા લાગ્યું છે તે પણ ઉત્તરાખંડની આ ટનલના ઉદાહરણથી દાખવી શકાશે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 5 days ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?