By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ ભારતનો સિક્કો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ ભારતનો સિક્કો

agragujaratnews
Last updated: 2023/11/29 at 4:29 PM
2 years ago
Share
ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ ભારતનો સિક્કો
SHARE

ગુજરાતમાં ધરતીકંપ પછી ભારતમાં આપત્તિ વખતે બચાવ કાર્યમાં કાર્યક્ષમતા માટેના પ્રયાસો શરૂ થયા હતા તે હવે આજે ફળ લાવી રહ્યા છે અને મેઘાયલના ઉંદરિયા ખાણિયાઓએ કમાલ કરી બતાવી

 

ઉત્તરકાશી નજીક બની રહેલી સાડા ચાર કિમી લાંબી સિલ્કયારા બાલકોટ ટનલમાં આખરે 41 કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવાયા. 17મો દિવસ થઈ ગયો હતો, પણ મંગળવારે આખરે મંગળમય સમાચાર આવ્યા. વચ્ચેના દિવસોમાં એક એક દિવસ લંબાતો જતો હતો ત્યારે ચિંતા થતી હતી. આધુનિક મશીનો મગાવીને કામ કરાયું, પણ આખું મશીન જ તૂટી પડ્યું. ગંજાવર હિમાયલની પહાડીઓ એમ જલદી મચક ના પણ આપે. પણ આખરે મેઘાલયમાં કોલસાની ખાણો કોતરી કાઢનારા રેટ માઇનર્સ (એટલે કે ઉંદરિયા ખાણિયા) તરીકે જાણીતા મજૂરોએ કામ પૂરું કરી આપ્યું.
કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને તરત કામ લગાડી હતી. સેનાના વિવિધ વિભાગોની કામગીરી પણ અગત્યની છે. બોર્ડર રોડ માટે અલગ ઓર્ગેનાઇઝેશન છે, કેમ કે બરફિલા પહાડોમાં રસ્તા બનાવવાનું કામ સહેલું નથી. સેનાના એન્જિનિયરો મુશ્કેલી સ્થિતિમાં કામ કરવા તાલીમ પામેલા હોય છે. તેમની પણ મદદ લેવાઈ હતી. વિદેશી કન્સલ્ટન્ટ પણ બોલાવી લેવાયા કે જેમણે ટનલના અઘરા કામનો અનુભવ હોય. ઉત્તરાખંડની રાજ્ય સરકાર માટે આ પ્રાયોરિટી હતી એટલે સતત સીએમ અને બીજા અધિકારીઓ ઉપલબ્ધ રહેતા હતા.
એક તરફ બચાવ કાર્ય ચાલતું હતું, ત્યારે બીજી તરફ કામદારો બહાર આવે ત્યારે તેમને કેવી રીતે સંભાળી લેવાના છે તેનું કામ પણ ચાલતું હતું. સાથે જ માહિતી આપવાનું, અંદર ફસાયેલા લોકોના પરિવારો સાથે સંપર્ક કરવાનું, અંદર હોય તે લોકોને હૈયાધારણ આપવાનું અને તેમની સાથે માનસશાસ્ત્રીઓ વાતચીત કરે ત્યાં સુધીનું ઝીણામાં ઝીણું આયોજન થયું હતું.
આધુનિક રાષ્ટ્ર બનવા માટે આ પ્રકારની તૈયારીઓ પણ તંત્રે કરવાની જરૂર હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં પણ આ પ્રકારની ચેલેન્જ આવી શકે છે. બે પ્રકારની ચેલેન્જ હોય છે – એક તો હિમાલયના પહાડો બહુ નાજુક છે અને ખડકોથી બનેલા બહુ મજબૂત નથી. ત્યારે તેની અંદર બોગદું બનાવીને કામ કરવું એ પણ એક ચેલેન્જ છે. બે ઊંચી પહાડીઓ વચ્ચે સેંકડો મીટરની ઊંડી ખીણ હોય તેને વટાવી જવા બ્રીજ બનાવવો તે પણ એક ચેલેન્જ હોય છે. શ્રીનગર સુધી પહોંચનારી ટ્રેન માટે સૌથી ઊંચો રેલવે બ્રીજ ભારતે બનાવ્યો છે. દક્ષિણ ભારતમાં વર્ષો પહેલાં કોંકણ રેલવે બનાવવામાં આવી ત્યારે પ્રથમવાર ભારતના એન્જિનિયરિંગ સેક્ટરને એક પ્રોત્સાહન મળ્યું હતું કે અઘરા પ્રોજેક્ટ્સ પાર પાડી શકાય છે.
સાથે જ કુદરતી આપત્તિ આવે કે માનવીય આપત્તિ આવે, ત્યારે બચાવ કાર્યમાં એટલી જ કુશળતાની જરૂર હોય છે. દાખલા તરીકે વાવાઝોડાથી આ તરફ ગુજરાત અને પેલી તરફ આંધ્ર અને પશ્ચિમ બંગાળને વારંવાર નુકસાન થતું રહ્યું છે. તેમાંથી શીખ મેળવીને વાવાઝોડું આવે ત્યારે પૂર્વતૈયારીઓની એક પદ્ધતિ તૈયાર થઈ ગઈ છે. એટલે વાવાઝોડાની હવે એ અર્થમાં ચિંતા રહી નથી. (હવે માવઠાં પણ દર વર્ષે આવવાના છે ત્યારે તેના કારણે ખેડૂતોને પાકનું નુકસાન થાય છે તે ટાળવા માટે ઉપાયો કરવાની જરૂર છે. પ્રધાનો આગાહી કરવાના બદલે તેની પદ્ધતિ વિકસાવે તે સમય આવી ગયો છે.) એ જ રીતે ગંજાવર પ્રોજેક્ટ ચાલતા હોય ત્યારે તેમાં આ પ્રકારની દુર્ઘટના સર્જાય ત્યારે તેમના બચાવ કાર્ય માટેની પણ એક પદ્ધતિ આધુનિક રાષ્ટ્રો જેવી જોઈએ.
એ કામ ઉત્તરકાશીમાં થઈ શક્યું છે. તેમાં સૌથી આનંદની વાત એ છે કે આધુનિક સાધનો અને મશીનોની સાથે જ છેલ્લે આપણા દેશી મજૂરોની તાકાતનો પણ ઉપયોગ થયો. મેઘાલયમાં અને ઈશાન ભારતમાં પહાડીઓમાં અંદર કોલસો નીકળે છે. તે કાઢવા માટે સ્થાનિક મજૂરો નાના નાના બોગદા કરીને કેટલાય મીટર અંદર ઉતરી જાય છે. અંદરથી બાવડાની તાકાતથી તગારા ભરીને કોલસો લઈ આવે છે. તેની કેટલીક સમસ્યા છે, પણ તે એક અલગ વિષય છે. આજે તેમના બાવડાની તાકાત પણ ભારતની અત્યાધુનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતા સાથે જોડાઈ ગઈ તે દુનિયા માટે એક ટેસ્ટ કેસ બન્યો છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજકોટ

ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે

Editor By Editor 5 days ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?