By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: દુબઈમાં બસ્સો દેશો વચ્ચે ક્લાઇમેટ કરાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

દુબઈમાં બસ્સો દેશો વચ્ચે ક્લાઇમેટ કરાર

agragujaratnews
Last updated: 2023/12/01 at 4:41 PM
2 years ago
Share
દુબઈમાં બસ્સો દેશો વચ્ચે ક્લાઇમેટ કરાર
SHARE

નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સમાં ભાગ લેવા દુબઈ પહોંચ્યા છે, જ્યાં 200 દેશો વચ્ચે આખરે ધૂમાડા કાઢતા બળતણનું શું કરવું તેના વિશે અગત્યના ક્લાઇમેટ કરાર થવાના છે

દુબઈમાં ક્લાઇમેટ ચેન્જના સંકટના સામના માટે પરિષદ મળી તેમાં 200 દેશો વચ્ચે કરાર થઈ શક્યો છે તે રાહતદાયક છે, કેમ કે કોલસો અને ગેસ જેવા ધૂમાડા કાઢતા બળતણની જગ્યાએ સ્વચ્છ બળતણ તરફ બહુ ઝડપથી વળવું પડશે. સામી બાજુ ભારત સહિતના દેશોની પોતાની કેટલીક સમસ્યાઓ છે. વિશાળ સંખ્યા ધરાવતા ભારતને વીજળીની અને તે પણ સસ્તી વીજળીની જરૂર છે ત્યારે રાતોરાત વૈકલ્પિક ઉર્જા તરફ વળી જવાનું પરવડે નહીં. વિકસિત દેશોની જવાબદારી વધારે છે, કેમ કે સૌથી વધારે પોલ્યૂશન તેની વસતિ પેદા કરે છે. માથાદીઠ સૌથી વધારે પ્રદૂષણ યુરોપ અને અમેરિકાના લોકો કરે છે, કેમ કે તેઓ દરેક નાની વાત માટે વીજળી વાપરે છે.
ભારતની જેમ સંયુક્ત આરબ અમિરાતે પણ કહ્યું કે ક્લાઇમેટ માટેનો આખરી કરાર થાય તેમાં ફોસિલ ફ્યુઅલ એટલે કે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને અન્ય પદાર્થોની શી ભૂમિકા હશે તે કેન્દ્રસ્થાને રહેવું જોઈએ. સ્વાભાવિક છે, કેમ કે ગલ્ફના દેશોની આવકનો એક માત્ર સ્રોત ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ છે. તે બંધ થવા લાગે અને માત્ર ક્લિન એનર્જી તરફ દેશો વળે ત્યારે આ દેશોની આવકો બંધ થવાની છે. ભારત જેમ તાત્કાલિક કોલસો બાળવાનું બંધ કરી શકે નહીં, તેમ આ આરબ દેશો પોતાની અબજોની કમાણી જતી કરવા માગતા નથી.
જોકે આવી દરેક દેશોની સમસ્યાઓ છતાં આ એક સંકટ છે અને તાપમાન વધતું અટકાવવા માટે જે પણ કરવું પડે તે કરવું જરૂરી છે તેની સહમતી બસ્સો જેટલા દેશો વચ્ચે થઈ છે. ખાસ કરીને આ માટે એક ફંડ તૈયાર કરવામાં આવે તેવી – ભારત સહિતના વિકાસશીલ દેશોની માગણીને પણ આખરે સ્વીકારવામાં આવી છે. વિકસિત દેશો ફંડમાં વધારે ફાળો આપે તે માટેની માગણી લાંબા સમયથી હતી અને તેમ થવું જરૂરી પણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પરિષદમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ક્લાઇમેટ માટેનું ફાઇનાન્સિંગ અને તેના માટેની ટેક્નોલૉજી બધા દેશોને અને વિકાસશીલ દેશોને મળે તે જરૂરી છે. ફંડ અને ટેક્નોલૉજી ટ્રાન્સફરની બાબતમાં પશ્ચિમના વિકસિત દેશો કંજૂસાઈ કરે તેના ચાલે તેવી નરેન્દ્ર મોદીની વાતમાં અન્ય ઘણા દેશોની લાગણીનો પણ પડઘો પડ્યો છે.
વડા પ્રધાને દુબઇ પહોંચીને પોસ્ટ કર્યું હતું કે “દુબઈના ભારતીય મૂળના લોકોના ઉમળકાભર્યા આવકારથી આનંદ થયો. વધારે સારી વસુધા માટે વૈશ્વિક પરિષદ મળી રહે છે તેમાં શુભની આશા સાથે… ”
સંયુક્ત રાષ્ટ્રસંઘની વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમીટ આજથી શરૂ થશે, જે COP28 તરીકે ઓળખાતા સંગઠનનું સૌથી ઉચ્ચસ્તરિય માળખું છે. તેમાં રાષ્ટ્રોના વડાઓ ભાગ લઈને નીતિ નિર્ધારણ કરે છે. વડા પ્રધાન મોદી આ સિવાયના અન્ય ત્રણ કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. પારીસ કરાર કરવામાં આવ્યો તે પછી તેનું કેટલું અમલીકરણ થયું તે વિશે હવે ચર્ચા કરવા માટે અને લેખાંજોખાં લેવા માટે COP28 પ્લેટફોર્મ અગત્યનું છે તે વાત ભાર મૂકીને નરેન્દ્ર મોદી ઝડપી પગલાં લેવા માટેનો આગ્રહ રાખી રહ્યા છે.
સંયુક્ત આરબ અમિરાત અને યુરોપિયન યુનિયને અનુક્રમ 10 અને $24.6 કરોડ ડોલર આપ્યા છે, પણ જરૂર છે 100 કરોડની ત્યારે આ દિશામાં ઘણું કરવાનું બાકી છે. ભારત જેવા દેશને તેની સૌથી વધુ ચિંતા છે, કેમ કે પ્રદૂષણ બીજા કરે છે અને ભોગવવું પડે છે ભારતની વિશાળ જનસંખ્યાને. આથી જ ભારતના અભિપ્રાયને આવી પરિષદમાં બહુ ભારપૂર્વક રજૂ કરવો જરૂરી બની રહ્યો છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ: 43 ડિગ્રી ગરમીમાં વાહનચાલકોનો વિરોધ
રાજકોટ

રાજકોટમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ: 43 ડિગ્રી ગરમીમાં વાહનચાલકોનો વિરોધ

Editor By Editor 4 days ago
ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
સરસ્વતી શિશુમંદિરનું ધો.12માં 100% પરિણામ : છ છાત્રોએ મેળવ્યો A-1 ગ્રેડ
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?