- ગંભીર અને શ્રીસંતની લડાઈમાં ઈરફાન પઠાને ઝંપલાવ્યું
- ઈરફાન પઠાને ગૌતમ ગંભીરને કર્યું સમર્થન
- ઈરફાન પઠાને કોમેન્ટ કરીને ગંભીરને સમર્થન કર્યું
આજકાલ સંન્યાસ લઈ ચૂકેલા ક્રિકેટર્સ વચ્ચે લીજેન્ડ્સ ક્રિકેટ લીગ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં બુધવારે ગુજરાત જાયંટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે મેચ થઈ હતી. આ મેચ દરમિયાન ઈન્ડિયા કેપિટલ્સના બેટ્સમેન ગૌતમ ગંભીર અને ગુજરાત જાયંટ્સ તરફથી બોલિંગ કરી રહેલી શ્રીસંત વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
શ્રીસંતે ગંભીર પર લગાવ્યો આરોપ
શ્રીસંતે એક લાઈવ વીડિયોમાં આવીને ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યા હતા. તેમણે મેચ દરમિયાન શ્રીસંત માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ તમામ ઘટનાઓ બાદ ગૌતમ ગંભીરે પણ નામ લીધા વિના રહસ્યમય પોસ્ટ કરી હતી અને તે બાદ ઈરફાન પઠાણે પણ ગંભીરની પોસ્ટને સમર્થન કરીને રિપ્લાઈ આપ્યો છે.
શ્રીસંતે લાઈવ વીડિયો કર્યો હતો
મેચ દરમિયાન થયેલી ઘટના બાદ શ્રીસંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક લાઈવ વીડિયો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, ગૌતમ ગંભીર તેમને અવાર-નવાર ફિક્સર કહી રહ્યા હતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. જો કે, મેં કોઈ પ્રકારના અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો નહતો.
ગંભીરની પોસ્ટને ઈરફાને કર્યું સમર્થન
જો કે, આ વીડિયો આવ્યા બાદ ગૌતમ ગંભીરે પોતાના અધિકૃત ટ્વીટર એકાઉન્ટમાંથી એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં ગંભીરનો એક ફોટો હતો. આ ફોટો સામે ગંભીરના કેપ્શનમાં લખ્યું કે, જ્યારે દુનિયા માત્ર તમારૂં ધ્યાન આકર્ષિત કરવા માંગે છે, તો તમે હસતા રહો. ગૌતમ ગંભીરે પોતાના આ ટ્વીટમાં કોઈ નામ મેન્શન કર્યું નથી, પરંતુ ફેન્સે રિપ્લાઈમાં જણાવ્યું કે, આ વાત શ્રીસંત માટે લખવામાં આવી છે. ગૌતમ ગંભીરની આ પોસ્ટ પર ભારતના એક અન્ય પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાન પણ આવ્યા છે. તેમણે ગંભીરનું સમર્થન કરીને આ પોસ્ટમાં રિપ્લે કર્યો કે, હાસ્ય જ આનો સારો જવાબ છે ભાઈ.


