- અકબરુદ્દીન ઓવૈસી તેલંગણાના પ્રોટેમ સ્પીકર બન્યા
- બીજેપી ધારાસભ્યોએ કર્યો વિરોધ
- કહ્યું, અમે નહી લઇએ શપથ
AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ શનિવારે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન દ્વારા તેમની નિમણૂક બાદ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. આ સમયે બીજેપીએ જાહેરાત કરી હતી કે તેના ધારાસભ્યો ઓવૈસીની સામે શપથ લેશે નહીં અને કાર્યક્રમનો બહિષ્કાર કરશે.
રેવંત રેડ્ડીનો અસલી ચહેરો સામે આવ્યો- ભાજપ
ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવા પર ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે નવી સરકાર અને કોંગ્રેસના નવા મુખ્યમંત્રી બન્યા બાદ રેવંત રેડ્ડી અને કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો છે.
ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો
નવી વિધાનસભાનું પ્રથમ સત્ર શનિવારથી શરૂ થઈ રહ્યું છે. પ્રોટેમ સ્પીકર અસ્થાયી ભૂમિકા ભજવે છે અને નવા ચૂંટાયેલા સભ્યો શપથ લે અને સ્પીકર ચૂંટાય ત્યાં સુધી વિધાનસભા સત્રનું સંચાલન કરે છે. ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવા પર ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું કે નવી સરકાર અને કોંગ્રેસના નવા મુખ્યમંત્રી બન્યા બાદ રેવંત રેડ્ડી અને કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો છે. રેવંત રેડ્ડી દર વખતે કહેતા હતા કે ભાજપ, બીઆરએસ અને એઆઈએમઆઈએમ એક છે. આજે ખબર પડી કે કોણ કોની સાથે છે. શનિવારે અમે અકબરુદ્દીનની સામે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપીશું નહીં અને કાર્યક્રમનો બહિષ્કાર કરીશું.


